
ઘણા લોકો ને મશરૂમ ખાવું નથી ગમતું હોતું પણ આજે આપણે મશરૂમ સાથે એક નવીજ રીત નું શાક બનાવતા શીખીશું . જે એક વાર બનાવશો તો વારંવાર બનાવવાની મજા પડી જાય એવું શાક છે . તો ચાલો આ Matar Mushroom nu shaak – મટર મશરૂમ નું શાક ની રેસિપી બનાવતા શીખીએ.
INGREDIENTS
- મશરૂમ 400 ગ્રામ
- લીલા વટાણા ½ કપ
- કાજુ 10 નંગ
- ટામેટા 3 નંગ
- તેલ 2 ચમચી
- આખા મસાલા
- (તજ, લવિંગ અને એલચી)
- મરી
- જીરું 1 ચમચી
- લસણ 1 ચમચી બારીક સમારેલું
- આદુ 1 ચમચી બારીક સમારેલું
- લીલું મરચું 2 નંગ
- ડુંગળી 2 નંગ ઝીણી સુધારેલી
- હળદર પાવડર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાવડર 2 ચમચી
- ધાણા જીરું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- તાજી મલાઈ 1 ચમચી
- લીલા ધાણા ના પાંદ
- મીઠું 1 ચમચી
- પાણી 1 કપ
Matar Mushroom nu shaak banavani rit
મટર મશરૂમ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ 400 ગ્રામ મશરૂમ લેશું જેને પાણી માં સારી રીતે ધોઈ અને 1 મશરૂમ માંથી ઊભા 4 કટકા કરી લેશું.
ત્યાર બાદ એક નાનો બાઉલ લેશું અને તેના કાજુ 10 નંગ પલાડી અને 30 મિનિટ માટે રેવા દેશું આ સ્ટેપ ને તમે શાક બનાવો તેના પેલે કરી ને મૂકી દેવું.
હવે ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકી દેશું પાણી ગરમ થાય એટલે તેમાં આખા 3 નંગ ટમેટા નાખી દેશું . ટામેટા ની છાલ થોડી સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી ટમેટા ને ઠંડા કરી અને તેની છાલ ઉતારી લેશું . હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ છાલ ઉતારેલા ટમેટા 3 નંગ , ત્યાર બાદ પલાડી ને રાખેલા કાજુ નાખી અને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું.
ત્યાર પછી એક ગેસ પર એક પેન માં 2 ચમચી તેલ નાખી તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ અને એલચી નાખીશું , મરી તીખા મુજબ , જીરું 1 ચમચી , લસણ 1 ચમચી બારીક સમારેલું , આદુ 1 ચમચી બારીક સમારેલું , લીલું મરચું 2 નંગ બારીક સુધારેલું , બધી વસ્તુ ને હલાવી ને થોડી સેકી લેશું.
હવે તેમાં ડુંગળી 2 નંગ ઝીણી સુધારેલી નાખી અને ડુંગળી થોડી સોફ્ટ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું . ત્યાર પછી તેમાં તૈયાર કરેલી ટમેટા ની પેસ્ટ નાખી અને સારી રીતે મિક્સ કરી અને તેમાં ચડે ત્યાં સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં હળદર પાવડર ¼ ચમચી , કાશ્મીરી લાલ મરચાનો પાવડર 2 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું ત્યાર બંધ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી ને ચડાવી લેશું.
ત્યાર બાદ તેમાં લીલા વટાણા ½ કપ અને 400 ગ્રામ મશરૂમ નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ તેમાં 1 કપ પાણી નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગેસ ને મિડયમ તાપ રાખી ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે શાક ને ચડવા દેશું.
હવે 15 મિનિટ પછી ઢાંકણ ખોલી અને શાક માં આપણે ગરમ મસાલો ½ ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરી દેશું અને ત્યાર પછી તેમાં , તાજી મલાઈ 1 ચમચી ઉપર થી થોડા , લીલા ધાણા ના પાંદ નાખી દેશું.
