બજારમાં અત્યારે લીલાછમ વટાણા (Green Peas) પુષ્કળ મળે છે. સામાન્ય રીતે આપણે વટાણાનું શાક કે કચોરી બનાવતા હોઈએ છીએ, પણ કાઠિયાવાડ અને ગુજરાતના ઘણા ઘરોમાં Lila Vatana ni Vadi ખાસ બને છે. આ વડી ને તમે એક વખત બનાવી બાર મહિના સંધી મજા લઇ શકો છો. જેને તમે અલગ અલગ શાકમાં નાખી શકો છો જેથી શાક નો સ્વાદ ખુબ સારો આવશે. અને ઉનાળા માં જયારે કોઈ શાક ના મળે ત્યારે આ વડી નો ઉપયોગ કરી ને દહીંવાળી ગ્રેવીમાં નાખીને તેનું ‘વટાણાની વડીનું શાક’ પણ બનાવી શકો છો. ચાલો જોઈએ લીલા વટાણાની વડી બનાવવાની રીત.
Table of contents
વટાણાની વડી બનાવવા જરૂરી સામગ્રી
- લીલા વટાણા 1 કપ
- ફોતરા વગરની મગ દાળ / છડીયા દાળ ½ કપ
- લીલા મરચા સુધારેલ 2-3
- લસણ ની કણી 8-10
- આદુનો ટુકડો 1 ઇંચ
- મીઠું ½ ચમચી
- પાણી 2-3 ચમચી
Lila Vatana ni Vadibanavani rit
લીલા વટાણાની વડી બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગ દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી શકો છો. હવે વટાણા ને ફોલી એમાંથી વટાણા ના દાણા અલગ કરી લ્યો અને એને પણ ધોઈ લ્યો. ત્યાર બાદ આદુને છોલી કટકા કરી લ્યો સાથે લીલા મરચાને પણ ધોઈ સુધારી લ્યો અને લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો. હવે પલાળેલી છડીયા દાળ નું પાનીનીતારી ચારણી માં કાઢી લ્યો.
હવે મિક્સર જારમાં સૌથી પહેલા નીતારેલ છડીયા દાળ, લીલા મરચા, આદુના કટકાને લસણ ની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા અને મીઠું નાખી પીસી લ્યો બધી સામગ્રી ને બરોબર પીસવા બે ત્રણ ચમચી પાણી નાખી દર્દરી પેસ્ટ બનાવી લ્યો. પેસ્ટ ને બીજા વાસણમાં કાઢી લ્યો હવે ચમચાથી અથવા હેન્ડ વ્હીશ્પર થી આઠ દસ મિનીટ સુંધી બરોબર ફેટી લ્યો અને મિશ્રણ નો રંગ થોડો બદલી જશે અને મિશ્રણ થોડું હલકું થઇ જાય ત્યાં સુંધી ફેટી લ્યો.
હવે તડકામાં પ્લાસ્ટિક અથવા સાફ કપડા ને પાથરી લ્યો અને તૈયાર મિશ્રણ ને પાઈપીંગ બેગ અથવા દૂધ / મીઠા થી પ્લાસ્ટિક ની થેલીમાં તૈયાર કરેલ મિશ્રણ ભરી લ્યો અને એક બાજુ કાતર થી એક સાઈડ થી કાપી કાણું કરી લ્યો અને ત્યાર બાદ પાથરેલ પ્લાસ્ટિક અથવા કપડા પર અથવા મોટી મોટી થાળીમાં નાની નાની વડી મુકતા જાઓ. આમ બધા મિશ્રણ માંથી વડી બનાવી લ્યો અને સાંજે ઉપાડી ને ઘરમાં લઇ લ્યો અને સુકાયેલી વડી ને બીજા મોટા વાસણમાં કાઢી લ્યો. આમ વડી ત્રણ ચાર દિવસ સુકાવી લ્યો.
