આ ચટણી ખૂબ જ પ્રખ્યાત છે ને રાજકોટ જતા દરેક વ્યક્તિ એક વખત ઘરે લઈ જ જતા હોય છે અને જે એક વખત લઈ જાય એ બીજી વખત ચોક્કસ મંગાવતા હોય છે. ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થતી આ ચટણી એક વખત ઘરે બનાવી જ શકાય તો ચાલો Rajkot ni famous chatni – રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- તીખા લીલા મરચા સુધારેલા 1 કપ
- પીસેલા સીંગદાણા પાઉડર 1 કપ
- લીંબુનો રસ 1- 2 ચમચી
- આદુનો ટુકડો 1 ઇંચ
- લીંબુના ફૂલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Rajkot ni famous chatni banavani rit
રાજકોટ ની ફેમસ ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણ ને પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા ધોઈ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને ત્યાર બાદ દાડી અલગ કરી નાના કટકા કરી લ્યો આમ બધી તૈયાર કરી લ્યો.
હવે મિક્સર જાર માં લીલા મરચા નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં આદુ ના કટકા કરી પીસી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત પીસી લ્યો,
ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા અને લીંબુનો રસ અને જરૂર મુજબ લીંબુના ફૂલ અને હળદર નાખી ફરી એક વખત પીસી લ્યો અને તૈયાર ચટણી ને જાર માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી.
Rajkot lili chatni recipe notes
- અહીં તમે તાજી તાજી જ ચટણી ખાવા ન હો તો લીંબુના ફૂલ નહીં નાખો તો પણ ચાલશે. લીંબુની માત્રા એ મુજબ વધુ ઓછી કરવું.
- ચટણી માં તમે મજા લેતી વખતે પાણી અથવા દહીં નાખી ને પાતળી કરી ને પણ ખાઈ શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રાજકોટ ની ફેમસ ચટણી બનાવવાની રીત

Rajkot ni famous chatni banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
- 1 કપ તીખા લીલા મરચા સુધારેલા
- 1 કપ પીસેલા સીંગદાણા પાઉડર
- 1- 2 ચમચી લીંબુનો રસ
- 1 ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી લીંબુના ફૂલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Rajkot ni famous chatni banavani rit
- રાજકોટ ની ફેમસ ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણ ને પીસી પાઉડર બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા ધોઈ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને ત્યાર બાદ દાડી અલગ કરી નાના કટકા કરી લ્યો આમ બધી તૈયાર કરી લ્યો.
- હવે મિક્સર જાર માં લીલા મરચા નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં આદુ ના કટકા કરી પીસી લ્યો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ફરી એક વખત પીસી લ્યો,
- ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા અને લીંબુનો રસ અને જરૂર મુજબ લીંબુના ફૂલ અને હળદર નાખી ફરી એક વખત પીસી લ્યો અને તૈયાર ચટણી ને જાર માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે રાજકોટ ની ફેમસ ચટણી.
Notes
- અહીં તમે તાજી તાજી જ ચટણી ખાવા ન હો તો લીંબુના ફૂલ નહીં નાખો તો પણ ચાલશે. લીંબુની માત્રા એ મુજબ વધુ ઓછી કરવું.
- ચટણી માં તમે મજા લેતી વખતે પાણી અથવા દહીં નાખી ને પાતળી કરી ને પણ ખાઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Aloo pav bhaji banavani recipe | આલુ પાઉંભાજી બનાવવાની રેસીપી
Pizza Sauce banavani rit | પીઝા સોસ બનાવવાની રીત
Cornflakes chevdo | કોર્નફ્લેક્સ ચેવડો
Chili Garlic Rotili recipe | ચીલી ગાર્લિક રોટલી
Damni Dhokla banavani rit | દામણી ઢોકળા