ઢોકળા સ્વાદીસ્ટ અને મુલાયમ બની ને તૈયાર થાય છે. જેને બનાવવા ખુબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી બની ને તૈયાર થઇ જશે. જેના માટે ણા તો દાળ ચોખા પલળવાની ઝંઝટ કે ના તો આથો આવવાની ઝંઝટ. આ Lasaniya dhokla banavani rit- લસણીયા ઢોકળા ને ગરમા ગરમ સવારના નાસ્તા અથવા shiyada ma garma garam dhokla સાંજ ના નાસ્તામાં બનાવી શકો છો અને બાળકો ને ટીફીન માં પણ આપી શકો છો. તો ચાલો લસણીયા ઢોકળા બનાવવાની રીત શીખીએ.
લસણીયા ઢોકળા ingredients list
- સોજી 1 કપ
- બેસન ¾ કપ
- દહીં 1 કપ
- લસણ ની કણી 15-20
- લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
- હળદર ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ઈનો 2 પેકેટ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ + 2-3 ચમચી
- વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- લીલા મરચા સુધારેલ 1-2
- મીઠા લીમડાના પાંદ 5-7
- લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
Lasaniya dhokla banavani rit
લસણીયા ઢોકળા બનાવવા સૌથી પહેલા એક તપેલીમાં બેસન ચાળી ને નાખો સાથે સોજી લ્યો એમાં દહીં અને પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનીટ માટે એક બાજુ મુકો. હવે મિક્સર જારમાં લસણ ની કણી, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો પાંચ સાત ચમચી પાણી નાખી સ્મૂથ પીસી લ્યો.
હવે પલાળેલા સોજી બેસન માં હળદર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, ખાંડ અને બે ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ લ્યો. અને તૈયાર મિશ્રણ ના ત્રણ સરખા ભાગ કરી લ્યો. અને એમાંથી એક ભાગમાં લસણ ની ચટણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર ઢોકરીયા મા બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ગ્રામ કરવા મુકો અને થાળી કે મોલ્ડ ને તેલ લગાવી ગ્રીસ કરી લ્યો હવે ત્રણ ભાગ માંથી એક સાદો ભાગ લ્યો એમાં અડધી ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી થાળી કે મોલ્ડ માં નાખી મોલ્ડ કે થાળી ને ઢોકરીયા માં મુકો અને ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પછી લસણ ની પેસ્ટ વાળું મિશ્રણ લઇ એમાં પણ અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી ઢોકરીયા માં મુકેલ થાળી માં એક સરખું ફેલાવી ને રેડી દયો ત્યાર બાદ ફરી ઢાંકી પાંચ મિનીટ ચડવા દયો.
પાંચ મિનીટ પછી ત્રીજા ભાગમાં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી ઢોકરીયા નું ઢાંકણ ખોલી થાળીમાં એક સરખું ફેલાવી નાખો અને ઢાંકી ને ફરી સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પછી ચાકુથી ચેક કરી લ્યો જે ચાકુ સાફ આવે થો થાળી ને બહાર કાઢી લ્યો અને થોડી ઠંડી થવા દયો. ઢોકળા થોડા ઠંડા થાય એટલે એના ચાકુથી કટકા કરી લ્યો.
હવે વઘારીયા માં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલ અને સફેદ તલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ઢોકળા પર રેડી મજા લ્યો . તો તૈયાર છે ગરમા ગરમ લસણીયા ઢોકળા જે શિયાળા મા મજા પાડી દેશે.
જો તમને તીખાસ ના જોઈએ તો રેગ્યુલર લાલ મરચાના પાઉડર ની જગ્યાએ કાશ્મીરી લાલ મરચાના પાઉડર નો ઉપયોગ કરવો.
લસણીયા ઢોકળા બનાવવાની રીત

Lasaniya dhokla banavani rit | લસણીયા ઢોકળા બનાવવાની રીત
Equipment
- 1 તપેલી
- 1 વઘારિયું
- 1 મિક્સર
- 1 ઢોકરીયું
Ingredients
- 1 કપ સોજી
- ¾ કપ બેસન
- 1 કપ દહીં
- 15-20 લસણ ની કણી
- 3-4 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લીંબુનો રસ
- 2 પેકેટ ઈનો
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી + 2-3 ચમચી
વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2 ચમચી સફેદ તલ
- 1-2 લીલા મરચા સુધારેલ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
Instructions
Lasaniya dhokla banavani rit
- લસણીયા ઢોકળા બનાવવા સૌથી પહેલા એક તપેલીમાં બેસન ચાળી ને નાખો સાથે સોજી લ્યો એમાં દહીં અને પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનીટ માટે એક બાજુ મુકો. હવે મિક્સર જારમાં લસણ ની કણી, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો પાંચ સાત ચમચી પાણી નાખી સ્મૂથ પીસી લ્યો.
- હવે પલાળેલા સોજી બેસન માં હળદર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, ખાંડ અને બે ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ લ્યો. અને તૈયાર મિશ્રણ ના ત્રણ સરખા ભાગ કરી લ્યો. અને એમાંથી એક ભાગમાં લસણ ની ચટણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર ઢોકરીયા મા બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ગ્રામ કરવા મુકો અને થાળી કે મોલ્ડ ને તેલ લગાવી ગ્રીસ કરી લ્યો હવે ત્રણ ભાગ માંથી એક સાદો ભાગ લ્યો એમાં અડધી ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી થાળી કે મોલ્ડ માં નાખી મોલ્ડ કે થાળી ને ઢોકરીયા માં મુકો અને ઢાંકી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પછી લસણ ની પેસ્ટ વાળું મિશ્રણ લઇ એમાં પણ અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી ઢોકરીયા માં મુકેલ થાળી માં એક સરખું ફેલાવી ને રેડી દયો ત્યાર બાદ ફરી ઢાંકી પાંચ મિનીટ ચડવા દયો.
- પાંચ મિનીટ પછી ત્રીજા ભાગમાં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી ઢોકરીયા નું ઢાંકણ ખોલી થાળીમાં એક સરખું ફેલાવી નાખો અને ઢાંકી ને ફરી સાત મિનીટ ચડાવી લ્યો. સાત મિનીટ પછી ચાકુથી ચેક કરી લ્યો જે ચાકુ સાફ આવે થો થાળી ને બહાર કાઢી લ્યો અને થોડી ઠંડી થવા દયો. ઢોકળા થોડા ઠંડા થાય એટલે એના ચાકુથી કટકા કરી લ્યો.
- હવે વઘારીયા માં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, લીલા મરચા સુધારેલ અને સફેદ તલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ઢોકળા પર રેડી મજા લ્યો . તો તૈયાર છે ગરમા ગરમ લસણીયા ઢોકળા જે શિયાળા મા મજા પાડી દેશે.
Notes
- જો તમને તીખાસ ના જોઈએ તો રેગ્યુલર લાલ મરચાના પાઉડર ની જગ્યાએ કાશ્મીરી લાલ મરચાના પાઉડર નો ઉપયોગ કરવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Mula ni puri banavani rit | મૂળા ની પૂરી બનાવવાની રીત
Desi chana na crispy pakoda | દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવાની રેસીપી
soupy atta maggi banavani rit | સુપી આટા મેગી
Pizza Sauce banavani rit | પીઝા સોસ બનાવવાની રીત
Lili methi mari vala champakali ganthiya | લીલી મેથી મરી વાળા ચંપાકલી ગાંઠીયા












