
જ્યારે પણ રોટલી બચે ત્યારે એમાંથી દરેક વખતે શું બનાવું એ વિચારીએ છીએ અને અત્યાર સુંધી આપણે એમાંથી ઘણી વાનગી બનાવી છે પણ આજ આપણે એમાંથી નાના મોટા બધા ને પસંદ આવે એવા પુડલા બનાવતા શીખીશું. તો ચાલો Pudla roti – પુડલા રોટી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બેસન 2 કપ
- ઝીણું સમારેલ ટમેટા 1
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ઝીણા સમારેલા કેપ્સીકમ ¼ કપ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- છાસ 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- બચેલી રોટલી 8- 10
- લીલી ચટણી જરૂર મુજબ
- ટમેટા સોસ જરૂર મુજબ
- માયોનિઝ જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- ચીઝ સ્લાઈસ
- લાંબી સુધારેલ પાનકોબી જરૂર મુજબ
Pudla roti banavani recipe
પુડલા રોટી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, હળદર, મરી પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડી થોડી છાસ નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો અને હવે ગેસ ચાલુ કરી એના પર ટીવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો એમાં ઘી લગાવી બચેલી રોટલી મૂકો એના પર તૈયાર કરેલ બેસન ના મિશ્રણ ની બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એના પર તેલ કે ઘી લગાવી ઉથલાવી લ્યો.
બીજી બાજુ થી બેસન બરોબર ચડી જાય અને ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો ઉતારેલ પુડલા રોટી પર લીલી ચમચી, ટમેટા સોસ, માયોનિઝ નાખી ફેલાવી એના પર અડધ ભાગ માં ચીઝ સ્લાઈસ મૂકો એના પર પાનકોબી સુધારેલ મૂકી એના પર ચાર્ટ મસાલો છાંટી ને ફોલ્ડ કરી કાપી લ્યો અને સર્વ કરો. આમ બધી રોટલી માંથી પુડલા બનાવી લ્યો અને બધી સામગ્રી મૂકી મજા લ્યો. તો તૈયાર છે પુડલા રોટી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પુડલા રોટી બનાવવાની રેસીપી

Pudla roti banavani recipe
Equipment
- 1 તપેલી
- 1 તવી
Ingredients
- 2 કપ બેસન
- 1 ઝીણું સમારેલ ટમેટા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી મરી પાઉડર
- 1 કપ છાસ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
- 8-10 બચેલી રોટલી
- લીલી ચટણી જરૂર મુજબ
- ટમેટા સોસ જરૂર મુજબ
- માયોનિઝ જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- ચીઝ સ્લાઈસ
- લાંબી સુધારેલ પાનકોબી જરૂર મુજબ
Instructions
Pudla roti banavani recipe
- પુડલા રોટી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, હળદર, મરી પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડી થોડી છાસ નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
- તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો અને હવે ગેસ ચાલુ કરી એના પર ટીવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો એમાં ઘી લગાવી બચેલી રોટલી મૂકો એના પર તૈયાર કરેલ બેસન ના મિશ્રણ ની બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એના પર તેલ કે ઘી લગાવી ઉથલાવી લ્યો.
- બીજી બાજુ થી બેસન બરોબર ચડી જાય અને ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો ઉતારેલ પુડલા રોટી પર લીલી ચમચી, ટમેટા સોસ, માયોનિઝ નાખી ફેલાવી એના પર અડધ ભાગ માં ચીઝ સ્લાઈસ મૂકો એના પર પાનકોબી સુધારેલ મૂકી એના પર ચાર્ટ મસાલો છાંટી ને ફોલ્ડ કરી કાપી લ્યો અને સર્વ કરો. આમ બધી રોટલી માંથી પુડલા બનાવી લ્યો અને બધી સામગ્રી મૂકી મજા લ્યો. તો તૈયાર છે પુડલા રોટી.
Notes
- બેસન નું મિશ્રણ ન ઘણું ઘટ્ટ ન ઘણું પાતળું એટલે કે મીડીયમ રાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Paneer kurkure banavani recipe | પનીર કુરકુરે બનાવવાની રેસીપી
Ghau na lot ni masala papdi recipe | ઘઉંના લોટની મસાલા પાપડી રેસીપી
Besan Toast banavani rit | બેસન ટોસ્ટ બનાવવાની રીત
Extra crispy onion tomato sandwich | એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