તો તૈયાર છે આપણું મટર મશરૂમ નું શાક જેને તમે ગરમા ગરમ રોટલી , કે પરોઠા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મટર મશરૂમ નું શાક બનાવવાની રીત

Matar Mushroom nu shaak banavani rit
Equipment
- 1 બાઉલ
- 1 કડાઈ / પેન
- 1 તપેલી
Ingredients
- 400 ગ્રામ મશરૂમ
- ½ કપ લીલા વટાણા
- 10 નંગ કાજુ
- 3 નંગ ટામેટા
- 2 ચમચી તેલ
- આખા મસાલા
- તજ, લવિંગ અને એલચી
- મરી
- 1 ચમચી જીરું 1
- 1 ચમચી લસણ બારીક સમારેલું
- 1 v આદુ બારીક સમારેલું
- 2 નંગ લીલું મરચું
- 2 નંગ ડુંગળી ઝીણી સુધારેલી
- ¼ ચમચી હળદર પાવડર
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર
- 1 ચમચી ધાણા જીરું પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી તાજી મલાઈ
- લીલા ધાણા ના પાંદ
- 1 ચમચી મીઠું
- 1 કપ પાણી
Instructions
Matar Mushroom nu shaak banavani rit
- મટર મશરૂમ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ 400 ગ્રામ મશરૂમ લેશું જેને પાણી માં સારી રીતે ધોઈ અને 1 મશરૂમ માંથી ઊભા 4 કટકા કરી લેશું.
- ત્યાર બાદ એક નાનો બાઉલ લેશું અને તેના કાજુ 10 નંગ પલાડી અને 30 મિનિટ માટે રેવા દેશું આ સ્ટેપ ને તમે શાક બનાવો તેના પેલે કરી ને મૂકી દેવું.
- હવે ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકી દેશું પાણી ગરમ થાય એટલે તેમાં આખા 3 નંગ ટમેટા નાખી દેશું . ટામેટા ની છાલ થોડી સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી ટમેટા ને ઠંડા કરી અને તેની છાલ ઉતારી લેશું . હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ છાલ ઉતારેલા ટમેટા 3 નંગ , ત્યાર બાદ પલાડી ને રાખેલા કાજુ નાખી અને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું.
- ત્યાર પછી એક ગેસ પર એક પેન માં 2 ચમચી તેલ નાખી તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ અને એલચી નાખીશું , મરી તીખા મુજબ , જીરું 1 ચમચી , લસણ 1 ચમચી બારીક સમારેલું , આદુ 1 ચમચી બારીક સમારેલું , લીલું મરચું 2 નંગ બારીક સુધારેલું , બધી વસ્તુ ને હલાવી ને થોડી સેકી લેશું.
- હવે તેમાં ડુંગળી 2 નંગ ઝીણી સુધારેલી નાખી અને ડુંગળી થોડી સોફ્ટ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું . ત્યાર પછી તેમાં તૈયાર કરેલી ટમેટા ની પેસ્ટ નાખી અને સારી રીતે મિક્સ કરી અને તેમાં ચડે ત્યાં સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં હળદર પાવડર ¼ ચમચી , કાશ્મીરી લાલ મરચાનો પાવડર 2 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું ત્યાર બંધ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી ને ચડાવી લેશું.
- ત્યાર બાદ તેમાં લીલા વટાણા ½ કપ અને 400 ગ્રામ મશરૂમ નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ તેમાં 1 કપ પાણી નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગેસ ને મિડયમ તાપ રાખી ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે શાક ને ચડવા દેશું.
- હવે 15 મિનિટ પછી ઢાંકણ ખોલી અને શાક માં આપણે ગરમ મસાલો ½ ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરી દેશું અને ત્યાર પછી તેમાં , તાજી મલાઈ 1 ચમચી ઉપર થી થોડા , લીલા ધાણા ના પાંદ નાખી દેશું.
- તો તૈયાર છે આપણું મટર મશરૂમ નું શાક જેને તમે ગરમા ગરમ રોટલી , કે પરોઠા સાથે સર્વ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Tindoda bhaat banavani recipe | ટીંડોડા ભાત બનવાની રેસીપી
paneer recipe in gujarati | પનીર બનાવવાની રીત
guvar dhokli nu shaak gujarati | ગુવાર ઢોકળી નું શાક
gatta nu shaak banavani rit | ગટ્ટાનું શાક બનાવવાની રીત
juvar ni rotli banavani rit | જુવાર ની રોટલી બનાવવાની રીત