
નમસ્તે મિત્રો આજે આપણે Mirchi ka kutta – મિર્ચી કા કૂટટા બનાવવાની રીત શીખીશું. આ ચટણી ને તમે રોટલી, પરોઠા કે રોટલા સાથે ખાઈ શકો છો. અને પ્રવાસ કે ટિફિન પણ લઈ જઈ શકો છો. તો રાજસ્થાની વાનગી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- મીડીયમ તીખા લીલા મરચા 150 ગ્રામ
- લસણ ની કણી 30- 35
- તેલ 3- 4 ચમચી
- રાઈ ½ ચમચી
- મેથી દાણા ¼ ચમચી
- વરિયાળી ½ ચમચી
- કલૌંજી ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- આદુ છીણેલું 1 ચમચી
- હળદર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Mirchi ka kutta banavani rit
મિર્ચી કા કૂટટા બનાવવા સૌપ્રથમ લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લેવા અને ચાકુથી દાડી વાળો ભાગ કાપી અલગ કરી બીજ અલગ કરી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. લસણ ની કણી પણ છોલી સાફ કરી લ્યો. હવે લીલા મરચા ને ખંડણી માં નાખી કૂટી લ્યો અથવા મિક્સર માં દરદરા પીસી લ્યો. ત્યાર બાદ લસણ ને પણ કૂટી લ્યો.
હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મેથી દાણા, કલૌંજી, વરિયાળી નાખી શેકી લ્યો . બધી સામગ્રી શેકાઈ જાય એટલે હિંગ નાખી મિક્સ કરી એમાં કૂટી રાખેલ લસણ અને આદુ પેસ્ટ નાખી શેકી લ્યો લસણ અને આદુ શેકાઈ જાય એટલે એમાં કુટેલા લીલા મરચા નાખી શેકો. મરચા નું પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
મરચા શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડી મજા લ્યો. તો તૈયાર છે લીલા મરચાની ચટણી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mirchi ka kutta banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 150 ગ્રામ મીડીયમ તીખા લીલા મરચા
- 30- 35 લસણ ની કણી
- 3- 4 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી મેથી દાણા
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી કલૌંજી
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી આદુ છીણેલું
- ¼ ચમચી હળદર
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Mirchi ka kutta banavani rit
- મિર્ચી કા કૂટટા બનાવવા સૌપ્રથમ લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લેવા અને ચાકુથી દાડી વાળો ભાગ કાપી અલગ કરી બીજ અલગ કરી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. લસણ ની કણી પણ છોલી સાફ કરી લ્યો. હવે લીલા મરચા ને ખંડણી માં નાખી કૂટી લ્યો અથવા મિક્સર માં દરદરા પીસી લ્યો. ત્યાર બાદ લસણ ને પણ કૂટી લ્યો.
- હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મેથી દાણા, કલૌંજી, વરિયાળી નાખી શેકી લ્યો . બધી સામગ્રી શેકાઈ જાય એટલે હિંગ નાખી મિક્સ કરી એમાં કૂટી રાખેલ લસણ અને આદુ પેસ્ટ નાખી શેકી લ્યો લસણ અને આદુ શેકાઈ જાય એટલે એમાં કુટેલા લીલા મરચા નાખી શેકો. મરચા નું પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મરચા શેકાઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડી મજા લ્યો. તો તૈયાર છે લીલા મરચાની ચટણી.
Notes
- જો તમને તીખાશ પસંદ હોય તો તીખા મરચા વાપરવા નહીંતર મોરા મરચા પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Pita Bread banavani recipe | પીટા બ્રેડ બનાવવાની રેસીપી
Pudina Aloo banavani recipe | ફુદીના આલું બનાવવાની રેસીપી
Shingoda aalu nu shaak banavani rit | શિંગોડા આલું નું શાક બનાવવાની રીત
Mitha dahithara | મીઠા દહીંથરા બનાવવાની રીત
Fudina rice banavani rit | ફુદીના રાઈસ બનાવવાની રીત