
આપણે રેગ્યુલર ફાડા માંથી તો ઘણી વખત દલિયા બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે પાંચ છ કઠોળ, દાળ અને અનાજ ને મિક્સ કરી એમાંથી દલિયો બનાવશું જે સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી પણ બને છે સાથે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે એટલે ગરમી માં કલાકો રસોડા માં પણ નહી રહેવું પડે. તો એક વખત આ રીતે દલિયો બનાવી ખાસો તો વારંવાર બનાવશો તો ચાલો Multi grain Dalia – મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- જુવાર 4 ચમચી
- બજારો 4 ચમચી
- અડદ દાળ 4 ચમચી
- ચણા દાળ 4 ચમચી
- તુવર દાળ 4 ચમચી
- ઓટ્સ 4 ચમચી
- ચોખા 4 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ મરચા અને લસણી પેસ્ટ 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- ઝીણા સમારેલા ગાજર ¼ કપ
- સુધારેલ ફણસી ⅛ કપ
- વટાણા ¼ કપ
- તેલ 3- 4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 2 કપ
Multi grain Dalia banavani rit
મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવા ગેસ પર એક કડાઈમાં જુવાર, બજારો, અડદ દાળ, ચણા દાળ, તુવર દાળ, ચોખા અને ઓટ્સ ને ધીમા તાપે પા ચમચી હળદર અને જરૂર મુજબ મીઠું નાખી શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ ને થોડી ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી થોડી ઠંડી કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં દર્દરી પીસી લઈ એક બાજુ મૂકો.
હવે ગેસ કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખીને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ગાજર, ફણસી, વટાણા નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો.
સાત મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ દલિયા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ફુલ તાપે ઉકાળવા લાગે ત્યાં સુંધી ચડાવો. ઉકળવા લાગે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયો.
દસ મિનિટ પછી ફરી એક વખત દલિયા ને મિક્સ કરી લ્યો અને ચેક કરી લ્યો કે ચડી ગયો કે નહીં નહીંતર બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. દલિયો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મલ્ટી ગ્રેઇન દલિયા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવાની રીત

Multi grain Dalia banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 4 ચમચી જુવાર
- 4 ચમચી બજારો
- 4 ચમચી અડદ દાળ
- 4 ચમચી ચણા દાળ
- 4 ચમચી તુવર દાળ
- 4 ચમચી ઓટ્સ
- 4 ચમચી ચોખા
- 1 ચમચી જીરું
- 2 ચમચી આદુ મરચા અને લસણી પેસ્ટ
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ ઝીણા સમારેલા ગાજર
- ⅛ કપ સુધારેલ ફણસી
- ¼ કપ વટાણા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 2 કપ પાણી
Instructions
Multi grain Dalia banavani rit
- મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવા ગેસ પર એક કડાઈમાં જુવાર, બજારો, અડદ દાળ, ચણા દાળ, તુવર દાળ, ચોખા અને ઓટ્સ ને ધીમા તાપે પા ચમચી હળદર અને જરૂર મુજબ મીઠું નાખી શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ ને થોડી ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી થોડી ઠંડી કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં દર્દરી પીસી લઈ એક બાજુ મૂકો.
- હવે ગેસ કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખીને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ગાજર, ફણસી, વટાણા નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો.
- સાત મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ દલિયા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ફુલ તાપે ઉકાળવા લાગે ત્યાં સુંધી ચડાવો. ઉકળવા લાગે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયો.
- દસ મિનિટ પછી ફરી એક વખત દલિયા ને મિક્સ કરી લ્યો અને ચેક કરી લ્યો કે ચડી ગયો કે નહીં નહીંતર બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. દલિયો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મલ્ટી ગ્રેઇન દલિયા.
Notes
- પાણી ની માત્રા થોડી વધુ ઓછી લાગી શકે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kachi mango daal banavani recipe | કાચી મેંગો દાળ બનાવવાની રેસીપી
Jiru bhakhri ane methi bhakhri | જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી
Tameta varo thecho | ટમેટા વાળો ઠેંચો
Kantola nu bharelu shaak recipe | કંટોલા નું ભરેલું શાક
Mirchi dhokla banavani rit | મિર્ચી ઢોકળા બનાવવાની રીત