HomeDessert & Sweetsરામફળ નો શીરો બનાવવાની રીત | Ramfal no shiro Banavani rit

રામફળ નો શીરો બનાવવાની રીત | Ramfal no shiro Banavani rit

મિત્રો જેમ સીતા માતા ના નામ પરથી સીતાફળ તરીકે ઓળખાય છે એમ આ રામફળ ભગવાન રામ ના નામ પર થી પડેલ છે , If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube , સીતાફળ અને રામફળ બને વચ્ચે થોડો ઘણો ફરક પડે છે. જે સ્વાથ્ય માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો રામફળ નો શીરો બનાવવાની રીત – Ramfal no shiro Banavani rit શીખીએ.

રામફળ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • કાજુ 10-12
  • રામફળ નો પલ્પ ¼ કપ
  • બદામ 10-12
  • કીસમીસ 10-12
  • ઘી ¾ કપ
  • સોજી ¾ કપ
  • ગરમ દૂધ 3 કપ
  • ખાંડ ¾ કપ
  • કેસરના તાંતણા 15-20
  • એલચી પાઉડર ¼ ચમચી
  • જાયફળ નો પાઉડર ⅛ ચમચી
  • ચારવડી 1 ચમચી

રામફળ નો શીરો બનાવવાની રીત

રામફળ શીરો બનાવવા સૌપ્રથમ રામફળ પાકેલા લઈ લ્યો અને ઉપરથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો અને પલ્પ અલગ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ,  બદામ ના કટકા, કીસમીસ નાખી ને શેકી લ્યો.

કાજુ બદામ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક વાટકી માં કેસર ના તાંતણા નાખી એમાં ગરમ દૂધ નાખી એક બાજુ મૂકો.

હવે એજ કડાઈ માં બીજું ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

સોજી શેકાઈને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં થોડું થોડું ગરમ દૂધ નાખતા જઈ હલાવતા રહો અને બરોબર મિક્સ કરી લ્યો. બધું દૂધ નાખી દીધા બાદ સોજી ને બરોબર દૂધ સાથે બરોબર ચડાવી લ્યો.

સોજી ચડી જાય એટલે એમાં રામફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં બે ચમચી ઘી નાખો અને સાથે ખાંડ નાખી ને  બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ સાત મિનિટ શેકી લ્યો અને શીરો ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ત્યાર બાદ શીરો બરોબર શેકાઈ જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખો સાથે કેસર વાળું દૂધ, અને ચારવળી નાખી મિક્સ કરી લ્યો  અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રામફળ શીરો.

Ramfal shiro recipe notes

  • સોજી ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ ખડી સાકર કે મધ પણ વાપરી શકો છો.

Ramfal no shiro Banavani rit

Video Credit : Youtube/ Viraj Naik Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ramfal shiro recipe

રામફળ નો શીરો - Ramfal no shiro - રામફળ નો શીરો બનાવવાની રીત - Ramfal no shiro Banavani rit - Ramfal shiro recipe

રામફળ નો શીરો બનાવવાની રીત | Ramfal no shiro Banavani rit

મિત્રો જેમ સીતા માતા ના નામ પરથી સીતાફળ તરીકે ઓળખાયછે એમ આ રામફળ ભગવાન રામ ના નામ પર થી પડેલ છે સીતાફળ અને રામફળબને વચ્ચે થોડો ઘણો ફરક પડે છે. જે સ્વાથ્ય માટે પણ ઘણું ફાયદાકારકમાનવામાં આવે છે તો ચાલો રામફળ નો શીરો બનાવવાની રીત – Ramfal no shiro Banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રામફળ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 કાજુ
  • ¼ કપ રામફળ નો પલ્પ
  • 10-12 બદામ
  • 10-12 કીસમીસ
  • ¾ કપ ઘી
  • ¾ કપ સોજી
  • 3 કપ ગરમ દૂધ
  • ¾ કપ ખાંડ ¾ કપ
  • 15-20 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ચમચી જાયફળ નો પાઉડર
  • 1 ચમચી ચારવડી

Instructions

Ramfal shiro recipe

  • રામફળ શીરો બનાવવા સૌપ્રથમ રામફળ પાકેલા લઈ લ્યો અને ઉપરથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો અને પલ્પ અલગ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ,  બદામ ના કટકા, કીસમીસ નાખી ને શેકી લ્યો.
  • કાજુ બદામ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક વાટકી માં કેસર ના તાંતણા નાખી એમાં ગરમ દૂધ નાખી એક બાજુ મૂકો.
  • હવે એજ કડાઈ માં બીજું ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • સોજી શેકાઈને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં થોડું થોડું ગરમ દૂધ નાખતા જઈ હલાવતા રહો અને બરોબર મિક્સ કરી લ્યો. બધું દૂધ નાખી દીધા બાદ સોજી ને બરોબર દૂધ સાથે બરોબર ચડાવી લ્યો.
  • સોજી ચડી જાય એટલે એમાં રામફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં બે ચમચી ઘી નાખો અને સાથે ખાંડ નાખી ને  બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ સાતમિનિટ શેકી લ્યો અને શીરો ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ શીરો બરોબર શેકાઈ જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખો સાથે કેસર વાળું દૂધ, અને ચારવળી નાખી મિક્સ કરીલ્યો  અને ત્યાર બાદ ગેસબંધ કરી ગરમ ગરમ સર્વ કરો રામફળ શીરો.

Ramfal shiro recipe notes

  • સોજી ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • ખાંડની જગ્યાએ ખડી સાકર કે મધ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular