Home Nasta Thecha paneer bread banavani recipe | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રેસીપી

Thecha paneer bread banavani recipe | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રેસીપી

Thecha paneer bread banavani recipe | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રેસીપી
Image credit – Youtube/My Jain Recipes

નમસ્તે મિત્રો આજે આપણે ઠેંચા પનીર સ્ટફ્ડ બ્રેડ બનાવતા શીખીશું જે નાના થી લઈ અને મોટા સુધી બધા ને ભાવે તેવી જ રીત ની એક અલગ સ્ટફ્ડ Thecha paneer bread – ઠેંચા પનીર બ્રેડ ની રેસીપી બનાવતા શીખીશું.

લોટ બાંધવા માટે ની સામગ્રી :-

  • મેંદો 1 કપ
  • ખાંડ નો પાવડર 1 ચમચી
  • મીઠું 1 ½ ચમચી
  • બેકિંગ પાવડર ½ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • દહીં 1 ½ કપ
  • પાણી 2 મોટી ચમચી
  • તેલ 1.5 ચમચી

માખણ લગાવવા માટેની સામગ્રી :-

  • ઓગળેલું માખણ
  • ચિલી ફલેક્સ
  • ઓરેગાનો
  • મીઠું
  • લીલા ધાણા સમારેલાં

ઠેંચા માટેની સામગ્રી :-

  • તેલ 1 ½ ચમચી
  • જીરું 1 ½ ચમચી
  • મગફળી 2 ચમચી
  • 10-12 લીલા મરચા મિડિયમ તીખા / અથવા તો તમારી તીખાશ મુજબ
  • મીઠા લીમડાનાં પાંદ 7-8
  • ધાણા જીરું પાવડર ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ½ ચમચી
  • લીલા ધાણા પાંદ 1 કપ વરાળ આપેલા

સ્ટફિંગ માટે ની સામગ્રી :-

  • પનીર 100 ગ્રામ
  • ઠેંચા
  • પનીર

Thecha paneer bread banavani recipe

ઠેંચા પનીર બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઠેંચા ની તૈયારી કરી લેશું તેના માટે આપણે લીલા મરચા ના મિડયમ સાઇઝ ના ટુકડા કરી લેશું મરચાં ના ટુકડા થઈ ગયા બાદ હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં ½ ચમચી તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે તેમાં સીંગ દાણા નાખી અને સિંગદાણા ને સેકી લેશું સીંગ દાણા શેકાઈ જાય એટલે તેમાં જીરું ½ ચમચી , હિંગ ¼ , લીલા મરચા જીણા સમરેલા , મીઠા લીમડાનાં પાંદ નાખી અને ½ ચમચી મીઠું નાખી અને 3-4 મિનિટ માટે બધી વસ્તુ ને સેકી લેશું.

ત્યાર બાદ તેમાં ½ ચમચી ધાણા જીરું પાવડર , લીલા ધાણા જે સમારી ને રાખ્યા હતા તેને પણ નાખી અને 2-3 મિનિટ સુધી મિડીયમ તાપે સેકી લેશું . બધી વસ્તુ સેકી લીધા બાદ એક પ્લેટ માં કાઢી અને ઠંડું થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને મિક્ષ્ચર જાર માં આપણે ઠેંચા ની સામગ્રી જે સેકી ને ઠંડી કરવા મૂકી હતી તે સામગ્રી ને આપણે મિક્ષ્ચર જાર માં નાખશું અને ½ લીંબુ નો રસ નાખી અને ઠેંચા ને આપણે દર્દરું પીસી લેશું . ઠેંચા માં આપણે બિલકુલ પણ પાણી નો ઉપયોગ નઈ કરીએ.

હવે આપણે 100 ગ્રામ પનીર ના નાના નાના કટકા કરી લેશું અને ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું અને તેમાં પનીર ના કટકા અને ઠેંચા વાળું મિશ્રણ નાખી અને સ્ટફિંગ ની તૈયારી કરી લેશું અને ત્યાર બાદ પનીર અને ઠેંચા ને ચમચી ની મદદ થી સારી રીતે મિક્સ કરી લેશું . આ સ્ટફિંગ માંથી તમે સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવિચ પણ બનાવી શકો છો.

ત્યાર બાદ એક વાટકી માં ઓગળેલું બટર લેશું અને તેમાં થોડું ચિલી ફલેક્સ , થોડું ઓરેગાનો , અને થોડું મીઠું અને લીલા ધાણા ના જીણા સમારેલાં પાંદ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . તો તૈયાર છે આપણું બ્રેડ પર લગાવવાનું સ્પ્રેડ.

