આજ આપણે સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત શીખીશું. આ એક નાશિક ની ખુબ ફેમસ આમટી ની વાનગી છે જે ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે અને રોટલી, ભાખરી કે ભાત સાથે ખુબ સારી લાગે છે. જેમને પણ તીખાસ પસંદ હોય એમને ચોક્કસ એક વખત આ વાનગીની મજા લેવા જેવી છે. તો ચાલો Singdana aamti – janjanit Zirka શીખીએ.
Table of contents
Ingredients
- શેકેલ સિંગદાણા 4-5 ચમચી
- શેકેલ સુકા નારિયલ નું છીણ 2-3 ચમચી
- લીલા મરચા 3-4
- શેકેલ સફેદ તલ 2-3 ચમચી
- લસણ ની કણી 10-12
- મીઠા લીમડાના પાંદ 5-7
- લીલા ધાણા ઝીણા સુધારેલા 1 કપ
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- પાણી 3-4 કપ
- મીઠું સ્વાદ મુજબ
Singdana aamti – janjanit Zirka banavani rit
સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.
હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.
પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.
સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવાની રીત

Singdana aamti – janjanit Zirka banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 4-5 ચમચી શેકેલ સિંગદાણા
- 2-3 ચમચી શેકેલ સુકા નારિયલ નું છીણ
- 3-4 લીલા મરચા
- 2-3 ચમચી શેકેલ સફેદ તલ
- 10-12 લસણ ની કણી
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 1 કપ લીલા ધાણા ઝીણા સુધારેલા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 3-4 કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Singdana aamti – janjanit Zirka banavani rit
- સિંગદાણા આમટી – જણજનીત ઝીરકા બનાવવા સૌથી પહેલા સિંગદાણા ને શેકી ઠંડા કરી ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ સુકા નારિયલ ના છીણ ને શેકી લાઈટ ગોલ્ડન શેકી એક બાજુ મુકો અને ત્યાર બાદ સફેદ તલ પણ શેકી એક બાજુ ઠંડા થવા મુકો. બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં લસણ ની કની ફોલી સાફ કરી લ્યો. લીલા ધાણા સાફ કરી પાણીથી ધોઈ નીતારી લ્યો અને લીલા મરચા ધોઈ સાફ કરી સુધારી લ્યો.
- હવે ઠંડા થયેલા સિંગદાણા, સફેદ તલ અને સુકા નારિયલ ના છીણ ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લઇ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જારમાં સુધારેલ લીલા ધાણા, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ અને લસણ ની કણી નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એના પીસી રાખેલ ધાણા મરચા લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્ય શુંધી શેકો. લસણ ની કચાસ દુર થાય એટલે એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બધી સામગ્રીને ઉકાળી લ્યો.
- પાણી ઉકાળવા લાગે એટલે એમાં પીસી રાખેલ સિંગદાણા તલ વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ માટે ઢાંકી ને ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે સિંગદાણા આમટી / જણજનીત ઝીરકા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Aamla ni kanji banavani recipe | આમળા ની કાંજી બનાવવાની રેસીપી
Manchow soup recipe | મનચાઉ સૂપ
masala dudh banavani rit | મસાલા દૂધ
chai banavani rit | ચા બનાવવાની રીત
