આ ટમાટર કરી ને મહારાષ્ટ્ર માં ટમાટર સાર પણ કહે છે જે ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. બનાવવામાં ખૂબ સરળ અને ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો Tameta curry – ટામેટા કરી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ટમેટા 4- 5 સુધારેલ
- મોટી સુધારેલ ડુંગળી 1
- નારિયળ ના કટકા 2 ચમચી
- આખા સૂકા ધાણા 1 ચમચી
- સૂકા લાલ મરચા 1- 2
- લીલા મરચા સુધારેલા 2- 3
- આદુ પેસ્ટ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 5- 7 ચમચી
- પાણી 2 ½ કપ
વઘાર માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- સૂકા લાલ મરચા 1
- લસણી ની પેસ્ટ ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- હળદર ¼ ચમચી
Tameta curry banavani rit
ટામેટા કરી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઈ સાફ કરી કટકા કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા, લીલા ધાણા ને પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં સુધારેલ ટમાટર, સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, નારિયળ ના કટકા, સૂકા આખા ધાણા, સૂકા લાલ મરચા, આદુ અને સ્વાદ મુજબ મીઠું નાખો સાથે એક થી દોઢ ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો.
હવે ગેસ ચાલુ કરી કડાઈ ને ઢાંકી બધી સામગ્રી ને પંદર વીસ મિનિટ બાફી ને ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી કડાઈમાં રહેલ સામગ્રી ને ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ઠંડી થયેલ સામગ્રી ને મિક્સર જારમાં નાખી સ્મુથ પીસી લ્યો. પીસેલા મિશ્રણ ને મોટી ગરણી થી ગાળી લ્યો અને ગાળી રાખેલ પેસ્ટ ને ફરી કડાઈમાં નાખો.
ત્યાર બાદ એમાં જે પ્રમાણે તમને કરી ઘટ્ટ કે પાતળી જોઈએ એ પ્રમાણે એક થી દોઢ કપ પાણી નાખી ફરી ગેસ ચાલુ કરી ઉકળવા દયો. કરી ઉકળે ત્યાં સુંધી વઘારિયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, લસણ ની પેસ્ટ અને હળદર નાખી લસણ ને શેકી લઈ ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઉકળતી કરી માં નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી મજા લ્યો તો તૈયાર છે ટમાટર કરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ટામેટા કરી બનાવવાની રીત

Tameta curry banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ગરણી
- 1 મિક્સર
Ingredients
- 4- 5 સુધારેલ ટમેટા
- 1 મોટી સુધારેલ ડુંગળી
- 2 ચમચી નારિયળ ના કટકા
- 1 ચમચી આખા સૂકા ધાણા
- 1-2 સૂકા લાલ મરચા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2½ કપ પાણી
વઘાર માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ⅛ ચમચી હિંગ
- 1 સૂકા લાલ મરચા
- ½ ચમચી લસણી ની પેસ્ટ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- ¼ ચમચી હળદર
Instructions
Tameta curry banavani rit
- ટામેટા કરી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઈ સાફ કરી કટકા કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા, લીલા ધાણા ને પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં સુધારેલ ટમાટર, સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, નારિયળ ના કટકા, સૂકા આખા ધાણા, સૂકા લાલ મરચા, આદુ અને સ્વાદ મુજબ મીઠું નાખો સાથે એક થી દોઢ ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- હવે ગેસ ચાલુ કરી કડાઈ ને ઢાંકી બધી સામગ્રી ને પંદર વીસ મિનિટ બાફી ને ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી કડાઈમાં રહેલ સામગ્રી ને ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ઠંડી થયેલ સામગ્રી ને મિક્સર જારમાં નાખી સ્મુથ પીસી લ્યો. પીસેલા મિશ્રણ ને મોટી ગરણી થી ગાળી લ્યો અને ગાળી રાખેલ પેસ્ટ ને ફરી કડાઈમાં નાખો.
- ત્યાર બાદ એમાં જે પ્રમાણે તમને કરી ઘટ્ટ કે પાતળી જોઈએ એ પ્રમાણે એક થી દોઢ કપ પાણી નાખી ફરી ગેસ ચાલુ કરી ઉકળવા દયો. કરી ઉકળે ત્યાં સુંધી વઘારિયા માં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, લસણ ની પેસ્ટ અને હળદર નાખી લસણ ને શેકી લઈ ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઉકળતી કરી માં નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા છાંટી મજા લ્યો તો તૈયાર છે ટમાટર કરી.
Notes
- અહીં જો તમે નારિયળ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
- કરી ન ઘણી ઘટ્ટ કે ન ઘણી પાતળી રાખવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Crispy masala karela banavani recipe | ક્રિસ્પી મસાલા કારેલા બનાવવાની રેસીપી
Methi besan nu shaak banavani rit | મેથી બેસન નું શાક બનાવવાની રીત
Green pavbhaji banavani recipe | ગ્રીન પાઉંભાજી બનાવવાની રેસીપી
Potli daal dhokli | પોટલી દાળ ઢોકળી બનાવવાની રેસીપી
Tameto methambo banavani rit | ટમેટા મેથંબો બનાવવાની રીત