હવે આપણે લોટ બાંધવાની તૈયાર કરીશું તેના માટે સૌ પ્રથમ 1 કપ મેંદો , 1 ચમચી ખાંડ , ¼ ચમચી બેકિંગ સોડા , ½ ચમચી બેકિંગ પાવડર નાખી અને ચારણી ની મદદ થી ચાળી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી ચીલી ફ્લેક્સ , ½ ચમચી ઓરેગાનો અને 1.5 ચમચી તેલ નાખી બધી વસ્તુ ને મિક્સ કરી અને તેમાં રૂમ ટેમ્પ્રેક્ચર વાળુ ½ કપ દહીં નાખી અને લોટ બાંધી લેશું જો જરૂર પડે તો દહીં નું પાણી નાખશું અને આ લોટ આપણે એકદમ નરમ બાંધીશું આ લોટ આપણે બિલકુલ પણ કઠણ નઈ બાંધીએ ઈ ખાસ ધ્યાન રાખશું.

ત્યાર બાદ હાથ ધોઈ અને લોટ માં થોડું તેલ લગાવી અને અને લોટ ને મસળી લેશું . આ લોટ ને આપણે ઈયા રેસ્ટ માટે નથી રાખવાનો આપણે તેની તરત જ બ્રેડ બનાવીશું હવે ચોપિંગ બોર્ડ ઉપર થોડો સૂકો લોટ નાખી અને હાથ વડે જ આપણે લોટ ને સ્પ્રેડ કરી લેશું . તમને વેલણ નો ઉપયોગ કરવો હોય તો તમે ઈ પણ કરી શકો છો . પણ આપણો લોટ સાવ નરમ હોવાથી આરામથી હાથ વડે આપણે તેને ફેલાવી શકીશું.

હવે બ્રેડ ને હાથ વડે ફેલાવી લીધા બાદ તેમાં આપણે જે બટર વાળું સ્પ્રેડ તૈયાર કર્યું હતું તે સ્પ્રેડ ને વચે વચે બ્રેડ માં લગાવી દેશું કિનારી માં સ્પ્રેડ ની લગાવીએ અને ત્યાર બાદ તૈયાર કરેલું ઠેંચા વાળું સ્ટફિંગ અડધા ભાગ માં નાખી દેશું ઈયા ઠેંચા વાળું સ્ટફિંગ તમે તમારી જરૂર મુજબ નાખી સકો છો . અને ત્યાર બાદ તેના પર થોડું ચીઝ ખમણી ને નાખી અને બધું કિનારી માં થોડું પાણી લગાવી દેશું પાણી લગાવી દીધા બાદ આપણે બ્રેડ ને કવર કરી દેશું પાણી લગાવવાથી આપણી બ્રેડ ની કિનારી છૂટી નઈ પડે.

ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી થોડું થોડું પ્રેસ કરી દેશું જેનાથી બને સાઇડ સારી રીતે ચોટી જશે અને બેક કરવા ટાઈમ પર ચીઝ કે મસાલો બહાર નઈ નીકળે હવે ચાકુ ની મદદ થી આપણે બ્રેડ ની ઉપર નાના નાના કટ લગાવી દેશું અને બટર સ્પ્રેડ બ્રેડ પણ લગાવીશું અને હવે આપણે બ્રેડ ને આપણે ડીશ ઉપર એક બટર પેપર રાખી અને તેના ઉપર આપણે બ્રેડ ને મૂકી દેશું.

હવે ઈયા આપણે ધ્યાન રાખશું કે આપણે જયારે બ્રેડ ની તૈયારી કરતા હોઈએ ત્યારેજ આપણે કડાઈ ને પેલે થીજ  8-10 મિનિટ માટે ધીમા તાપે પ્રિ હિટ કરવા મૂકી દેશું . એટલે આપણી કડાઈ પ્રિ હિટ થઈ જાય એટલે આપણે તેમાં તરત જ બ્રેડ ને બેક કરવા મૂકી શકીએ . હવે કડાઈ આપણી પ્રિ હિટ થઈ ગઈ છે તેમાં કાંઠો રાખી અને બ્રેડ વાડી ડીશ ને તેના પર રાખી અને  ઢાંકણ ઢાંકી અને 12-15 મિનિટ સુધી મિડયમ તાપે સેકી લેશું 12-15 મિનિટ બાદ બ્રેડ ની બીજી બાજુ ફેરવી લેશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે 4-5 મિનિટ સુધી બીજી બાજુ ને પણ ચડાવી લેશું.

ત્યાર બાદ આપણે બ્રેડ ને કડાઈ માંથી કાઢી અને ચોપિંગ બોર્ડ પર રાખી તેના પર ફરીથી એક વખત બટર સ્પ્રેડ લગાવી ને બ્રેડ ને થોડી ઠંડી થવા દેશું બ્રેડ ઠંડી થાય એટલે તેના કટકા કરી લેશું.

