બજારમાં આપણે મેંદાની, ઘઉંની, ,મલ્ટી ગ્રેન બ્રેડ તો મંગાવી છે પણ આજ આપણે ઘરે સોજી માંથી એકદમ સોફ્ટ અને ખાવામાં હેલ્થી એવી Soji ni bread – સોજી ની બ્રેડ બનાવતા શીખીશું. જે બનાવવી ખુબ સરળ છે. તો ચાલો સોફ્ટ સોફ્ટ બ્રેડ બનાવતા શીખીએ.
INGREDIENTS
- ઝીણી સોજી/ રવો 3 કપ
- નવશેકું પાણી ½ કપ
- ખાંડ 2 ચમચી
- ડ્રાય યીસ્ટ 2 ચમચી
- મિલ્ક પાઉડર 2-3 ચમચી
- મીઠું 1 ¼ ચમચી
- તેલ 3 -4 ચમચી
- પાણી ¾ કપ
Soji ni bread banavani recipe
સોજી ની બ્રેડ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખી ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ડ્રાય યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો. દસ મિનીટ પછી એમાં ઝીણી સોજી / રવો નાખો સાથે મિલ્ક પાઉડર, મીઠું અને તેલ નાખી બધી સામગ્રી નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ હાથ થી મસળી મસળી ને પંદર વીસ મિનીટ મસળી લ્યો અથવા બિટરથી મિક્સ કરી પાંચ સાત મિનીટ બીત કરી લ્યો અને સ્મૂથ લોટ બનાવી લ્યો. છેલ્લે એક ચમચી તેલ નાખી મસળી ગોળ બનાવી બરોબર ઢાંકી ગરમ જગ્યાએ બે થી ત્રણ કલાક મૂકી દયો. ત્રણ કલાક પછી જે મોલ્ડ માં બ્રેડ બનાવી હોય એ મોલ્ડ ને તેલ લગાવી ગ્રીસ કરી એક બાજુ મુકો.
હવે બ્રેડ માટેના લોટ ને ફરીથી આઠ દસ મિનીટ એકાદ ચમચી તેલ નાખી સ્મૂથ થાય ત્યાં સુંધી મસળી લ્યો. બરોબર મસળી લીધા બાદ લોટ ના ગોળા ને પાટલા પર મૂકી જે સાઈઝ નો મોલ્ડ હોય એ સાઈઝ નો જાડો રોટલો બનાવી વણી લ્યો. વણેલા રોટલાને એક સાઈડ થી ગોળ ફેરવી રોલ બનાવતા જાઓ અને ધ્યાન રાખવું કે રોલ ટાઈટ હોય અને વચ્ચે જગ્યા ના રહે.
આમ તૈયાર રોલ ને છેલ્લે બરોબર પેક કરી ગ્રીસ કરેલ મોલ્ડમાં મુકો અને મોલ્ડ માં બધી બાજથી બરોબર દબાવી સેટ કરી ફરી ઢાંકી એક થી બે કલાક ગરમ જગ્યાએ મૂકી દયો. બે કલાક પછી ઓવેન ને 180 ડીગ્રી 10 મિનીટ પ્રી હિટ કરી લ્યો અથવા ગેસ પર કડાઈમાં મીઠું અથવા રેતી નાખી કાંઠો મૂકી ઢાંકી દસ મિનીટ ગરમ કરી લ્યો.
હવે મોલ્ડ માં બ્રેડ બરોબર પ્રૂવ તહી જાય એટલે હલકા હાથે બ્રશ થી થોડું દૂધ લગાવી બ્રેડ મોલ્ડ ને ઓવેન માં 25 -30 મિનીટ ચડાવી લ્યો અથવા કડાઈમાં 35 થી 40 મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ બ્રેડ બરોબર ચળી જાય એટલે બહાર કાઢી લ્યો અને ઉપર થોડું તેલ લગાવી પાંચ મિનીટ પછી બ્રેડ ડી મોલ્ડ કરી લ્યો અને કપડું ઢાંકી ઠંડી થવા દયો. બ્રેડ ઠંડી થાય એટલે ધાર દાર ચાકુથી કાપી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે સોજી બ્રેડ.
યીસ્ટ થી બ્રેડ માટેનું મિશ્રણ પૃવિંગ માટે જો ગરમી હશે તો ઝડપથી પ્રૂવ થશે અને જો ઠંડી હસે તો વધુ સમય લાગશે.
