નમસ્તે મિત્રો આજે આપણે Pav batata – પાઉં બટાકા બનાવવાની રીત શીખીશું. પાઉં બટાકા એ નવસારી બાજુની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે સવાર કે સાંજ ન નાસ્તામાં અથવા તો નાની મોટી પાર્ટી માં બનાવી શકો છો. તો ચાલો શીખીએ.
INGREDIENTS
- બાફેલા બટાકા 4- 5
- તેલ 4- 5 ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- હિંગ ¼ ચમચી
- લસણની પેસ્ટ 1- 2 ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- ઝીણા સુધારેલા લીલા મરચા 1- 2
- હળદર ¼ ચમચી
- સૂકા આખા ધાણા 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
- લીલી ચટણી 1- 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- જીરું ½ ચમચી
- લસણ ની કણી 5- 7
- લીલા મરચાં 2- 3
- સંચળ ½ ચમચી
- લીંબુનો રસ 1- 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
સર્વિંગ માટેની સામગ્રી
- પાઉં
- ઝીણી સુધારેલ ડુંગળી
- તારેલ લીલા મરચા
- લીલી ચટણી
Pav batata banavani rit
પાઉં બટાકા બનાવવા સૌથી પહેલા આપણે બટાકા ને કુકરમાં બાફી લેશું. બટાકા બફાય ત્યાં સુંધી માં મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, લસણ ની કણી, જીરું, સંચળ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી ચટણી પીસી લ્યો. ચટણી પીસવા જરૂર લાગે તો પાણી નાખવું ને સ્મૂથ ચટણી પીસી લ્યો..
બટાકા બાફી લીધા બાદ એને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , મીઠા લીમડા ના પાંદ, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકી લીધા બાદ એમાં લીલા મરચાં સુધારેલ અને આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો.
ત્યાર બાદ એમાં હળદર, સૂકા આખા ધાણા ને થોડા કૂટી ને નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલા બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. બટાકા ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં એક થી બે કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો.
પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં લીલી ચટણી, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો, ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ( જો શાક ઘટ્ટ લાગે તો થોડું પાણી નાખવુ) શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ગેસ પર તવી માં ઘી લગાવી એમાં પાઉં ને શેકી લ્યો. હવે તૈયાર શાક ને ચટણી, ડુંગળી, તારેલ લીલા મરચા અને પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે પાઉં બટાકા
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાઉં બટાકા બનાવવાની રીત

Pav batata banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તવી
- 1 કૂકર
Ingredients
- 4- 5 બાફેલા બટાકા
- 4- 5 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 5- 7 મીઠા લીમડા ના પાંદ
- ¼ ચમચી હિંગ
- 1- 2 ચમચી લસણની પેસ્ટ
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 1- 2 ઝીણા સુધારેલા લીલા મરચા
- ¼ ચમચી હળદર
- 1 ચમચી સૂકા આખા ધાણા
- 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1- 2 ચમચી લીલી ચટણી
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 5- 7 લસણ ની કણી
- 2- 3 લીલા મરચાં
- ½ ચમચી જીરું
- ½ ચમચી સંચળ
- 1- 2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
સર્વિંગ માટેની સામગ્રી
- પાઉં
- ઝીણી સુધારેલ ડુંગળી
- તારેલ લીલા મરચા
- લીલી ચટણી
Instructions
Pav batata banavani rit
- પાઉં બટાકા બનાવવા સૌથી પહેલા આપણે બટાકા ને કુકરમાં બાફી લેશું. બટાકા બફાય ત્યાં સુંધી માં મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા, લસણ ની કણી, જીરું, સંચળ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી ચટણી પીસી લ્યો. ચટણી પીસવા જરૂર લાગે તો પાણી નાખવું ને સ્મૂથ ચટણી પીસી લ્યો..
- બટાકા બાફી લીધા બાદ એને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ , મીઠા લીમડા ના પાંદ, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકી લીધા બાદ એમાં લીલા મરચાં સુધારેલ અને આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો.
- ત્યાર બાદ એમાં હળદર, સૂકા આખા ધાણા ને થોડા કૂટી ને નાખો અને સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલા બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. બટાકા ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં એક થી બે કપ પાણી નાખી મિક્સ કરી પાણી ને ઉકાળવા દ્યો. પાણી ઉકાળવા લાગે એટલે ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો.
- પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં લીલી ચટણી, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો, ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. ( જો શાક ઘટ્ટ લાગે તો થોડું પાણી નાખવુ) શાક બરોબર ચળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ગેસ પર તવી માં ઘી લગાવી એમાં પાઉં ને શેકી લ્યો. હવે તૈયાર શાક ને ચટણી, ડુંગળી, તારેલ લીલા મરચા અને પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે પાઉં બટાકા
Notes
- જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લીલા મરચા તીખા વાપરવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Dahitri banavani rit | દહિત્રી બનાવવાની રીત
Coconut rice banavani rit | કોકોનટ રાઈસ
pan kobi batata nu shaak banavani rit | કોબીજ બટાકા વટાણા નું શાક
Fansi bateta nu shaak banavani rit | ફણસી બટાકા નું શાક બનાવવાની રીત
dum aloo recipe in gujarati | દમ આલુ