આ એક બિહારી વાનગી છે જે દિવાળી પછી આવતી છ્ઠ પર બનાવવામાં આવે છે. આ ઠેકુઆ ને આપણા ભારતના બિસ્કીટ પણ કહી શકીએ છીએ. જેને આપણે બેક કરવાની જગ્યાએ તરી ને તૈયાર કરીશું. જે બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બનીને તૈયાર થાય છે અને મનગમતા આકાર આપી બનાવવામાં આવે છે તો બિહારી લોકો તો માત્ર છ્ઠ પર બનાવે છે પણ આપણે જયારે હેલ્થી બિસ્કીટ ખાવાની ઈચ્છા થાય અથવા બાળકો ને કઈ હેલ્થી બિસ્કીટ આપવા હોય તો Thekua – ઠેકુઆ બનાવી આપી શકો છો.
INGREDIENTS
- ઘઉંનો લોટ 1 ½ કપ
- છીણેલો ગોળ ¾ કપ
- છીણેલું નારિયલ 2-3 ચમચી
- વરિયાળી 1 ચમચી
- ઘી 3-4 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ /ઘી
Thekua banavani recipe
ઠેકુઆ બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ ના પાણીને ગરણી વડે ગાળી ઠંડું થવા એક બાજુ મુકો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું નારિયલ, હાથ થી મસળી વરીયાળી, એલચી પાઉડર અને ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ વાળું પાણી થોડું થોડું નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ મિનીટ એક બાજુ ઢાંકી મુકો. હવે ગેસ પર એક કડાઈમાં સાવ ધીમા તાપે તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. તેલ / ઘી ગરમ થાય ત્યાં સુંધી ઠેકુઆ મોલ્ડ પર ઘી લગાવી બાંધેલા લોટ માંથી લુવો લઇ મોલ્ડ પર એક સરખો ફેલાવી આકાર આપો.
આમ થોડા આકાર આપી તૈયાર કરી લ્યો. હવે તેલ/ ઘી થોડા ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઠેકુઆ નાખી ધીમા તાપે થોડી વાર એમજ તરવા મુકો પાંચ સાત મિનીટ પછી ઝરથી હલાવી ઉઠાલવી દયો અને બને બાજુ ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો.
ઠેકુઆ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે કાઢી લઇ બીજા તૈયાર કરેલા ઠેકુઆ ને તરવા નાખો. આમ બધા જ ઠેકુઆ તૈયાર કરી લ્યો અને ઠંડા થવા દયો તૈયાર ઠેકુઆ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે ઠેકુઆ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઠેકુઆ બનાવવાની રેસીપી

Thekua banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 ઠેકુઆને આકાર આપવાના મોલ્ડ
- 1 કડાઈ
Ingredients
- 1 ½ કપ ઘઉંનો લોટ
- ¾ કપ છીણેલો ગોળ
- 2-3 ચમચી છીણેલું નારિયલ
- 1 ચમચી વરિયાળી
- 3-4 ચમચી ઘી
- ½ ચમચી એલચી પાઉડર
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ /ઘી
Instructions
Thekua banavani recipe
- ઠેકુઆ બનાવવા સૌથી પહેલા ગેસ પર એક તપેલીમાં છીણેલો ગોળ નાખી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ ના પાણીને ગરણી વડે ગાળી ઠંડું થવા એક બાજુ મુકો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું નારિયલ, હાથ થી મસળી વરીયાળી, એલચી પાઉડર અને ઘી નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે એમાં ઠંડુ થયેલ ગોળ વાળું પાણી થોડું થોડું નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ મિનીટ એક બાજુ ઢાંકી મુકો. હવે ગેસ પર એક કડાઈમાં સાવ ધીમા તાપે તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. તેલ / ઘી ગરમ થાય ત્યાં સુંધી ઠેકુઆ મોલ્ડ પર ઘી લગાવી બાંધેલા લોટ માંથી લુવો લઇ મોલ્ડ પર એક સરખો ફેલાવી આકાર આપો.
- આમ થોડા આકાર આપી તૈયાર કરી લ્યો. હવે તેલ/ ઘી થોડા ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઠેકુઆ નાખી ધીમા તાપે થોડી વાર એમજ તરવા મુકો પાંચ સાત મિનીટ પછી ઝરથી હલાવી ઉઠાલવી દયો અને બને બાજુ ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુંધી તારી લ્યો.
- ઠેકુઆ ગોલ્ડન બ્રોઉંન થાય એટલે કાઢી લઇ બીજા તૈયાર કરેલા ઠેકુઆ ને તરવા નાખો. આમ બધા જ ઠેકુઆ તૈયાર કરી લ્યો અને ઠંડા થવા દયો તૈયાર ઠેકુઆ ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે ઠેકુઆ.
Notes
- અહી નારિયલ તમે તાજું અથવા સુકેલ બને વાપરી શકો છો.
- ગોળ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- મોલ્ડ વગર પણ તમે હાથ અથવા ઝારા કે ચમચા થી આકાર આપી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pauva namkin puri banavani rit | પૌવા નમકીન પૂરી બનાવવાની રીત
rava dosa recipe in gujarati | રવા ઢોસા
momos parotha banavani rit | મોમોઝ પરોઠા
Healthy chila banavani rit | હેલ્થી ચીલા
ras muthiya banavani rit |રસ મુઠીયા
raj kachori banavani rit | રાજ કચોરી


 
