ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક ગુજરાતી ઘરમાં અથાણાં બનાવવાની ધમધમાટ શરૂ થઈ જાય છે. અથાણાંની આ યાદીમાં Rai wala Marcha (રાઈવાળા મરચા) સૌથી આગળ હોય છે. આ મરચા તમે એક વખત બનાવશો તો વારમ વાર બનાવશો અને એક રોટલી ની જગ્યાએ બે રોટલી ખાઈ જાસો એટલા સ્વાદીસ્ટ બને છે. બનાવવા ખુબ જ સરળ છે.
આ મરચા સુરેન્દ્રનગર બાજુ ખુબ મળે છે અને લોકો ખાસ આ મરચા નું અથાણું બનાવી બાર મહિના સુંધી મજા લેતા હોય છે. જો અમુક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે, તો આ રાઈવાળા મરચાં 1 વર્ષ સુધી બિલકુલ બગડતા નથી. ચાલો જોઈએ વરસે ભરવા માટે રાઈવાળા મરચાં બનાવવાની રીત.
Table of contents
રાઈવાળા મરચા બનાવવા જરૂરી સમગ્રી
- વઢવાણી મરચા 1 કિલો
- હળદર 2 ચમચી
- રાઈ ના કુરિયા ½ ચમચી
- ધાણા ના કુરિયા 4 ચમચી
- મેથી ના કુરિયા 2 ચમચી
- કાચી વરીયાળી 2 ચમચી
- તેલ ½ કપ
- હિંગ ¼ ચમચી
- મીઠું 5-6 ચમચી
- લીંબુનો રસ 6-7
- લીંબુ 3-4 ના ચાર થી છ કટકા કરી બીજ અલગ બીજ અલગ કરેલ
Rai wala Marcha banavani rit
રાઈવાળા મરચા બનાવવા સૌથી પહેલા વઢવાણી મરચા ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા પર નાખી લુછી કોરા કરી લ્યો હવે એક એક મરચા માં ચાકુથી લાંબો ઉભો ચીરો કરી લ્યો અને ડાળી ને અડધી કાપી નાખો આમ બધા જ મરચા માં કાપા કરી તૈયાર કરી લ્યો ત્યાર બાદ એક વાટકામાં હળદર અને મીઠું લઇ બરોબર મિક્સ કરી કાપા કરેલ મરચામાં કાપા ની અંદર હળદર મરચા વાળું મિશ્રણ એક એક ચપટી લગાવતા જાઓ. આમ બધા મરચા ને હળદર મીઠું લગાવી દયો. અને બાકી રહેલ હળદર મીઠા ને મરચા પર નાખી મિક્સ કરી ઢાંકી ત્રણ ચાર કલાક એક બાજુ મુકો.
દરેક કલાક મરચાને મિક્સ કરતા રહેવું. ચાર કલાક પછી મરચા ને ચારણી માં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો. મરચા નીતારી જાય એટલે એક સાફ કોરા કપડા પર એક એક મરચા ને મૂકી પંખા નીચે બે ત્રણ કલાક પંખા નીચે સુકવી લ્યો. મરચા સુકાય ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં દોઢ ચમચી મીઠું નાખી હલાવી શેકી લ્યો. મીઠું શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ ગરમ કડાઈમાં મેથી ના કુરિય અને ધાણા ના કુરિય નાખી બે ત્રણ મિનીટ શેકી લ્યો. અને શેકાયેલ મસાલા માં વરીયાળી નાખી એને પણ શેકી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં રાઈના કુરિય નાખી શેકી લ્યો અને રાઈ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી એજ ગરમ કડાઈમાં તેલ નાખી ફૂલ ગરમ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. હવે ઠંડા થયેલા બે ત્રણ ચમચી રાઈ ના કુરિયા, મેથીના કુરિયા, વરીયાળી અને ધાણા ના કુરિયા ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી પીસી લઇ મસાલો. હવે ગરમ તેલ નવશેકું રહે એટલે એમાં હિંગ, રાઈના કુરિયા, પીસેલા કુરિયા, હળદર સને શેકેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો. હવે મસાલા ને ઠંડું કરી લ્યો.
હવે મરચા નું પાણી સુકાઈ ગયું હોય અને મસાલો પણ ઠંડો થઇ જાય એટલે એક સાફ કોરા મોટી તપેલી લ્યો. હવે એક મરચાને લઇ હાથ થી ચીરા વાળા ભાગમાં તૈયાર કરેલ મસાલો અડધી ચમચી નાખી પેક કરી બરણીમાં મુકો આમ એક એક મરચાને ભરી બરણી માં મુક્ત જાઓ અને વચ્ચે લીંબુ ના કાટકા ને મસાલા માં કોટ કરી મુક્ત જાઓ. ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને એક દિવસ માટે એક બાજુ મુકો અને દિવસ માં બે વખત હલાવતા રહો. એક દિવસ પછી તૈયાર મરચાને બરણીમાં ભરી ફ્રીઝમાં મૂકી મજા લ્યો. તો તૈયાર છે રાઈ વાળા વઢવાણી મરચા.
