અત્યાર સુંધી આપણે અલગ અલગ ભગવાન ભોગ પ્રસાદી બનાવતા તો શીખ્યા પણ આજ આપણે આપણા બધાના પ્યારા કૃષ્ણ ની પ્યારી એવા રાધારાણી ને પસંદ હોય એવો ભોગ બનાવશું. રાધાષ્ટમી આવી રહી છે તો ચાલો આજ આપણે રાધાજી ના પ્રિય એવા માલપુવા બનાવતા શીખીએ. તો ચાલો Rasila malpuva – રસીલા માલપુવા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ઘઉંનો લોટ ¾ કપ
- સોજી ¼ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- વરિયાળી પાઉડર ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- દૂધ 1 ½ કપ
- ફ્રેશ મલાઈ 2- 3 ચમચી
- તરવા માટે ઘી / તેલ
- ડ્રાય ફ્રૂટ ની કતરણ જરૂર મુજબ
ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 1 કપ
- પાણી જરૂર મુજબ
- કેસર ના તાંતણા 8- 10
- ગુલાબ જળ 1 ચમચી
Rasila malpuva banavani recipe
રસીલા માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, એલચી પાઉડર, ખાંડ, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સવા કપ જેટલું દૂધ થોડું થોડું નાખતા જઈ મિક્સ કરતા જાઓ અને ગાંઠા ના રહે એમ મિક્સ કરતા જાઓ અને મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફેટેલી મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને એમાં એક કપ થી થોડું ઓછું પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને પાણીમાં ઓગળી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કેસર ના તાંતણા, ગુલાબ જળ નાખી મિક્સ કરી ચાસણી બને આંગળી વચ્ચે ફેરવવા થી ચિકાસ પડતી લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો . ચાસણી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.
હવે એક સપાટ તળિયા વાળી કડાઈમાં ઘી અથવા તેલ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુંધી માં લોટ ન મિશ્રણ માં બીજો પા કપ દૂધ નાખી મિશ્રણ ને બરોબર સ્મૂથ કરી લેશું. હવે ઘી મીડીયમ ગરમ થાય એટલે કડછી થી ઘી માં મિશ્રણ રેડી દેશું આમ થોડા થોડા અંતરે એક થી બે માલપુવા નાખી મીડિયમ તાપે બને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લેશું.
માલપુવા બને બાજુથી ગોલ્ડન થાય એટલે ઘી માંથી કાઢી ને તૈયાર કરેલ નવશેકી ચાસણીમાં નાખો અને એક મિનિટ ચાસણીમાં બોળી કાઢી લ્યો. આમ બધા જ માલપુવા તરી ચાસણીમાં બોળી લ્યો અને ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસીલા માલપુવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રસીલા માલપુવા બનાવવાની રેસીપી

Rasila malpuva banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- ¾ કપ ઘઉંનો લોટ
- ¼ કપ સોજી
- ¼ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી વરિયાળી પાઉડર
- 1 ચમચી ખાંડ
- 1 ½ કપ દૂધ
- 2-3 ચમચી ફ્રેશ મલાઈ
- તરવા માટે ઘી / તેલ
- ડ્રાય ફ્રૂટ ની કતરણ જરૂર મુજબ
ચાસણી માટેની સામગ્રી
- 1 કપ ખાંડ
- પાણી જરૂર મુજબ
- 8-10 કેસર ના તાંતણા
- 1 ચમચી ગુલાબ જળ
Instructions
Rasila malpuva banavani recipe
- રસીલા માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, એલચી પાઉડર, ખાંડ, વરિયાળી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સવા કપ જેટલું દૂધ થોડું થોડું નાખતા જઈ મિક્સ કરતા જાઓ અને ગાંઠા ના રહે એમ મિક્સ કરતા જાઓ અને મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફેટેલી મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં ખાંડ અને એમાં એક કપ થી થોડું ઓછું પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને પાણીમાં ઓગળી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કેસર ના તાંતણા, ગુલાબ જળ નાખી મિક્સ કરી ચાસણી બને આંગળી વચ્ચે ફેરવવા થી ચિકાસ પડતી લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો . ચાસણી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.
- હવે એક સપાટ તળિયા વાળી કડાઈમાં ઘી અથવા તેલ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુંધી માં લોટ ન મિશ્રણ માં બીજો પા કપ દૂધ નાખી મિશ્રણ ને બરોબર સ્મૂથ કરી લેશું. હવે ઘી મીડીયમ ગરમ થાય એટલે કડછી થી ઘી માં મિશ્રણ રેડી દેશું આમ થોડા થોડા અંતરે એક થી બે માલપુવા નાખી મીડિયમ તાપે બને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લેશું.
- માલપુવા બને બાજુથી ગોલ્ડન થાય એટલે ઘી માંથી કાઢી ને તૈયાર કરેલ નવશેકી ચાસણીમાં નાખો અને એક મિનિટ ચાસણીમાં બોળી કાઢી લ્યો. આમ બધા જ માલપુવા તરી ચાસણીમાં બોળી લ્યો અને ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે રસીલા માલપુવા.
Notes
- ચાસણીમાં કોઈ તાર નથી કરવાનો માત્ર ચિકાસ પડતી બનાવવાની છે.
- માલપુવા ને મીડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચળી જાય
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Rasmalai Modak banavani rit | રસમલાઈ મોદક બનાવવાની રીત
Healthy mayonnaise | હેલ્થી માયોનીઝ
Soji no dudh valo halvo | સોજી નો દૂધ વાળો હલવો
Mini mava kachori banavani rit | મીની માવા કચોરી
soji na ladoo banavani rit | સોજી ના લાડુ
sing ni barfi banavani rit | સિંગ ની બરફી