અત્યાર સુંધી આપણે બટાકા માંથી , કેળા માંથી અને શક્કરિયા માંથી ફ્રેંચ ફ્રાઈસ બનાવી છે આજ આપણે સૂરણ માંથી બનાવશું. જે તમે વ્રત ઉપવાસ માં ખાઈ શકો છો. તો ચાલો Suran na French Fries – સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સૂરણ 1 કિલો
- લીંબુ નો રસ 1 ચમચી
- મરી પાઉડર જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- ફરાળી મીઠું જરૂર મુજબ
- તરવા માટે તેલ
Suran na French Fries banavani recipe
સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ સૂરણ ને થોડી વાર પાણી ભરેલા વાસણમાં નાખી રહેવા દયો ત્યાર બાદ ઘસી ને બરોબર સાફ કરી બે પાણીથી ધોઈ લ્યો જેથી એના પર ચોટેલી માટી બરોબર નીકળી જાય ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ફરીથી એક વખત ધોઈ લ્યો અને કોરું કરી લ્યો.
હવે ચાકુથી થોડી જાડી રહે એ રીતે લાંબી લાંબી આંગળી જેવી કાપી કટકા કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી ફરાળી મીઠું છાંટી બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરીથી મિક્સ કરી પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો.
હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી ફરાળી મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂરણ ના કટકા નાખો અને બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ત્રણ મિનિટ પછી ચારણીમાં કાઢી ઠંડી થવા દયો.
કટકા ને સાફ કપડા માં કાઢી વધારાનું પાણી સૂકવી ઠંડી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કટકા નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા કટકા ને તરી લ્યો અને તારેલ કટકા પર તમારી પસંદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે સૂરણ ફ્રેંચ ફ્રાઈસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Suran na French Fries banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કિલો સૂરણ
- 1 ચમચી લીંબુ નો રસ
- મરી પાઉડર જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- ફરાળી મીઠું જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Suran na French Fries banavani recipe
- સૂરણ ના ફ્રેંચ ફ્રાઈસ બનાવવા સૌપ્રથમ સૂરણ ને થોડી વાર પાણી ભરેલા વાસણમાં નાખી રહેવા દયો ત્યાર બાદ ઘસી ને બરોબર સાફ કરી બે પાણીથી ધોઈ લ્યો જેથી એના પર ચોટેલી માટી બરોબર નીકળી જાય ત્યાર બાદ ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ફરીથી એક વખત ધોઈ લ્યો અને કોરું કરી લ્યો.
- હવે ચાકુથી થોડી જાડી રહે એ રીતે લાંબી લાંબી આંગળી જેવી કાપી કટકા કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી ફરાળી મીઠું છાંટી બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરીથી મિક્સ કરી પાણીથી ધોઈ લ્યો અને ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો.
- હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી ફરાળી મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂરણ ના કટકા નાખો અને બે થી ત્રણ મિનિટ ઉકાળી લ્યો. ત્રણ મિનિટ પછી ચારણીમાં કાઢી ઠંડી થવા દયો.
- કટકા ને સાફ કપડા માં કાઢી વધારાનું પાણી સૂકવી ઠંડી કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં થોડા થોડા કટકા નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે કાઢી બીજા કટકા ને તરી લ્યો અને તારેલ કટકા પર તમારી પસંદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો. તો તૈયાર છે સૂરણ ફ્રેંચ ફ્રાઈસ.
Notes
- મીઠા ની માત્ર વધારે ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવી.
- કટકા ની સાઇઝ એક સરખી કાપવી જેથી કોઈ વધારે કે કોઈ ઓછું ન ચડે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali dahi vada banavani rit | ફરાળી દહીંવડા બનાવવાની રીત
Farali sama vada recipe | ફરાળી સામા વડા બનાવવાની રીત
ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત | Farali sandwich banavani rit
rajgara ni puri in gujarati | રાજગરા ની પુરી બનાવવાની રીત
bataka ni farali khichdi banavani rit | બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત
shakkariya nu shaak banavani rit | શક્કરિયા નું શાક બનાવવાની રીત