‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત એમ જ નથી પડી. સુરતના સ્ટ્રીટ ફૂડનો સ્વાદ આખા ગુજરાતમાં વખણાય છે. તેમાં પણ સાંજના સમયે ખવાતી Surti Green Bhel (સુરતી ગ્રીન ભેલ) નો ચટપટો અને તીખો સ્વાદ સૌને ખૂબ જ પસંદ આવે છે. . આ ભેલ રેગ્યુલર ભેલ થી અલગ સ્વાદ વાડી અને ચટણીઓ બનાવવાની ઝંઝટ વગર ખુબ ઝડપ થી તૈયાર થઇ જાય છે. આ ગ્રીન ભેલ ખાસ સુરત માં કોલેજિયન મા ખુબ પસંદ થતી હોય છે. તો ચાલો ગ્રીન ભેલ બનાવવાની રીત શીખીએ.
Table of contents
ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલ 2 કપ
- લીલા મરચા સુધારેલ 5-6
- સિંગદાણા ¼ કપ
- આદુનો ટુકડો ½ ઇંચ
- લીંબુનો રસ 1-2 ચમચી
- સંચળ ½ ચમચી
- જીરું 1 ચમચી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ગ્રીન ભેલ બનાવવા જરૂરી સામગ્રી
- મમરા જરૂર મુજબ
- બેસન સેવ જરૂર મુજબ
- મસાલા દાણા જરૂર મુજબ
- મિક્સ ચેવડો જરૂર મુજબ
- ઝીણી સુધારેલ ડુંગળી જરૂર મુજબ
- ખાંડ વાળું પાણી / મધ જરૂર મુજબ
Surti Green Bhel banavani rit
સુરતી ગ્રીન ભેલ બનાવવા સૌથી પહેલા લીલી ચટણી બનાવશું જેના માટે આપણે લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને સુધારી ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, આદુના કટકા, લીંબુનો રસ, સંચળ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ચટણી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું પાણી નાખી પીસી સ્મૂથ ચટણી બનાવી લ્યો. તૈયાર ચટણી ને એક વાટકામાં કાઢી લ્યો.
હવે ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ઝીણી સુધારી તૈયાર કરી લ્યો સાથે મસાલા વાળા દાણા, બેસન ની સેવ, મિક્સ ચેવડો તૈયાર કરી લ્યો. સાથે એક વાટકામાં બે ત્રણ ચમચી ખાંડ લઇ એમાં પ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ખાંડ ને ઓગાળી લ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ મમરા ને સાફ કરી તડકા તપાવી લ્યો અથવા મોટા વાસણમાં નાખી ધીમા તાપે શેકી ક્રિસ્પી કરી લ્યો.
હવે એક મોટા વાસણમાં જરૂર મુજબ મમરા લ્યો એમાં બેસન સેવ, મિક્સ ચેવડો, મસાલ સિંગદાણા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યક્ર બાદ એમાં જરૂર મુજબ લીલી ચટણી અને ખાંડ નું પાણી / મધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પ્લેટ માં સર્વ કરી ઉપર થી લીલા ધાણા, મસાલા સિંગ અને સેવ છાંટી મજા લ્યો તો તૈયાર છે ગ્રીન ભેલ.
Green bhel recipe notes
ગ્રીન ચટણી થોડી તીખાસ વાળી બનાવવી જેથી ભેલ નો સ્વાદ સારો લાગશે.
આ ભેલ જે મુજબ ખાવી હોય એ મુજબ જ એમાં ચટણી, ડુંગળી અને મીઠું પાણી નાખી મિક્સ કરી બનાવવી.
તમે પહેલેથી મમરા માં સેવ, મસાલા સિંગ, મિક્સ ચેવડો નાખી તૈયાર કરી રાખો અને જ્યારે ભેલ ખાવી હોય ત્યારે એમાં ચટણી, ડુંગળી અને ખાંડ નું પાણી નાખી મિક્સ કરી ને પણ મજા લઇ શકો છો.