તો તૈયાર છે આપડી મસ્ત ઠેંચા પનીર બ્રેડ જેને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રેસીપી

Thecha paneer bread - ઠેંચા પનીર બ્રેડ

Thecha paneer bread banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે ઠેંચા પનીર સ્ટફ્ડ બ્રેડ બનાવતાશીખીશું જે નાના થી લઈ અને મોટા સુધી બધા ને ભાવે તેવી જ રીત ની એક અલગ સ્ટફ્ડ Thecha paneer bread – ઠેંચા પનીર બ્રેડ ની રેસીપી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 25 minutes
Cook Time: 15 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 બાઉલ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

લોટ બાંધવા માટે ની સામગ્રી :-

  • 1 કપ મેંદો
  • 1 ચમચી ખાંડ નો પાવડર
  • ચમચી મીઠું
  • ½ ચમચી બેકિંગ પાવડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • કપ દહીં
  • 2 મોટી ચમચી પાણી
  • 1.5 ચમચી તેલ

માખણ લગાવવા માટેની સામગ્રી :-

  • ઓગળેલું માખણ
  • ચિલી ફલેક્સ
  • ઓરેગાનો
  • મીઠું
  • લીલા ધાણા સમારેલાં

ઠેંચા માટેની સામગ્રી :-

  • ચમચી તેલ
  • ચમચી જીરું
  • 2 ચમચી મગફળી
  • 10-12 લીલા મરચા મિડિયમ તીખા / અથવા તો તમારી તીખાશ મુજબ
  • 7-8 મીઠા લીમડાનાં પાંદ
  • ½ ચમચી ધાણા જીરું પાવડર
  • ½ ચમચી હિંગ
  • ચમચી લીંબુ નો રસ
  • 1 કપ લીલા ધાણા પાંદ વરાળ આપેલા