તૈયાર વડી સુકાઈ જાય એટલે પ્લાસ્ટિક માં ભરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ઉપયોગમાં લ્યો. તો તૈયાર છે લીલા વટાણા ની વડી.
લીલા વટાણાની વડી બનાવવાની રીત

Lila Vatana ni Vadi Recipe in Gujarati | લીલા વટાણાની વડી
Equipment
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
વટાણાની વડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ લીલા વટાણા
- ½ કપ ફોતરા વગરની મગ દાળ / છડીયા દાળ
- 2-3 લીલા મરચા સુધારેલ
- 8-10 લસણ ની કણી
- 1 ઇંચ આદુનો ટુકડો
- ½ ચમચી મીઠું
- 2-3 ચમચી પાણી 2-3 ચમચી
Instructions
Lila Vatana ni Vadi banavani rit
- લીલા વટાણાની વડી બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગ દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી શકો છો. હવે વટાણા ને ફોલી એમાંથી વટાણા ના દાણા અલગ કરી લ્યો અને એને પણ ધોઈ લ્યો. ત્યાર બાદ આદુને છોલી કટકા કરી લ્યો સાથે લીલા મરચાને પણ ધોઈ સુધારી લ્યો અને લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો. હવે પલાળેલી છડીયા દાળ નું પાનીનીતારી ચારણી માં કાઢી લ્યો.
- હવે મિક્સર જારમાં સૌથી પહેલા નીતારેલ છડીયા દાળ, લીલા મરચા, આદુના કટકાને લસણ ની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં વટાણા અને મીઠું નાખી પીસી લ્યો બધી સામગ્રી ને બરોબર પીસવા બે ત્રણ ચમચી પાણી નાખી દર્દરી પેસ્ટ બનાવી લ્યો. પેસ્ટ ને બીજા વાસણમાં કાઢી લ્યો હવે ચમચાથી અથવા હેન્ડ વ્હીશ્પર થી આઠ દસ મિનીટ સુંધી બરોબર ફેટી લ્યો અને મિશ્રણ નો રંગ થોડો બદલી જશે અને મિશ્રણ થોડું હલકું થઇ જાય ત્યાં સુંધી ફેટી લ્યો.
- હવે તડકામાં પ્લાસ્ટિક અથવા સાફ કપડા ને પાથરી લ્યો અને તૈયાર મિશ્રણ ને પાઈપીંગ બેગ અથવા દૂધ / મીઠા થી પ્લાસ્ટિક ની થેલીમાં તૈયાર કરેલ મિશ્રણ ભરી લ્યો અને એક બાજુ કાતર થી એક સાઈડ થી કાપી કાણું કરી લ્યો અને ત્યાર બાદ પાથરેલ પ્લાસ્ટિક અથવા કપડા પર અથવા મોટી મોટી થાળીમાં નાની નાની વડી મુકતા જાઓ. આમ બધા મિશ્રણ માંથી વડી બનાવી લ્યો અને સાંજે ઉપાડી ને ઘરમાં લઇ લ્યો અને સુકાયેલી વડી ને બીજા મોટા વાસણમાં કાઢી લ્યો. આમ વડી ત્રણ ચાર દિવસ સુકાવી લ્યો.
- તૈયાર વડી સુકાઈ જાય એટલે પ્લાસ્ટિક માં ભરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ઉપયોગમાં લ્યો. તો તૈયાર છે લીલા વટાણા ની વડી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Limbu Lal Marcha ni Chatni Recipe in Gujarati | લીંબુ અને લાલ મરચાની ચટણી બનાવવાની રીત
Juvar na lot na muthiya | જુવાર ના લોટ ના મુઠીયા
Pav batata banavani rit | પાઉં બટાકા બનાવવાની રીત
Kaashmiri dum aloo banavani recipe | કાશ્મીરી દમઆલું બનાવવાની રેસીપી
Methi daal banavani rit | મેથી દાળ બનાવવાની રીત
Mula na pand ni chatni | મૂળા ના પાંદ ની ચટણી
