અત્યાર સુંધી આપણે પૌવા માંથી વિવિધ ખારી , મીઠી વાનગીઓ બનાવી છે જે બધાને ખુબ પસંદ આવી છે આજે પણ આપણે એક બધાને પસંદ આવે એવી Pauva namkin puri – પૌવા નમકીન પૂરી ની રેસીપી લઇ આવ્યા છીએ જે પૌવા માંથી બનાવશું અને એક વખત બનાવ્યા પછી લાંબો સમય સુંધી એની મજા લઇ શાખીશું.
INGREDIENTS
- પૌવા 1 કપ
- તેલ 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- કાળા તલ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ચીલી ફ્લેક્ષ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- બેસન ½ કપ
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ પાણી જરૂર મુજબ
Pauva namkin puri banavani rit
પૌવા નમકીન પૂરી બનાવવા સૌથી પહેલા જાડા પૌવાને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચારણીમાં નાખી વધારાનું પાણી નીતારી લ્યો ત્યાર બાદ એક વાસણ માં કાઢી એના પર એક બે ચમચી પાણી છાંટી એક બાજુ મુકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું, કાળા તલ, હિંગ, ચીલી ફ્લેક્ષ, હળદર નાખી બધી સામગ્રી ને શેકી લ્યો,
ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને એને હલાવતા રહી મસાલા સાથે પાંચ સાત મિનીટ શેકી લ્યો બેસન ની કચાસ દુર થાય અને બેસન શેકાવા ની સુંગંધ આવવા લાગે એટલે એમાં ગરમ મસાલો નાખી ને બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણ માં કાઢી લઇ ઠંડું થવા દયો.
ત્યાર બાદ પલાળેલા પૌવાને હાથ થી મસળી મસળી મેસ કરી લ્યો અને જરૂર લાગે તો એકાદ ચમચી પાણી નાખી મિક્સ કરી લેવું ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર કરેલ બેસન વાળું મિશ્રણ અએમાં નાખી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખવું.
લોટ બાંધવા માટે જરૂર લાગે તો પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઈઝની પૂરી બનાવવી હોય એ સીજ ના લુવા કરી લેવા અને એક એક લુવા ને હથેળી વચ્ચે ફેરવી દબાવી ચપટી કરી પૂરી બનાવી લ્યો આમ બધી જ પૂરી બનાવતા જઈ પ્લેટ માં મુક્તા જાઓ.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક એક પૂરી નાખો અને પૂરી ઉપર આવે એટલે ગેસ ધીમો કરી લ્યો અને બને બાજુ ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો આમ બધી પૂરી ને તારી લ્યો અને ચારણીમાં કાઢી લઇ ઠંડી થવા દયો પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ચા, દુધ અથવા ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા નમકીન પૂરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પૌવા નમકીન પૂરી બનાવવાની રીત

Pauva namkin puri banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્ક્ષ્રર
Ingredients
- 1 કપ પૌવા
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ચમચી કાળા તલ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ચીલી ફ્લેક્ષ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ કપ બેસન
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Pauva namkin puri banavani rit
- પૌવા નમકીન પૂરી બનાવવા સૌથી પહેલા જાડા પૌવાને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ચારણીમાં નાખી વધારાનું પાણી નીતારી લ્યો ત્યાર બાદ એક વાસણ માં કાઢી એના પર એક બે ચમચી પાણી છાંટી એક બાજુ મુકો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું, કાળા તલ, હિંગ,
- ચીલી ફ્લેક્ષ, હળદર નાખી બધી સામગ્રી ને શેકી લ્યો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને એને હલાવતા રહી મસાલા સાથે પાંચ સાત મિનીટ શેકી લ્યો બેસન ની કચાસ દુર થાય અને બેસન શેકાવા ની સુંગંધ આવવા લાગે એટલે એમાં ગરમ મસાલો નાખી ને બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણ માં કાઢી લઇ ઠંડું થવા દયો.
- ત્યાર બાદ પલાળેલા પૌવાને હાથ થી મસળી મસળી મેસ કરી લ્યો અને જરૂર લાગે તો એકાદ ચમચી પાણી નાખી મિક્સ કરી લેવું ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર કરેલ બેસન વાળું મિશ્રણ અએમાં નાખી હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખવું.
- ત્યાર બાદ લોટ બાંધવા માટે જરૂર લાગે તો પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઈઝની પૂરી બનાવવી હોય એ સીજ ના લુવા કરી લેવા અને એક એક લુવા ને હથેળી વચ્ચે ફેરવી દબાવી ચપટી કરી પૂરી બનાવી લ્યો આમ બધી જ પૂરી બનાવતા જઈ પ્લેટ માં મુક્તા જાઓ.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં એક એક પૂરી નાખો અને પૂરી ઉપર આવે એટલે ગેસ ધીમો કરી લ્યો અને બને બાજુ ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો આમ બધી પૂરી ને તારી લ્યો અને ચારણીમાં કાઢી લઇ ઠંડી થવા દયો પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ચા, દુધ અથવા ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા નમકીન પૂરી.
Notes
- અહી તીખાસ તમારા ઘરમાં ખવાતી હોય એ મુજબ વધુ ઓછી કરી શકો છો, અને બાળકો માટે બનાવતા હો તો ગરમ મસાલો અને ચીલી ફ્લેક્ષ ઓછા અથવા ન નાખો તો પણ ચાલે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Vada Ussal banavani rit | વડા ઉસળ બનાવવાની રીત
Paneer kurkure banavani recipe | પનીર કુરકુરે
chokha na lot ni full chakri banavni rit | ચોખાના લોટ ની ફૂલકચરી
Ghau na lot ni masala papdi recipe | ઘઉંના લોટની મસાલા પાપડી
Garlic Laccha Parotha recipe | ગાર્લિક લચ્છા પરોઠા
Bacheli rotli na samosa | બચેલી રોટલી ના સમોસા
