ભાખરવડી (Bhakarwadi) એ ગુજરાત અને મહારાષ્ટ્રનું લોકપ્રિય ફરસાણ છે. સામાન્ય રીતે તે સૂકા મસાલામાંથી બને છે જેથી લાંબો સમય ટકે છે. પરંતુ Makai ni Bhakharwadi ( Corn Bhakarwadi ) એ એક ફ્યુઝન વર્ઝન છે. તમે વડોદરા ની ફેમસ ભાખરવડી, લીલો ચેવડો પ્રખ્યાત તો ઘણી વખત બનવી હશે પણ અત્યારે લીલી મકાઈ માંથી ભાખરવડી બનાવશું જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે. આ ભાખરવડી ગરમ કે ઠંડી બંને રીતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈએ મકાઈની ભાખરવડી બનાવવાની રીત.
Table of contents
મકાઈ ની ભાખરવડી નું ઉપરનું પળ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- બેસન 1 કપ
- તેલ 2 ચમચી
- હળદર 1/8 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બાફેલી મકાઈ 1 કપ
- તેલ 2 ચમચી
- સફેદ તલ 2-3 ચમચી
- બાફેલા બટાકા છીણેલા 1
- લીલા મરચા સાવ ઝીણા સુધારેલ 2-3
- આદુની પેસ્ટ ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- વરીયાળીનો પાઉડર 1 ચમચી
- પીસેલી ખાંડ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- શેકેલ બેસન 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
- તરવા માટે તેલ
Makai ni Bhakharwadi banavani rit
મકાઈની ભાખરવડી બનાવવા સૌથી પહેલા કથરોટમાં મેંદા નો લોટ અને બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મુકો.
હવે સ્ટફિંગ માટે બાફેલી મકાઈ લઇ એને મિકસર જારમાં નાખી ક્રસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા મરચા આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. ત્યાર બાદ ક્રસ કરેલ મકાઈ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. મકાઈ શેકાઈ જાય એટલે એમાં હળદર, ગરમ મસાલો, વરીયાળી પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો.
ત્યાર બાદ એમાંલીલા ધાણા સુધારેલ, સુકા નારિયલ નું છીણ, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં બાફેલા બટાકા નું છીણ અને શેકી રાખેલ બેસન નાખી મિક્સ કરી બધી સામગ્રી ને એક બે મિનટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને મસાલા ને ઠંડું કરવા મુકો.
હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો. ત્યાર બાદ હવે લોટ માંથી એક લુવો લઇ તેલ લગવેલ પાટલા વેલણ પર લગાવી મીડીયમ પાતળી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ બનાવેલ રોટલીમાં કિનારથી થોડી અંદર પાણી લગાવી દયો અને એના પર તૈયાર કરેલ સ્ટફિંગ પાણી લગાવેલ ભાગમાં મૂકી એક સરખું ફેલાવી લ્યો.
ત્યાર બાદ એક બાજુથી રોલ વાળો અને પર ફરી પાણી લગાવી ફરી રોલ કરો આમ છેલ્લે સુંધી રોલ બનાવતા જઈ પાણી લગાવતા જાઓ. છેલ્લે પાણી લગાવી રોટલીથી બરોબર રોલ ને સીલ કરી લ્યો. બનાવેલ રોલ ને ચાકુથી કાપી કટકા કરી લ્યો. અને કટકા કરેલ પીસ ની બને બાજુ પાણી વાળો હાથ લગાવી થોડી સેટ કરી લ્યો. આમ બધા લોટ અને સ્ટફિંગ માંથી રોલ બનાવી કાપી કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવામાં માટે મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ભાખરવડી નાખી મીડીયમ કરી ભાખરવડી ને ગોલ્ડન તારી લ્યો. થોડી વાર પછી હલકા હાથે ઉથલાવી લઇ બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. આમ બધી ભાખરવડી તારી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે Crispy Sweet Corn Bhakarwadi.
