Home Nasta Safed chora no healthy nasto |  સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો

Safed chora no healthy nasto |  સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો

Safed chora no healthy nasto   |  સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો
Image credit – Youtube/Healthy and Tasty channel

આપણે કઠોળ માંથી સફેદ ચોરા નું એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર કરીશું જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય અને બાળકો ને અને મોટા ને પણ ખાવાની મજા પણ પડી જાય એવો એકદમ નવીજ રીત નો Safed chora no healthy nasto –  સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો બનાવતા શીખીશું.

INGREDIENTS

  • ચોરા સફેદ 1 કપ
  • મીઠા લીમડાનાં પાંદ થોડા
  • લીલા મરચાં 2 નંગ
  • સોજી 1 કપ
  • દહીં ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી બેકિંગ સોડા
  • છીણેલું ગાજર થોડું
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
  • જીણા સુધારેલા કેપ્સિકમ થોડા
  • લીલા ધાણા ના પાંદ થોડા
  • તલ જરૂર મુજબ
  • જીરું 1 ચમચી
  • ચિલી ફલેક્સ 1 ચમચી

Safed chora no healthy nasto banavani rit

 સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં 1 કપ ચોરા ને સારી રીતે પાણી માં ધોઈ અને 8 કલાક માટે પલળવા દેશું .

ત્યાર બાદ બીજા દિવસે સવારે ચોરા ને ફરીથી પાણી માં ધોઈ લેશું અને બધું પાણી નિતારી લેશું . હવે એક મિક્ષ્ચર લેશું તેમાં પલાળેલા ચોરા , થોડા મીઠા લીમડાનાં પાંદ , લીલા મરચાં 2 નંગ , સોજી 1 કપ , દહીં ½ કપ , પાણી થોડું નાખી અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું .

હવે તૈયાર કરેલા બેટર ને એક બાઉલ માં કાઢી સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે મૂકી દેશું 15 મિનિટ બાદ બેટર માં સ્વાદ મુજબ મીઠું અને ચપટી સોડા નાખી ફરીથી બેટર ને હલાવી દેશું .

હવે ગેસ પર ઢોસા ની તવી ને ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે પેલે તેમાં થોડું તેલ લગાવી અને ટિસ્યુ પેપર કે કપડાં ની મદદ થી લુઈ લેશું ત્યાર બાદ ફરીથી તે તવી પાણી નાખી અને તેને પણ ટિસ્યુ પેપર ની મદદ થી કે કપડાં ની મદદ થી સાફ કરી લઈશું . હવે કડછી કે વાટકી ની મદદ થી બેટર લઈ અને ડોસા ની જેમ ફેલાવી દેશું . ઉપર થી થોડું તેલ / ઘી નાખી દેશું નીચે થી થોડું ક્રિસ્પી થાય એટલે ઢોસા ને ફેરવી દેશું બીજી બાજુ પણ થોડું સેકી લેશું .

ત્યાર બાદ થોડું બેટર એક બાઉલ માં કાઢી અને તેમાં થોડા શાકભાજી નાખી અને એક બીજું બેટર તૈયાર કરીશું જેમાં છીણેલું ગાજર થોડું , ઝીણી સુધારેલી ડુંગળી થોડી , જીણા સુધારેલા કેપ્સિકમ થોડા , અને લીલા ધાણા થોડા , જીરું 1 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર બાદ એજ તવા પર થોડું તેલ નાખી અને ચમચી લઈ અને નાના નાના 3-4 પેન કેક જેવું બેટર તવી પર નાખી ઉપર થોડા તલ છાંટી દેશું . ગેસ મિડયમ તાપે રાખી અને એક બાજુ ચડાવી લેશું એક બાજું ચળી જાય એટલે બીજી બાજુ પણ તેને સારી રીતે સેકી લેશું .