સ્ટફિંગ માટે ની સામગ્રી :-

  • 100 ગ્રામ પનીર
  • ઠેંચા
  • પનીર

Instructions

Thecha paneer bread banavani recipe

  • ઠેંચા પનીર બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઠેંચા ની તૈયારી કરી લેશું તેના માટે આપણે લીલા મરચા ના મિડયમ સાઇઝ ના ટુકડા કરી લેશું મરચાં ના ટુકડા થઈ ગયા બાદ હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં ½ ચમચી તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે તેમાં સીંગ દાણા નાખી અને સિંગદાણા ને સેકી લેશું સીંગ દાણા શેકાઈ જાય એટલે તેમાં જીરું ½ ચમચી , હિંગ ¼ , લીલા મરચા જીણા સમરેલા , મીઠા લીમડાનાં પાંદ નાખી અને ½ ચમચી મીઠું નાખી અને 3-4 મિનિટ માટે બધી વસ્તુ ને સેકી લેશું.
  • ત્યાર બાદ તેમાં ½ ચમચી ધાણા જીરું પાવડર , લીલા ધાણા જે સમારી ને રાખ્યા હતા તેને પણ નાખી અને 2-3 મિનિટ સુધી મિડીયમ તાપે સેકી લેશું . બધી વસ્તુ સેકી લીધા બાદ એક પ્લેટ માં કાઢી અને ઠંડું થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને મિક્ષ્ચર જાર માં આપણે ઠેંચા ની સામગ્રી જે સેકી ને ઠંડી કરવા મૂકી હતી તે સામગ્રી ને આપણે મિક્ષ્ચર જાર માં નાખશું અને ½ લીંબુ નો રસ નાખી અને ઠેંચા ને આપણે દર્દરું પીસી લેશું . ઠેંચા માં આપણે બિલકુલ પણ પાણી નો ઉપયોગ નઈ કરીએ.
  • હવે આપણે 100 ગ્રામ પનીર ના નાના નાના કટકા કરી લેશું અને ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું અને તેમાં પનીર ના કટકા અને ઠેંચા વાળું મિશ્રણ નાખી અને સ્ટફિંગ ની તૈયારી કરી લેશું અને ત્યાર બાદ પનીર અને ઠેંચા ને ચમચી ની મદદ થી સારી રીતે મિક્સ કરી લેશું . આ સ્ટફિંગ માંથી તમે સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવિચ પણ બનાવી શકો છો.
  • ત્યાર બાદ એક વાટકી માં ઓગળેલું બટર લેશું અને તેમાં થોડું ચિલી ફલેક્સ , થોડું ઓરેગાનો , અને થોડું મીઠું અને લીલા ધાણા ના જીણા સમારેલાં પાંદ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . તો તૈયાર છે આપણું બ્રેડ પર લગાવવાનું સ્પ્રેડ.
  • હવે આપણે લોટ બાંધવાની તૈયાર કરીશું તેના માટે સૌ પ્રથમ 1 કપ મેંદો , 1 ચમચી ખાંડ , ¼ ચમચી બેકિંગ સોડા , ½ ચમચી બેકિંગ પાવડર નાખી અને ચારણી ની મદદ થી ચાળી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી ચીલી ફ્લેક્સ , ½ ચમચી ઓરેગાનો અને 1.5 ચમચી તેલ નાખી બધી વસ્તુ ને મિક્સ કરી અને તેમાં રૂમ ટેમ્પ્રેક્ચર વાળુ ½ કપ દહીં નાખી અને લોટ બાંધી લેશું જો જરૂર પડે તો દહીં નું પાણી નાખશું અને આ લોટ આપણે એકદમ નરમ બાંધીશું આ લોટ આપણે બિલકુલ પણ કઠણ નઈ બાંધીએ ઈ ખાસ ધ્યાન રાખશું.
  • ત્યાર બાદ હાથ ધોઈ અને લોટ માં થોડું તેલ લગાવી અને અને લોટ ને મસળી લેશું . આ લોટ ને આપણે ઈયા રેસ્ટ માટે નથી રાખવાનો આપણે તેની તરત જ બ્રેડ બનાવીશું હવે ચોપિંગ બોર્ડ ઉપર થોડો સૂકો લોટ નાખી અને હાથ વડે જ આપણે લોટ ને સ્પ્રેડ કરી લેશું . તમને વેલણ નો ઉપયોગ કરવો હોય તો તમે ઈ પણ કરી શકો છો . પણ આપણો લોટ સાવ નરમ હોવાથી આરામથી હાથ વડે આપણે તેને ફેલાવી શકીશું.
  • હવે બ્રેડ ને હાથ વડે ફેલાવી લીધા બાદ તેમાં આપણે જે બટર વાળું સ્પ્રેડ તૈયાર કર્યું હતું તે સ્પ્રેડ ને વચે વચે બ્રેડ માં લગાવી દેશું કિનારી માં સ્પ્રેડ ની લગાવીએ અને ત્યાર બાદ તૈયાર કરેલું ઠેંચા વાળું સ્ટફિંગ અડધા ભાગ માં નાખી દેશું ઈયા ઠેંચા વાળું સ્ટફિંગ તમે તમારી જરૂર મુજબ નાખી સકો છો . અને ત્યાર બાદ તેના પર થોડું ચીઝ ખમણી ને નાખી અને બધું કિનારી માં થોડું પાણી લગાવી દેશું પાણી લગાવી દીધા બાદ આપણે બ્રેડ ને કવર કરી દેશું પાણી લગાવવાથી આપણી બ્રેડ ની કિનારી છૂટી નઈ પડે.
  • ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી થોડું થોડું પ્રેસ કરી દેશું જેનાથી બને સાઇડ સારી રીતે ચોટી જશે અને બેક કરવા ટાઈમ પર ચીઝ કે મસાલો બહાર નઈ નીકળે હવે ચાકુ ની મદદ થી આપણે બ્રેડ ની ઉપર નાના નાના કટ લગાવી દેશું અને બટર સ્પ્રેડ બ્રેડ પણ લગાવીશું અને હવે આપણે બ્રેડ ને આપણે ડીશ ઉપર એક બટર પેપર રાખી અને તેના ઉપર આપણે બ્રેડ ને મૂકી દેશું.
  • હવે ઈયા આપણે ધ્યાન રાખશું કે આપણે જયારે બ્રેડ ની તૈયારી કરતા હોઈએ ત્યારેજ આપણે કડાઈ ને પેલે થીજ 8-10 મિનિટ માટે ધીમા તાપે પ્રિ હિટ કરવા મૂકી દેશું . એટલે આપણી કડાઈ પ્રિ હિટ થઈ જાય એટલે આપણે તેમાં તરત જ બ્રેડ ને બેક કરવા મૂકી શકીએ . હવે કડાઈ આપણી પ્રિ હિટ થઈ ગઈ છે તેમાં કાંઠો રાખી અને બ્રેડ વાડી ડીશ ને તેના પર રાખી અને ઢાંકણ ઢાંકી અને 12-15 મિનિટ સુધી મિડયમ તાપે સેકી લેશું 12-15 મિનિટ બાદ બ્રેડ ની બીજી બાજુ ફેરવી લેશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે 4-5 મિનિટ સુધી બીજી બાજુ ને પણ ચડાવી લેશું.
  • ત્યાર બાદ આપણે બ્રેડ ને કડાઈ માંથી કાઢી અને ચોપિંગ બોર્ડ પર રાખી તેના પર ફરીથી એક વખત બટર સ્પ્રેડ લગાવી ને બ્રેડ ને થોડી ઠંડી થવા દેશું બ્રેડ ઠંડી થાય એટલે તેના કટકા કરી લેશું.
  • તો તૈયાર છે આપડી મસ્ત ઠેંચા પનીર બ્રેડ જેને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

Notes

  •  તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ લઈ સકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here