Rai wala Marcha Recipe notes
- જો વઢવાણી મરચા ના મળે તો તમે રેગ્યુલર પાતળી છાલ વાળા મરચા માંથી પણ આ મરચા બનાવી શકો છો.
રાઈવાળા મરચા બનાવવાની રીત

Rai wala Marcha Recipe in Gujarati | રાઈવાળા મરચા
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 મોટી તપેલી
Ingredients
રાઈવાળા મરચા બનાવવા જરૂરી સમગ્રી
- 1 કિલો વઢવાણી મરચા
- 2 ચમચી હળદર
- ½ ચમચી રાઈ ના કુરિયા
- 4 ચમચી ધાણા ના કુરિયા
- 2 ચમચી મેથી ના કુરિયા
- 2 ચમચી કાચી વરીયાળી
- ½ તેલ
- ¼ ચમચી હિંગ
- 5-6 ચમચી મીઠું
- 6-7 લીંબુનો રસ
- 3-4 લીંબુ ના ચાર થી છ કટકા કરી બીજ અલગ બીજ અલગ કરેલ
Instructions
Rai wala Marcha banavani rit
- રાઈવાળા મરચા બનાવવા સૌથી પહેલા વઢવાણી મરચા ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા પર નાખી લુછી કોરા કરી લ્યો હવે એક એક મરચા માં ચાકુથી લાંબો ઉભો ચીરો કરી લ્યો અને ડાળી ને અડધી કાપી નાખો આમ બધા જ મરચા માં કાપા કરી તૈયાર કરી લ્યો ત્યાર બાદ એક વાટકામાં હળદર અને મીઠું લઇ બરોબર મિક્સ કરી કાપા કરેલ મરચામાં કાપા ની અંદર હળદર મરચા વાળું મિશ્રણ એક એક ચપટી લગાવતા જાઓ. આમ બધા મરચા ને હળદર મીઠું લગાવી દયો. અને બાકી રહેલ હળદર મીઠા ને મરચા પર નાખી મિક્સ કરી ઢાંકી ત્રણ ચાર કલાક એક બાજુ મુકો.
- દરેક કલાક મરચાને મિક્સ કરતા રહેવું. ચાર કલાક પછી મરચા ને ચારણી માં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો. મરચા નીતારી જાય એટલે એક સાફ કોરા કપડા પર એક એક મરચા ને મૂકી પંખા નીચે બે ત્રણ કલાક પંખા નીચે સુકવી લ્યો. મરચા સુકાય ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં દોઢ ચમચી મીઠું નાખી હલાવી શેકી લ્યો. મીઠું શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ ગરમ કડાઈમાં મેથી ના કુરિય અને ધાણા ના કુરિય નાખી બે ત્રણ મિનીટ શેકી લ્યો. અને શેકાયેલ મસાલા માં વરીયાળી નાખી એને પણ શેકી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈમાં રાઈના કુરિય નાખી શેકી લ્યો અને રાઈ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી એજ ગરમ કડાઈમાં તેલ નાખી ફૂલ ગરમ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. હવે ઠંડા થયેલા બે ત્રણ ચમચી રાઈ ના કુરિયા, મેથીના કુરિયા, વરીયાળી અને ધાણા ના કુરિયા ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી પીસી લઇ મસાલો. હવે ગરમ તેલ નવશેકું રહે એટલે એમાં હિંગ, રાઈના કુરિયા, પીસેલા કુરિયા, હળદર સને શેકેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો. હવે મસાલા ને ઠંડું કરી લ્યો.
- હવે મરચા નું પાણી સુકાઈ ગયું હોય અને મસાલો પણ ઠંડો થઇ જાય એટલે એક સાફ કોરા મોટી તપેલી લ્યો. હવે એક મરચાને લઇ હાથ થી ચીરા વાળા ભાગમાં તૈયાર કરેલ મસાલો અડધી ચમચી નાખી પેક કરી બરણીમાં મુકો આમ એક એક મરચાને ભરી બરણી માં મુક્ત જાઓ અને વચ્ચે લીંબુ ના કાટકા ને મસાલા માં કોટ કરી મુક્ત જાઓ. ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને એક દિવસ માટે એક બાજુ મુકો અને દિવસ માં બે વખત હલાવતા રહો. એક દિવસ પછી તૈયાર મરચાને બરણીમાં ભરી ફ્રીઝમાં મૂકી મજા લ્યો. તો તૈયાર છે રાઈ વાળા વઢવાણી મરચા.
Rai wala Marcha Recipe notes
- જો વઢવાણી મરચા ના મળે તો તમે રેગ્યુલર પાતળી છાલ વાળા મરચા માંથી પણ આ મરચા બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Peanut Bhindi Masala Recipe in Gujarati | પીનટ ભીંડી મસાલા
Tameta tambuli | ટમેટા તાંબુલી બનાવવાની રીત
Mix dry fruit athanu | મિક્ષ ડ્રાયફ્રૂટ અથાણું
Dahi vale aloo banavani rit | દહીં વાલે આલું બનાવવાની રીત
aam ras puri banavani rit | આમ રસ પુરી બનાવવાની રીત
Mirchi dhokla banavani rit | મિર્ચી ઢોકળા બનાવવાની રીત