તો તૈયાર છે આપણા મસ્ત એકદમ હેલ્ધી સફેદ ચોરા ના ડોસા , પેન કેક અને અપ્પમ જેને તમે સોસ કે પછી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો બનાવવાની રીત

Safed chora no healthy nasto - સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો

Safed chora no healthy nasto banavani rit

આપણે કઠોળ માંથી સફેદ ચોરા નું એકદમ હેલ્ધી નાસ્તો તૈયારકરીશું જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય અને બાળકો ને અને મોટા ને પણ ખાવાની મજાપણ પડી જાય એવો એકદમ નવીજ રીત નો Safed chora no healthy nasto –  સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 અપ્પમ પાત્ર
  • 1 ઢોસા માટેની તવી
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

  • 1 કપ ચોરા સફેદ
  • મીઠા લીમડાનાં પાંદ થોડા
  • 2 નંગ લીલા મરચાં
  • 1 કપ સોજી
  • ½ કપ દહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી બેકિંગ સોડા
  • છીણેલું ગાજર થોડું
  • 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી
  • જીણા સુધારેલા કેપ્સિકમ થોડા
  • લીલા ધાણા ના પાંદ થોડા
  • તલ જરૂર મુજબ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ચિલી ફલેક્સ

Instructions

Safed chora no healthy nasto banavani rit

  • સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં 1 કપ ચોરા ને સારી રીતે પાણી માં ધોઈ અને 8 કલાક માટે પલળવા દેશું .
  • ત્યાર બાદ બીજા દિવસે સવારે ચોરા ને ફરીથી પાણી માં ધોઈ લેશું અને બધું પાણી નિતારી લેશું . હવે એક મિક્ષ્ચર લેશું તેમાં પલાળેલા ચોરા , થોડા મીઠા લીમડાનાં પાંદ , લીલા મરચાં 2 નંગ , સોજી 1 કપ , દહીં ½ કપ , પાણી થોડું નાખી અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું .
  • હવે તૈયાર કરેલા બેટર ને એક બાઉલ માં કાઢી સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે મૂકી દેશું 15 મિનિટ બાદ બેટર માં સ્વાદ મુજબ મીઠું અને ચપટી સોડા નાખી ફરીથી બેટર ને હલાવી દેશું .
  • હવે ગેસ પર ઢોસા ની તવી ને ગરમ કરવા મૂકીશું તવી ગરમ થાય એટલે પેલે તેમાં થોડું તેલ લગાવી અને ટિસ્યુ પેપર કે કપડાં ની મદદ થી લુઈ લેશું ત્યાર બાદ ફરીથી તે તવી પાણી નાખી અને તેને પણ ટિસ્યુ પેપર ની મદદ થી કે કપડાં ની મદદ થી સાફ કરી લઈશું . હવે કડછી કે વાટકી ની મદદ થી બેટર લઈ અને ડોસા ની જેમ ફેલાવી દેશું . ઉપર થી થોડું તેલ / ઘી નાખી દેશું નીચે થી થોડું ક્રિસ્પી થાય એટલે ઢોસા ને ફેરવી દેશું બીજી બાજુ પણ થોડું સેકી લેશું .
  • ત્યાર બાદ થોડું બેટર એક બાઉલ માં કાઢી અને તેમાં થોડા શાકભાજી નાખી અને એક બીજું બેટર તૈયાર કરીશું જેમાં છીણેલું ગાજર થોડું , ઝીણી સુધારેલી ડુંગળી થોડી , જીણા સુધારેલા કેપ્સિકમ થોડા , અને લીલા ધાણા થોડા , જીરું 1 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર બાદ એજ તવા પર થોડું તેલ નાખી અને ચમચી લઈ અને નાના નાના 3-4 પેન કેક જેવું બેટર તવી પર નાખી ઉપર થોડા તલ છાંટી દેશું . ગેસ મિડયમ તાપે રાખી અને એક બાજુ ચડાવી લેશું એક બાજું ચળી જાય એટલે બીજી બાજુ પણ તેને સારી રીતે સેકી લેશું .
  • તો તૈયાર છે આપણા મસ્ત એકદમ હેલ્ધી સફેદ ચોરા ના ડોસા , પેન કેક અને અપ્પમ જેને તમે સોસ કે પછી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here