આજે આપણે મહારાષ્ટ્ર ના મમરા માંથી બનતા ફેમસ Sushila – સુશીલા બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન નાસ્તો છે આપણે મમરા માંથી વિવિધ વાનગીઓ બનાવી ને મજા લીધી હશે પણ આજ આપણે પૌવા ની જેમ મમરા માંથી વધારેલા મમરા પૌવા બનાવશું જેને મહારાષ્ટ્ર માં સુશીલા કહે છે જે બનાવવા ખૂબ સરળ અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે. જે સવારે સાંજે નાસ્તામાં બનાવી શકાય છે.
INGREDIENTS
- મમરા 4 કપ
- તેલ 3- 4 ચમચી
- સીંગદાણા 3- 4 ચમચી
- રાઇ 1 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- ઝીણી સુધારેલી ડુંગળી 2-3
- હળદર ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Sushila banavani rit
સુશીલા બનાવવા સૌપ્રથમ મમરા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી ચારણીમાં પાણી નીતરવા મૂકો. પાણી નીતરે ત્યાં સુંધી માં ડુંગળી ને ઝીણી સુધારી લ્યો સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી સીંગદાણા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ગરમ તેલ માં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી ને શેકી લ્યો.
ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ પલાડી રાખેલ મમરા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં શેકી રાખેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સુશીલા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સુશીલા બનાવવાની રીત

Sushila banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
- 4 કપ મમરા
- 3- 4 ચમચી તેલ
- 3- 4 ચમચી સીંગદાણા
- 1 ચમચી રાઇ
- 1 ચમચી જીરું
- 8- 10 મીઠા લીમડા ના પાંદ
- 2-3 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ચમચી હળદર
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Instructions
Sushila banavani rit
- સુશીલા બનાવવા સૌપ્રથમ મમરા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી ચારણીમાં પાણી નીતરવા મૂકો. પાણી નીતરે ત્યાં સુંધી માં ડુંગળી ને ઝીણી સુધારી લ્યો સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી સીંગદાણા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ગરમ તેલ માં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી ને શેકી લ્યો.
- ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ પલાડી રાખેલ મમરા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં શેકી રાખેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સુશીલા.
Notes
- અહીં તમને બીજા વેજિટેબલ નાખવા હોય તો બાફી ને અથવા તેલ માં શેકી ને નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Mexican Basket Chaat | મેક્સીકન બાસ્કેટ ચાટ બનાવવાની રેસીપી
Pizza Sauce banavani rit | પીઝા સોસ બનાવવાની રીત
Rasmalai Cookies banavani rit | રસમલાઈ કૂકીઝ
Magdal na vada banavani rit | મગદાળ ના વડા બનાવવાની રીત