
ઉનાળા ની ગરમી માં ઠંડી ઠંડી વાનગીઓ અને પીણા ખાવા પીવાની બધાને ખૂબ મજા આવતી હોય છે. પણ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય એવા પીણા પીવાથી ઠંડક ની સાથે હેલ્થ પણ સારી રહે છે તેથી જ આજ આપણે લઈ આવ્યા છીએ સત્તુ અને છાસ માંથી બનતો પીણું બનાવતા શીખીશું. તો ચાલો Stattu masala chaas – સત્તુ મસાલા છાસ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- દહીં 1 લિટર
- દાળિયા દાળ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ફુદીના ના પાંદ ¼ કપ
- લીલા મરચા સુધારેલા 1- 2
- આદુ નો કટકો ½ ઇંચ
- ગોળ 2- 3 ચમચી
- સંચળ ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- ગાર્નિશ માટે ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
Stattu masala chaas banavani recipe
સત્તુ મસાલા છાસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાંથી પા કપ અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બાકી નું દહીં ઝેણી વડે મિક્સ કરી સ્મૂથ કરી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો. અને લીલા મરચા, આદુ ને સુધારી લ્યો.
હવે મિક્સર જાર માં દડિયા દાળ નાખી પીસી લ્યો. દાળિયા પીસી લીધા બાદ એમાં ફુદીના ના પાંદ, લીલા મરચા, આદુ ના કટકા, છીણેલો ગોળ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખો સાથે અલગ કરેલ પા કપ દહીં નાખી મિક્સર બંધ કરી ફરીથી બધી સામગ્રી ને પીસી સ્મુથ કરી લ્યો. હવે પીસેલા મિશ્રણ ને દહીં માં નાખો સાથે શેકેલ જીરું પાઉડરઅને મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઠંડુ પાણી અથવા બરફ ના કટકા નાખી મિક્સ કરી ઠંડું ઠંડુ ગુલાબ ની પાંદડી નાખી સર્વ કરો. તો તૈયાર છે સત્તુ મસાલા છાસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સત્તુ મસાલા છાસ બનાવવાની રેસીપી

Stattu masala chaas banavani recipe
Equipment
- 1 ઝેણી
- 1 મિક્સર
Ingredients
- 1 લિટર દહીં
- ¼ કપ દાળિયા દાળ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ફુદીના ના પાંદ
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ઇંચ આદુ નો કટકો
- 2-3 ચમચી ગોળ
- ½ ચમચી સંચળ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- ગાર્નિશ માટે ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
Instructions
Stattu masala chaas banavani recipe
- સત્તુ મસાલા છાસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાંથી પા કપ અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બાકી નું દહીં ઝેણી વડે મિક્સ કરી સ્મૂથ કરી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો. અને લીલા મરચા, આદુ ને સુધારી લ્યો.
- હવે મિક્સર જાર માં દડિયા દાળ નાખી પીસી લ્યો. દાળિયા પીસી લીધા બાદ એમાં ફુદીના ના પાંદ, લીલા મરચા, આદુ ના કટકા, છીણેલો ગોળ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખો સાથે અલગ કરેલ પા કપ દહીં નાખી મિક્સર બંધ કરી ફરીથી બધી સામગ્રી ને પીસી સ્મુથ કરી લ્યો. હવે પીસેલા મિશ્રણ ને દહીં માં નાખો સાથે શેકેલ જીરું પાઉડરઅને મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઠંડુ પાણી અથવા બરફ ના કટકા નાખી મિક્સ કરી ઠંડું ઠંડુ ગુલાબ ની પાંદડી નાખી સર્વ કરો. તો તૈયાર છે સત્તુ મસાલા છાસ.
Notes
- જો બાળકો માટે બનાવતા હો તો લીલા મરચા ન નાખો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Chiku ni kheer banavani rit | ચીકુ ની ખીર બનાવવાની રીત
Tarbuch strawberry slush banavani rit | તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત
kachi keri nu sharbat recipe | કાચી કેરીનું શરબત
Bili fal no sarbat banavani rit | બીલી ફળ નો શરબત બનાવવાની રીત