સુરતી ગ્રીન ભેલ બનાવવાની રીત

Surti Green Bhel Recipe in Gujarati | સુરતી ગ્રીન ભેલ | Surat Street Food
Equipment
- 1 મોટું વાસણ
- 1 મિક્સર
Ingredients
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 2 કપ લીલા ધાણા સુધારેલ
- 5-6 લીલા મરચા સુધારેલ
- ¼ કપ સિંગદાણા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1-2 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી સંચળ
- 1 જીરું 1 ચમચી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ગ્રીન ભેલ બનાવવા જરૂરી સામગ્રી
- મમરા જરૂર મુજબ
- બેસન સેવ જરૂર મુજબ
- મસાલા દાણા જરૂર મુજબ
- મિક્સ ચેવડો જરૂર મુજબ
- ઝીણી સુધારેલ ડુંગળી જરૂર મુજબ
- ખાંડ વાળું પાણી / મધ જરૂર મુજબ
Instructions
Surti Green Bhel banavani rit
- સુરતી ગ્રીન ભેલ બનાવવા સૌથી પહેલા લીલી ચટણી બનાવશું જેના માટે આપણે લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને સુધારી ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, આદુના કટકા, લીંબુનો રસ, સંચળ, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી ચટણી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું પાણી નાખી પીસી સ્મૂથ ચટણી બનાવી લ્યો. તૈયાર ચટણી ને એક વાટકામાં કાઢી લ્યો.
- હવે ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ઝીણી સુધારી તૈયાર કરી લ્યો સાથે મસાલા વાળા દાણા, બેસન ની સેવ, મિક્સ ચેવડો તૈયાર કરી લ્યો. સાથે એક વાટકામાં બે ત્રણ ચમચી ખાંડ લઇ એમાં પ કપ ગરમ પાણી નાખી મિક્સ કરી ખાંડ ને ઓગાળી લ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ મમરા ને સાફ કરી તડકા તપાવી લ્યો અથવા મોટા વાસણમાં નાખી ધીમા તાપે શેકી ક્રિસ્પી કરી લ્યો.
- હવે એક મોટા વાસણમાં જરૂર મુજબ મમરા લ્યો એમાં બેસન સેવ, મિક્સ ચેવડો, મસાલ સિંગદાણા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યક્ર બાદ એમાં જરૂર મુજબ લીલી ચટણી અને ખાંડ નું પાણી / મધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પ્લેટ માં સર્વ કરી ઉપર થી લીલા ધાણા, મસાલા સિંગ અને સેવ છાંટી મજા લ્યો તો તૈયાર છે ગ્રીન ભેલ.
Green bhel recipe notes
- ગ્રીન ચટણી થોડી તીખાસ વાળી બનાવવી જેથી ભેલ નો સ્વાદ સારો લાગશે.
- આ ભેલ જે મુજબ ખાવી હોય એ મુજબ જ એમાં ચટણી, ડુંગળી અને મીઠું પાણી નાખી મિક્સ કરી બનાવવી.
- તમે પહેલેથી મમરા માં સેવ, મસાલા સિંગ, મિક્સ ચેવડો નાખી તૈયાર કરી રાખો અને જ્યારે ભેલ ખાવી હોય ત્યારે એમાં ચટણી, ડુંગળી અને ખાંડ નું પાણી નાખી મિક્સ કરી ને પણ મજા લઇ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Cucumber Poha Recipe in Gujarati | કાકડીના પૌંઆ | Kakdi Poha
લીલા વટાણાની મસાલા પૂરી – Matar Masala Puri Recipe in Gujarati
Mexican Basket Chaat | મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રેસીપી
Panipuri flavor na mamra banavani rit | પાણીપુરી ફ્લેવર્સ ના મમરા બનાવવાની રીત
moong dal mathri | મગ દાળ ની મઠરી બનાવવાની રીત
