આ અથાણું ખુબ જ સ્વાદિત બની ને તૈયાર થાય છે જે રોટલી, પરોઠા, ભાખરી, ભાત કે રોટલા સાથે સર્વ કરી શકો છો. એક વખત બનાવી તમે બાર મહિના સુંધી આ અથાણા ની મજા લઇ શકો છો. તો ચાલો Singoda nu athanu – સિંગોડા નું અથાણું બનાવવાની રીત શીખીશું.
INGREDIENTS
- સિંગોડા 2 કિલો
- હળદર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- ચીલી ફ્લેક્ષ 2 ચમચી
- જીરું 2 ચમચી
- વરિયાળી 2 ચમચી
- કલોંજી 1 ચમચી
- મેથી દાણા 1 ચમચી
- સુકા આખા ધાણા 3-4 ચમચી
- રાઈ ના કુરિયા 4-5 ચમચી
- લસણ 40 -50
- લીલા મરચા 15-20
- મીઠું સ્વાદ મુજબ
- વિનેગર / લીંબુનો રસ ¼ કપ
- તેલ / સરસો તેલ ½ કિલો
Singoda nu athanu banavani recipe
સિંગોડા નું અથાણું બનાવવા સૌથી પહેલા સિંગોડા ને ધોઈ બરોબર સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ગેસ પર મોટી તપેલી માં ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. ત્યાર બાદ ચાકુથી કાપી બે ભાગમાં કટકા કરી લ્યો અને સિંગોડા ના કાટા જેવા ભાગ ને કાપી અલગ કરી લ્યો ત્યાર બાદ સિંગોડા ને ઉકળતા પાણીમાં નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો,
ત્યાર બાદ એની છાલ અલગ કરી લ્યો અને તડકામાં અથવા પંખા નીચે ફેલાવી ને સુકવી કોરા કરી લ્યો. સિંગોડા કોરા થાય ત્યાં સુંધી ગેસ પર એક કડાઈમાં આખા સુકા ધાણા, મેથી દાણા, કલોંજી, જીરું અને વરીયાળી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી બીજા વાસણમાં કાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં સાફ કરેલ લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી એને પણ દર્દરા પીસી લ્યો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ફૂલ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ ને ઠંડું થવા દયો.
હવે સુકાયેલા સિંગોડા ને એક મોટા વાસણમાં લઇ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફેલ્ક્ષ, રાઈ ના કુરિયા, વિનેગર/ લીંબુનો રસ, પીસેલા લસણ મરચા, પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં ઠંડું થયેલ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અટીયાર અથાણા ને સાફ કોરી કાંચ ની બરણીમાં નાખી પેક કરી બરણી ને ચાર પાંચ દિવસ તડકામાં મુકો અને રોજ એક થી બે વખત હલાવી મિક્સ કરી લ્યો. પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે સિંગોડા નું અથાણું.
સિંગોડા નું અથાણું બનાવવાની રેસીપી

Singoda nu athanu banavani recipe – સિંગોડા નું અથાણું
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 કિલો સિંગોડા
- 2 ચમચી હળદર
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ચીલી ફ્લેક્ષ
- 2 ચમચી જીરું
- 2 ચમચી વરિયાળી
- 1 ચમચી કલોંજી
- 1 ચમચી મેથી દાણા
- 3-4 ચમચી સુકા આખા ધાણા
- 4-5 ચમચી રાઈ ના કુરિયા
- 40 -50 લસણ
- 15-20 લીલા મરચા
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ વિનેગર / લીંબુનો રસ
- ½ કિલો તેલ / સરસો તેલ
Instructions
Singoda nu athanu banavani recipe
- સિંગોડા નું અથાણું બનાવવા સૌથી પહેલા સિંગોડા ને ધોઈ બરોબર સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ગેસ પર મોટી તપેલી માં ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. ત્યાર બાદ ચાકુથી કાપી બે ભાગમાં કટકા કરી લ્યો અને સિંગોડા ના કાટા જેવા ભાગ ને કાપી અલગ કરી લ્યો ત્યાર બાદ સિંગોડા ને ઉકળતા પાણીમાં નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો,
- ત્યાર બાદ એની છાલ અલગ કરી લ્યો અને તડકામાં અથવા પંખા નીચે ફેલાવી ને સુકવી કોરા કરી લ્યો. સિંગોડા કોરા થાય ત્યાં સુંધી ગેસ પર એક કડાઈમાં આખા સુકા ધાણા, મેથી દાણા, કલોંજી, જીરું અને વરીયાળી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
- મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી બીજા વાસણમાં કાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં સાફ કરેલ લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા નાખી એને પણ દર્દરા પીસી લ્યો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ફૂલ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ ને ઠંડું થવા દયો.
- હવે સુકાયેલા સિંગોડા ને એક મોટા વાસણમાં લઇ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફેલ્ક્ષ, રાઈ ના કુરિયા, વિનેગર/ લીંબુનો રસ, પીસેલા લસણ મરચા, પીસી રાખેલ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં ઠંડું થયેલ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અટીયાર અથાણા ને સાફ કોરી કાંચ ની બરણીમાં નાખી પેક કરી બરણી ને ચાર પાંચ દિવસ તડકામાં મુકો અને રોજ એક થી બે વખત હલાવી મિક્સ કરી લ્યો. પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે સિંગોડા નું અથાણું.
Notes
- જો સિંગોડા બાફતી વખતે મીઠું નાખો તો પાછળ થી મીઠું એ મુજબ નાખવું.
- તમે સિંગોડા જો સાવ કાચા હોય તો સીન્ગોડાના કાંટા વાળા ભાગ ને દુર કરી છાલ સાથે પણ અથાણું બનાવી શકો છો.
- અથાણા માં તેલ અથાણા ઉપર રહે એ રીતે નાખવું જેથી અથાણું લાંબો સમય સુંધી સારું રહે.
- જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને લસણ મરચા ને સુધારી ને પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
adadiya no masalo | અડદિયા નો મસાલો | adadiya pak no masalo
kadhi khichdi recipe | કઢી ખીચડી
saat dhan no khichdo – સાત ધાન નો ખીચડો
ringan bateta nu shaak | રીંગણ બટાકા નું શાક