મકાઈની ભાખરવડી બનાવવાની રીત

Makai ni Bhakharwadi Recipe in Gujarati | મકાઈની ભાખરવડી
Equipment
- 1 કડાઈ
- 1 મિકસર
- 1 કથરોટ
Ingredients
ભાખરવડી નું ઉપરનું પળ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ મેંદા નો લોટ
- 1 કપ બેસન
- 2 ચમચી તેલ
- ⅛ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
ભાખરવડી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બાફેલી મકાઈ
- 2 ચમચી તેલ
- 2-3 ચમચી સફેદ તલ
- 1 બાફેલા બટાકા છીણેલા
- 2-3 લીલા મરચા સાવ ઝીણા સુધારેલ
- ½ ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી વરીયાળીનો પાઉડર
- 2 ચમચી પીસેલી ખાંડ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 2-3 ચમચી શેકેલ બેસન
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
- તરવા માટે તેલ
Instructions
Makai ni Bhakharwadi banavani rit
- મકાઈની ભાખરવડી બનાવવા સૌથી પહેલા કથરોટમાં મેંદા નો લોટ અને બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મુકો.
- હવે સ્ટફિંગ માટે બાફેલી મકાઈ લઇ એને મિકસર જારમાં નાખી ક્રસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા મરચા આદુની પેસ્ટ નાખી શેકી લ્યો. ત્યાર બાદ ક્રસ કરેલ મકાઈ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લ્યો. મકાઈ શેકાઈ જાય એટલે એમાં હળદર, ગરમ મસાલો, વરીયાળી પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો.
- ત્યાર બાદ એમાંલીલા ધાણા સુધારેલ, સુકા નારિયલ નું છીણ, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી શેકી લ્યો. હવે એમાં બાફેલા બટાકા નું છીણ અને શેકી રાખેલ બેસન નાખી મિક્સ કરી બધી સામગ્રી ને એક બે મિનટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને મસાલા ને ઠંડું કરવા મુકો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો. ત્યાર બાદ હવે લોટ માંથી એક લુવો લઇ તેલ લગવેલ પાટલા વેલણ પર લગાવી મીડીયમ પાતળી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ બનાવેલ રોટલીમાં કિનારથી થોડી અંદર પાણી લગાવી દયો અને એના પર તૈયાર કરેલ સ્ટફિંગ પાણી લગાવેલ ભાગમાં મૂકી એક સરખું ફેલાવી લ્યો.
- ત્યાર બાદ એક બાજુથી રોલ વાળો અને પર ફરી પાણી લગાવી ફરી રોલ કરો આમ છેલ્લે સુંધી રોલ બનાવતા જઈ પાણી લગાવતા જાઓ. છેલ્લે પાણી લગાવી રોટલીથી બરોબર રોલ ને સીલ કરી લ્યો. બનાવેલ રોલ ને ચાકુથી કાપી કટકા કરી લ્યો. અને કટકા કરેલ પીસ ની બને બાજુ પાણી વાળો હાથ લગાવી થોડી સેટ કરી લ્યો. આમ બધા લોટ અને સ્ટફિંગ માંથી રોલ બનાવી કાપી કટકા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવામાં માટે મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ભાખરવડી નાખી મીડીયમ કરી ભાખરવડી ને ગોલ્ડન તારી લ્યો. થોડી વાર પછી હલકા હાથે ઉથલાવી લઇ બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. આમ બધી ભાખરવડી તારી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે Crispy Sweet Corn Bhakarwadi.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Corn Fritters Recipe in Gujarati | કોર્ન ફ્રિટર્સ બનાવવાની રીત
Mexican Basket Chaat | મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રેસીપી
Juvar na dhosa ane dhokla | જુવાર ના ઢોસા અને ઢોકળા
Panipuri flavor na mamra banavani rit | પાણીપુરી ફ્લેવર્સ ના મમરા બનાવવાની રીત
Pauva usal banavani rit | પૌવા ઉસળ બનાવવાની રીત
