શ્રાવણ માસ હોય કે નવરાત્રી હોય રોજ ફરાળ માં સુ બનાવવું એ પ્રશ્ન થતો હોય છે દરેક ને તો આજ આપણે શક્કરિયા નો ઉપયોગ કરી પૂરી બનાવશું જે ખૂબ જ સરસ લાગે છે જેને ચા, દૂધ કે ફરાળી શાક સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Shakkkariya ni farali puri – શક્કરિયા ની ફરાળી પૂરી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- શક્કરિયા 2- 3
- રાજગરા નો લોટ / ફરાળી લોટ 1 કપ
- શેકેલ જીરું નો પાઉડર 1 ચમચી
- લીલા મરચા અને આદુ ની પેસ્ટ 1 -2 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3- 4 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Shakkkariya ni farali puri ni recipe
શક્કરિયા ની ફરાળી પૂરી બનાવવા સૌથી પહેલા શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કુકર મા નાખી જરૂર પૂરતું અડધો ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી એક થી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શક્કરિયા કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીની વડે છીણી લ્યો. છીણેલા શક્કરિયા માં ચાળી ને રાજગરાનો લોટ / ફરાળી લોટ નાખો સાથે એમાં આદુ મરચા ની પેસ્ટ, ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો લોટ બંધવા જરૂરી એક બે ચમચી પાણી નાખી લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી બે સાફ પ્લાસ્ટી લઈ એમાં થી એક પ્લાસ્ટીક પાટલા પર મૂકી એમાં તૈયાર કરેલ લુવો ને મૂકી ઉપર બીજી પ્લાસ્ટીક મૂકી વેલાં વડે વણી પૂરી વણી લ્યો આમ એક સાથે થોડી પૂરી વણી લ્યો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડી થોડી વણેલી પૂરી નાખી બને બાજુથી બરોબર તરી લ્યો અને પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી શક્કરિયાની પૂરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
શક્કરિયા ની ફરાળી પૂરી ની રેસીપી

Shakkkariya ni farali puri ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
- 2- 3 શક્કરિયા
- 1 કપ રાજગરા નો લોટ / ફરાળી લોટ
- 1 ચમચી શેકેલ જીરું નો પાઉડર
- 1-2 ચમચી લીલા મરચા અને આદુ ની પેસ્ટ 1 -2 ચમચી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ 3- 4 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Shakkkariya ni farali puri ni recipe
- શક્કરિયા ની ફરાળી પૂરી બનાવવા સૌથી પહેલા શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કુકર મા નાખી જરૂર પૂરતું અડધો ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી એક થી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શક્કરિયા કાઢી ઠંડા કરી છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ છીની વડે છીણી લ્યો. છીણેલા શક્કરિયા માં ચાળી ને રાજગરાનો લોટ / ફરાળી લોટ નાખો સાથે એમાં આદુ મરચા ની પેસ્ટ, ફરાળી મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો લોટ બંધવા જરૂરી એક બે ચમચી પાણી નાખી લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી બે સાફ પ્લાસ્ટી લઈ એમાં થી એક પ્લાસ્ટીક પાટલા પર મૂકી એમાં તૈયાર કરેલ લુવો ને મૂકી ઉપર બીજી પ્લાસ્ટીક મૂકી વેલાં વડે વણી પૂરી વણી લ્યો આમ એક સાથે થોડી પૂરી વણી લ્યો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં થોડી થોડી વણેલી પૂરી નાખી બને બાજુથી બરોબર તરી લ્યો અને પૂરી બરોબર તરી લીધા બાદ કાઢી લ્યો. આમ બધી પૂરી તરી ને તૈયાર કરી મજા લ્યો. તો તૈયાર છે ફરાળી શક્કરિયાની પૂરી.
Notes
- અહી તમે રાજગરાનો લોટ ની જગ્યાએ બીજા ફરાળી લોટ વાપરી શકો છો.
- તમે બે પ્લાસ્ટીક વચ્ચે લુવો મૂકી થાળી થી થોડી દબાવી ને પણ પૂરી વણી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali Nankhatai | ફરાળી નાનખટાઈ બનાવવાની રીત
Farali sandwich banavani rit | ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત
Tam Tam Khaman banavani rit | ટમટમ ખમણ
Shakkariya sabudana ni farali kheer | શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર