આ ચિક્કી ને તમે એક વખત બનાવી વ્રત ઉપવાસ તેમજ એમજ પણ પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. આજ આપણે આ ચિક્કી ને ખાંડ માંથી બનાવતા શીખીશું. તો ચાલો આપણે Panchmeva chikki – પંચમેવા ચીક્કી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સીંગદાણા 1 કપ
- કાજુ ¼ કપ
- બદામ ¼ કપ
- પિસ્તા 3- 4 ચમચી
- સૂકા નારિયળ ની નાની નાની સ્લાઈસ ½ કપ
- ઘી 1- 2 ચમચી
- ખાંડ 1 કપ
- પાણી ½ કપ
Panchmeva chikki banavani recipe
પંચમેવા ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સીંગદાણા લઈ મિડીયમ તાપે હલાવતા રહી શેકી. સીંગદાણા બરોબર શેકાઈ ને ફોતરા અલગ થવા લાગે એટલે એક થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો. હવે એજ ગરમ કડાઈ માં એક બે ચમચી ઘી નાખી એમાં કાજુ નાખી કાજુ ને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી એક બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક થાળી માં અડધી ચમચી ઘી લગાવી એક બાજુ મૂકો.
હવે એજ ઘી માં બદામ નાખી બદામ ને પણ શેકી કાજુ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા નાખી એને પણ શેકી કાજુ બદામ સાથે કાઢી લ્યો. ત્યાર બાદ નારિયળ ન કટકા નાખી એને થોડા શેકી બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી સામગ્રી ને બરોબર શેકી લેવી. ત્યાર બાદ શેકેલ સીંગદાણા ને હાથ થી મસળી ફોતરા અલગ કરી સાફ કરી લ્યો. હવે બધી શેકેલ સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં પાતળું ફેલાવી લ્યો. આમ બે ત્રણ થાળી માં ઘી લગાવી શેકેલ સામગ્રી ને ફેલાવી એક બાજુ મૂકો.
હવે આજે ઘી વાળી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરો. ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે હલાવતા રહી બે ચાર મિનિટ પછી એક બે ટીપાં વાટકા મૂકી થોડા ઠંડા થાય તો દબાવી ચેક કરો જો તૂટી જાય તો ચાસણી થઈ ગઈ છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને ફરી ચેક કરી લ્યો. ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો.
તૈયાર ચાસણી ને ચમચાથી ઝડપથી ડ્રાયફ્રૂટ વાળી થાળી માં બે ત્રણ ચમચા નાખો આમ બધી થાળી માં તૈયાર ચાસણી નાખી બધી થાળી ને એકાદ વાર થપથપાવી લ્યો અને સેટ થવા દયો. ચિક્કી એકાદ કલાક માં સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી હાથ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પંચમેવા ચીક્કી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પંચમેવા ચીક્કી બનાવવાની રેસીપી

Panchmeva chikki banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ સીંગદાણા
- ¼ કપ કાજુ
- ¼ કપ બદામ
- 3- 4 ચમચી પિસ્તા
- ½ કપ સૂકા નારિયળ ની નાની નાની સ્લાઈસ
- 1- 2 ચમચી ઘી
- 1 કપ ખાંડ
- ½ કપ પાણી
Instructions
Panchmeva chikki banavani recipe
- પંચમેવા ચીક્કી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સીંગદાણા લઈ મિડીયમ તાપે હલાવતા રહી શેકી. સીંગદાણા બરોબર શેકાઈ ને ફોતરા અલગ થવા લાગે એટલે એક થાળી માં કાઢી ઠંડા કરવા મૂકો. હવે એજ ગરમ કડાઈ માં એક બે ચમચી ઘી નાખી એમાં કાજુ નાખી કાજુ ને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી એક બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક થાળી માં અડધી ચમચી ઘી લગાવી એક બાજુ મૂકો.
- હવે એજ ઘી માં બદામ નાખી બદામ ને પણ શેકી કાજુ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા નાખી એને પણ શેકી કાજુ બદામ સાથે કાઢી લ્યો. ત્યાર બાદ નારિયળ ન કટકા નાખી એને થોડા શેકી બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી સામગ્રી ને બરોબર શેકી લેવી. ત્યાર બાદ શેકેલ સીંગદાણા ને હાથ થી મસળી ફોતરા અલગ કરી સાફ કરી લ્યો. હવે બધી શેકેલ સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં પાતળું ફેલાવી લ્યો. આમ બે ત્રણ થાળી માં ઘી લગાવી શેકેલ સામગ્રી ને ફેલાવી એક બાજુ મૂકો.
- હવે આજે ઘી વાળી કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરો. ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે હલાવતા રહી બે ચાર મિનિટ પછી એક બે ટીપાં વાટકા મૂકી થોડા ઠંડા થાય તો દબાવી ચેક કરો જો તૂટી જાય તો ચાસણી થઈ ગઈ છે નહિતર બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને ફરી ચેક કરી લ્યો. ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દયો.
- તૈયાર ચાસણી ને ચમચાથી ઝડપથી ડ્રાયફ્રૂટ વાળી થાળી માં બે ત્રણ ચમચા નાખો આમ બધી થાળી માં તૈયાર ચાસણી નાખી બધી થાળી ને એકાદ વાર થપથપાવી લ્યો અને સેટ થવા દયો. ચિક્કી એકાદ કલાક માં સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી હાથ થી કટકા કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પંચમેવા ચીક્કી.
Notes
- ચાસણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જો પાક કાચો રહી જશે તો ચિક્કી દાંત માં ચોંટશે અને જો પાક આકરો થઈ જશે તો ચિક્કી નો સ્વાદ બગાડી દેશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Donuts banavani rit | ડોનટ બનાવવાની રીત
Banana Oats Muffins recipe | બનાના ઓટ્સ મફીન્સ બનાવવાની રીત
chocolate fudge banavani rit | ચોકલેટ ફઝ બનાવવાની રીત
Rajasthani churma banavani rit | રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત
mathura na penda banavani rit | મથુરા ના પેંડા બનાવવાની રીત
meethi boondi banavani rit | મીઠી બુંદી બનાવવાની રીત