Home Gujarati Saragva ni sing nu athanu | સરગવાની સીંગ નું અથાણું

Saragva ni sing nu athanu | સરગવાની સીંગ નું અથાણું

Saragva ni sing nu athanu  | સરગવાની સીંગ નું અથાણું
Image credit – Youtube/Honest kitchen

સરગવા ની સિંગ માંથી આપણે વિવિધ પ્રકારના શાક, કઢી, સાંભાર વગેરે માં તો ઉપયોગ કરેલ જ છે પણ આજ આપણે એમાંથી અથાણું બનાવતા શીખીશું. કહેવાય છે કે સરગવા ના પાંદ, ફૂલ અને સિંગ બધા જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે આજ આપણે સરગવાની સીંગ માંથી અથાણું બનાવતા શીખીશું. જે સ્વાદિષ્ટ તો બને છે સાથે ખૂબ જ હેલ્થી પણ છે. તો ચાલો Saragva ni sing nu athanu – સરગવાની સીંગ નું અથાણું બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • સાવ કાચી સરગવાની સીંગ 250 ગ્રામ
  • રાઈ નું તેલ / તેલ ½ કપ
  • મેથી દાણા ½ ચમચી
  • સૂકા આખા ધાણા 2 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • લસણ ની કણી 15- 20
  • લીલા મરચા 15- 17
  • શેકેલ સીંગદાણા ½ કપ
  • રાઈ 1 ચમચી
  • હિંગ 2 ચમચી
  • અજમો 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • વિનેગર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Saragva ni sing nu athanu banavani recipe

સરગવાની સીંગ નું અથાણું બનાવવા સૌપ્રથમ સરગવાની કાચી હોય એવી સિંગ ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી સાવ કોરી કરી લ્યો. હવે કોરી કરેલ સિંગ ને ચાકુથી બે ટેરવા જેટલી સાઇઝ ના કાપી લ્યો અને કાપતી વખતે એમાંથી જે છાલ અલગ થાય એને અલગ કરી લ્યો. આમ બધી સિંગ ના કટકા કરી એક મોટા વાસણ કાઢી એક બાજુ મૂકો.

હવે મિક્સર લસણ ની કણી અને લીલા મરચા ને દરદરા પીસી લઇ સિંગ ના કટકા માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું (મીઠું થોડું વધારે નાખવું જેથી અથાણું જલ્દી બગડે નહીં ) નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં સીંગદાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી એક બાજુ મૂકો.

હવે એજ કડાઈમાં ધીમા તાપે આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું, રાઈ, મેથી દાણા નાખી બે ત્રણ મિનિટ માટે શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈ માં તેલ નાખી ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો. હવે શેકી રાખેલ મસાલા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી દરદરા પીસી લ્યો. અને શેકેલ સીંગદાણા ને પર દર્દરા પીસી લ્યો.

હવે પીસેલા મસાલા , સીંગદાણા ને સરગવાની સીંગ માં નાખો સાથે અજમો મસળી નાખો અને હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ અને નવશેકું તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાચ ની બરણી માં ભરી લ્યો. અને બરણી ઉપર સાફ કોરું કપડું બાંધી તડકા માં આઠ દસ દિવસ મૂકો અને રોજ એક થી બે વખત સાફ કોરા ચમચા થી હલાવી દયો. દસ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે સરગવાની સીંગ નું અથાણું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સરગવાની સીંગ નું અથાણું બનાવવાની રેસીપી

Saragva ni sing nu athanu - સરગવાની સીંગ નું અથાણું

Saragva ni sing nu athanu banavani recipe

સરગવા ની સિંગ માંથી આપણે વિવિધ પ્રકારના શાક, કઢી, સાંભાર વગેરે માં તો ઉપયોગ કરેલ જ છે પણ આજ આપણેએમાંથી અથાણું બનાવતા શીખીશું. કહેવાય છે કે સરગવા ના પાંદ,ફૂલ અને સિંગ બધા જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે આજઆપણે સરગવાની સીંગ માંથી અથાણું બનાવતા શીખીશું. જે સ્વાદિષ્ટતો બને છે સાથે ખૂબ જ હેલ્થી પણ છે. તો ચાલો Saragva ni sing nu athanu – સરગવાની સીંગ નું અથાણું બનાવવાની રીતશીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 9 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 39 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1  મોટું વાસણ
  • 1 કાંચ ની બરણી
  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 250 ગ્રામ સાવ કાચી સરગવાની સીંગ
  • ½ કપ રાઈ નું તેલ / તેલ
  • ½ ચમચી મેથી દાણા
  • 2 ચમચી સૂકા આખા ધાણા
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 15- 20 લસણ ની કણી
  • 15- 17 લીલા મરચા
  • ½ કપ શેકેલ સીંગદાણા
  • 1 ચમચી રાઈ
  • 2 ચમચી હિંગ
  • 1 ચમચી અજમો
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી વિનેગર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Saragva ni sing nu athanu banavani recipe

  • સરગવાની સીંગ નું અથાણું બનાવવા સૌપ્રથમ સરગવાની કાચી હોય એવી સિંગ ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી સાવ કોરી કરી લ્યો. હવે કોરી કરેલ સિંગ ને ચાકુથી બે ટેરવા જેટલી સાઇઝ ના કાપી લ્યો અને કાપતી વખતે એમાંથી જે છાલ અલગ થાય એને અલગ કરી લ્યો. આમ બધી સિંગ ના કટકા કરી એક મોટા વાસણ કાઢી એક બાજુ મૂકો.
  • હવે મિક્સર લસણ ની કણી અને લીલા મરચા ને દરદરા પીસી લઇ સિંગ ના કટકા માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું (મીઠું થોડું વધારે નાખવું જેથી અથાણું જલ્દી બગડે નહીં ) નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં સીંગદાણા નાખી મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી એક બાજુ મૂકો.
  • હવે એજ કડાઈમાં ધીમા તાપે આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું, રાઈ, મેથી દાણા નાખી બે ત્રણ મિનિટ માટે શેકી લ્યો ત્યાર બાદ શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈ માં તેલ નાખી ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો. હવે શેકી રાખેલ મસાલા ને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી દરદરા પીસી લ્યો. અને શેકેલ સીંગદાણા ને પર દર્દરા પીસી લ્યો.
  • હવે પીસેલા મસાલા , સીંગદાણા ને સરગવાની સીંગ માં નાખો સાથે અજમો મસળી નાખો અને હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ અને નવશેકું તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાચ ની બરણી માં ભરી લ્યો. અને બરણી ઉપર સાફ કોરું કપડું બાંધી તડકા માં આઠ દસ દિવસ મૂકો અને રોજ એક થી બે વખત સાફ કોરા ચમચા થી હલાવી દયો. દસ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે સરગવાની સીંગ નું અથાણું.

Notes

  1. જો લીલા મરચા તીખા લીધા હોય તો લાલ મરચાનો પાઉડર કાશ્મીરી લેવો. અને તીખાશ તમને પસંદ હોય એ મુજબ વધુ ઓછી કરવી.
  2. તૈયાર અથાણું તમે તરત ખાઈ શકો છો પણ તડકા માં મૂકી ને ખાસો તો વધુ સ્વાદિષ્ટ બનશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Keri no theso banavani recipe | કેરી નો ઠેંશો બનાવવાની રેસીપી

Pineapple Chutney banavani rit | પાઈનેપલ ચટણી

aam ras puri banavani rit | આમ રસ પુરી બનાવવાની રીત

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here