જો રવો ના મળે તો સોજીને મિક્સર માં પીસી ને વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સોજી ની બ્રેડ બનાવવાની રેસીપી

Soji ni bread banavani recipe
Equipment
- 1 કથરો
- 1 બ્રેડ મોલ્ડ
- 1 તપેલી
Ingredients
- 3 કપ ઝીણી સોજી/ રવો
- ½ કપ નવશેકું પાણી
- 2 ચમચી ખાંડ
- 2 ચમચી ડ્રાય યીસ્ટ
- 2-3 ચમચી મિલ્ક પાઉડર
- 1¼ ચમચી મીઠું
- 3-4 ચમચી તેલ
- ¾ કપ પાણી
Instructions
Soji ni bread banavani recipe
- સોજી ની બ્રેડ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખી ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ડ્રાય યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો. દસ મિનીટ પછી એમાં ઝીણી સોજી / રવો નાખો સાથે મિલ્ક પાઉડર, મીઠું અને તેલ નાખી બધી સામગ્રી નાખી મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ હાથ થી મસળી મસળી ને પંદર વીસ મિનીટ મસળી લ્યો અથવા બિટરથી મિક્સ કરી પાંચ સાત મિનીટ બીત કરી લ્યો અને સ્મૂથ લોટ બનાવી લ્યો. છેલ્લે એક ચમચી તેલ નાખી મસળી ગોળ બનાવી બરોબર ઢાંકી ગરમ જગ્યાએ બે થી ત્રણ કલાક મૂકી દયો. ત્રણ કલાક પછી જે મોલ્ડ માં બ્રેડ બનાવી હોય એ મોલ્ડ ને તેલ લગાવી ગ્રીસ કરી એક બાજુ મુકો.
- હવે બ્રેડ માટેના લોટ ને ફરીથી આઠ દસ મિનીટ એકાદ ચમચી તેલ નાખી સ્મૂથ થાય ત્યાં સુંધી મસળી લ્યો. બરોબર મસળી લીધા બાદ લોટ ના ગોળા ને પાટલા પર મૂકી જે સાઈઝ નો મોલ્ડ હોય એ સાઈઝ નો જાડો રોટલો બનાવી વણી લ્યો. વણેલા રોટલાને એક સાઈડ થી ગોળ ફેરવી રોલ બનાવતા જાઓ અને ધ્યાન રાખવું કે રોલ ટાઈટ હોય અને વચ્ચે જગ્યા ના રહે.
- આમ તૈયાર રોલ ને છેલ્લે બરોબર પેક કરી ગ્રીસ કરેલ મોલ્ડમાં મુકો અને મોલ્ડ માં બધી બાજથી બરોબર દબાવી સેટ કરી ફરી ઢાંકી એક થી બે કલાક ગરમ જગ્યાએ મૂકી દયો. બે કલાક પછી ઓવેન ને 180 ડીગ્રી 10 મિનીટ પ્રી હિટ કરી લ્યો અથવા ગેસ પર કડાઈમાં મીઠું અથવા રેતી નાખી કાંઠો મૂકી ઢાંકી દસ મિનીટ ગરમ કરી લ્યો.
- હવે મોલ્ડ માં બ્રેડ બરોબર પ્રૂવ તહી જાય એટલે હલકા હાથે બ્રશ થી થોડું દૂધ લગાવી બ્રેડ મોલ્ડ ને ઓવેન માં 25 -30 મિનીટ ચડાવી લ્યો અથવા કડાઈમાં 35 થી 40 મિનીટ ધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ બ્રેડ બરોબર ચળી જાય એટલે બહાર કાઢી લ્યો અને ઉપર થોડું તેલ લગાવી પાંચ મિનીટ પછી બ્રેડ ડી મોલ્ડ કરી લ્યો અને કપડું ઢાંકી ઠંડી થવા દયો. બ્રેડ ઠંડી થાય એટલે ધાર દાર ચાકુથી કાપી કટકા કરી મજા લ્યો. તો તૈયાર છે સોજી બ્રેડ.
Notes
- યીસ્ટ થી બ્રેડ માટેનું મિશ્રણ પૃવિંગ માટે જો ગરમી હશે તો ઝડપથી પ્રૂવ થશે અને જો ઠંડી હસે તો વધુ સમય લાગશે.
- જો રવો ના મળે તો સોજીને મિક્સર માં પીસી ને વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit
chocolate cupcake banavani rit | ચોકલેટ કપ કેક બનાવવાની રીત
khari banavani rit | ખારી બનાવવાની રીત
Mangalore Buns banavani rit | મેંગલોર બન્સ
Namkin biscuit banavani rit | નમકીન બિસ્કીટ
