આ બરફી તમે વ્રત ઉપવાસ માં તો ખાઈ જ શકો છો અને વ્રત વગર પણ ખાવા ની ખૂબ મજા આવે છે આજ આપણે ખૂબ ઝડપથી તૈયાર થતી હેલ્થી અને ટેસ્ટી એવી Shingoda ni barfi – શિંગોડા ની બરફી બનાવવાની રીત શીખીશું.
INGREDIENTS
- શિંગોડા નો લોટ 1 કપ
- ઘી ½ કપ
- છીણેલો ગોળ ½ કપ
- ફૂલ ક્રીમ દૂધ ½ લીટર
- એલચી પાઉડર ¼ ચમચી
- કાળી કીસમીસ 2- 3 ચમચી
- છીણેલું નારિયળ 1 કપ
- માવો છીણેલો 100 ગ્રામ
Shingoda ni barfi banavani recipe
શિંગોડા ની બરફી બનાવવા સૌપ્રથમ તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ જાય અને ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી દયો. હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ શિંગોડા નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો અને લોટ નો રંગ બદલાવા લાગે ને લોટ નો કલર ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે એમાં છીણેલા માવો નાખી મિક્સ કરી શેકો.
માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલા નારિયળ નો ભૂકો, કીસમીસ, એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો. અને થોડા શેકી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલા ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ગોળ ને મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ કરેલ દૂધ નાખી ગેસ ધીમો કરી હલાવતા રહી શેકી લ્યો.
મિશ્રણ શેકાઈ જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી તૈયાર બરફી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ઉપર થી ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી દબાવી લ્યો અને ચાકુથી કાપા કરી લ્યો. કાપા કરી લીધા બાદ બે ત્રણ કલાક ઠંડા કરી લ્યો ત્યાં બાદ ચાકુથી ફરીથી કાપા કરી કાઢી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે શિંગોડા ની બરફી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
શિંગોડા ની બરફી બનાવવાની રેસીપી

Shingoda ni barfi banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ શિંગોડા નો લોટ
- ½ કપ ઘી
- ½ કપ છીણેલો ગોળ
- ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
- ¼ લીટર એલચી પાઉડર
- 2-3 લીટર કાળી કીસમીસ
- 1 કપ છીણેલું નારિયળ
- 100 ગ્રામ માવો છીણેલો
Instructions
Shingoda ni barfi banavani recipe
- શિંગોડા ની બરફી બનાવવા સૌપ્રથમ તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ જાય અને ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી દયો. હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ શિંગોડા નો લોટ નાખી મીડીયમ તાપે હલાવતા રહો અને લોટ નો રંગ બદલાવા લાગે ને લોટ નો કલર ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે એમાં છીણેલા માવો નાખી મિક્સ કરી શેકો.
- માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલા નારિયળ નો ભૂકો, કીસમીસ, એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો. અને થોડા શેકી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલા ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ગોળ ને મિક્સ કરી લીધા બાદ એમાં ગરમ કરેલ દૂધ નાખી ગેસ ધીમો કરી હલાવતા રહી શેકી લ્યો.
- મિશ્રણ શેકાઈ જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી તૈયાર બરફી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ઉપર થી ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી દબાવી લ્યો અને ચાકુથી કાપા કરી લ્યો. કાપા કરી લીધા બાદ બે ત્રણ કલાક ઠંડા કરી લ્યો ત્યાં બાદ ચાકુથી ફરીથી કાપા કરી કાઢી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે શિંગોડા ની બરફી.
Notes
- ગોળ ની જગ્યાએ ખાંડ કે સાકર પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Suran na French Fries banavani recipe | સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રેસીપી
Farali tava dhokla banavani rit | ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત
Sabudana Thalipeeth banavani rit | સાબુદાણા થાલીપીઠ
singoda na lot no shiro | શિંગોડા ના લોટ નો શીરો
farali ladoo banavani rit | ફરાળી લાડવા
sabudana ni khichdi | સાબુદાણાની ખીચડી