Republic Day (26 January) કે Independence Day (15 August) જેવા રાષ્ટ્રીય તહેવારો પર આપણે હંમેશા કંઈક ખાસ કરવા માંગતા હોઈએ છીએ. જો તમે ખાવાના શોખીન હોવ અને સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખતા હોવ, તો આ Tricolour Salad Recipe in Gujarati તમારા માટે પરફેક્ટ છે. આ તિરંગા સલાડ માં આપણે કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કરવાના, પરંતુ કુદરતી શાકભાજી – ગાજર (કેસરી), મૂળા (સફેદ) અને કાકડી (લીલો) નો ઉપયોગ કરીને Indian Flag ના રંગો આપીશું. આ Healthy Salad બનાવવામાં માત્ર 5-10 મિનિટ લાગે છે. તો ચાલો જોઈએ Tiranga Salad Banavani Rit.
Table of contents
Ingredients
- 2 નંગ: ગાજર (Carrots) – કેસરી રંગ માટે
- 1 નંગ: મૂળો (Radish) અથવા કોપરું – સફેદ રંગ માટે
- 2 નંગ: કાકડી (Cucumber) – લીલા રંગ માટે
- 1 ચમચી: લીંબુનો રસ (Lemon Juice)
- 1/2 ચમચી: મરી પાવડર (Black Pepper Powder)
- 1/2 ચમચી: શેકેલું જીરું પાવડર (Roasted Cumin Powder)
- સ્વાદાનુસાર: મીઠું (Salt) અને ચાટ મસાલો
- સજાવટ માટે: કોથમીર અથવા ફુદીનાનું પાન (અશોક ચક્ર માટે)
Tricolour Salad banavani rit
તિરંગા સલાડ બનાવવા સૌ પ્રથમ ગાજર, મૂળા અને કાકડીને પાણીથી બરાબર ધોઈ લો. ગાજર અને મૂળાની છાલ ઉતારી લો. કાકડીને છાલ સાથે જ રાખો જેથી તેનો ઘાટો લીલો રંગ જળવાઈ રહે. હવે ત્રણેય શાકભાજીને અલગ-અલગ બાઉલમાં છીણી (Grate) લો. ધ્યાન રાખો કે ત્રણેયને મિક્સ નથી કરવાના.
હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં સૌથી ઉપરના ભાગમાં છીણેલું ગાજર ગોઠવો. ગાજર કુદરતી રીતે કેસરી રંગ આપે છે. ગાજરની અંદર થોડું મીઠું અને મરી પાવડર ભભરાવો જેથી ટેસ્ટ સારો આવે. તેને હાથેથી અથવા ચમચીથી દબાવીને એક સરખું સેટ કરો.
ગાજરની બરાબર નીચે છીણેલા મૂળાનું લેયર બનાવો. મૂળાનો સ્વાદ થોડો તીખો હોય છે જે સલાડમાં મજા આપે છે. (જો બાળકો માટે બનાવતા હોવ તો મૂળાની જગ્યાએ છીણેલું પનીર પણ વાપરી શકો). છેલ્લે સૌથી નીચે લીલા રંગ માટે છીણેલી કાકડી ગોઠવો.
ત્રણેય લેયર ગોઠવાઈ જાય એટલે ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ છાંટો. વચ્ચે અશોક ચક્ર દર્શાવવા માટે એક કાકડીની સ્લાઈસ અથવા લવિંગનો ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે દેશભક્તિના રંગે રંગાયેલું Republic Day Special Tricolour Salad. આ Tricolour Salad માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે. આ વખતે મહેમાનો માટે જમવાની થાળીમાં આ સલાડ જરૂરથી સામેલ કરજો. જો તમને આ Gujarati Recipe ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ!
તિરંગા સલાડ બનાવવાની રીત

Tricolour Salad Recipe in Gujarati | તિરંગા સલાડ રેસીપી
Equipment
- 1 છીણી
- 1 બાઉલ
- 1 પ્લેટ
Ingredients
- 2 નંગ ગાજર Carrots – કેસરી રંગ માટે
- 1 નંગ મૂળો Radish અથવા કોપરું – સફેદ રંગ માટે
- 2 નંગ કાકડી Cucumber – લીલા રંગ માટે
- 1 ચમચી લીંબુનો રસ Lemon Juice
- 1/2 ચમચી મરી પાવડર Black Pepper Powder
- 1/2 ચમચી શેકેલું જીરું પાવડર Roasted Cumin Powder
- સ્વાદાનુસાર મીઠું Salt અને ચાટ મસાલો
- સજાવટ માટે: કોથમીર અથવા ફુદીનાનું પાન અશોક ચક્ર માટે
Instructions
Tricolour Salad banavani rit
- તિરંગા સલાડ બનાવવા સૌ પ્રથમ ગાજર, મૂળા અને કાકડીને પાણીથી બરાબર ધોઈ લો. ગાજર અને મૂળાની છાલ ઉતારી લો. કાકડીને છાલ સાથે જ રાખો જેથી તેનો ઘાટો લીલો રંગ જળવાઈ રહે. હવે ત્રણેય શાકભાજીને અલગ-અલગ બાઉલમાં છીણી (Grate) લો. ધ્યાન રાખો કે ત્રણેયને મિક્સ નથી કરવાના.
- હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં સૌથી ઉપરના ભાગમાં છીણેલું ગાજર ગોઠવો. ગાજર કુદરતી રીતે કેસરી રંગ આપે છે. ગાજરની અંદર થોડું મીઠું અને મરી પાવડર ભભરાવો જેથી ટેસ્ટ સારો આવે. તેને હાથેથી અથવા ચમચીથી દબાવીને એક સરખું સેટ કરો.
- ગાજરની બરાબર નીચે છીણેલા મૂળાનું લેયર બનાવો. મૂળાનો સ્વાદ થોડો તીખો હોય છે જે સલાડમાં મજા આપે છે. (જો બાળકો માટે બનાવતા હોવ તો મૂળાની જગ્યાએ છીણેલું પનીર પણ વાપરી શકો). છેલ્લે સૌથી નીચે લીલા રંગ માટે છીણેલી કાકડી ગોઠવો.
- ત્રણેય લેયર ગોઠવાઈ જાય એટલે ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ છાંટો. વચ્ચે અશોક ચક્ર દર્શાવવા માટે એક કાકડીની સ્લાઈસ અથવા લવિંગનો ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે દેશભક્તિના રંગે રંગાયેલું Republic Day Special Tricolour Salad.
- આ Tricolour Salad માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે. આ વખતે મહેમાનો માટે જમવાની થાળીમાં આ સલાડ જરૂરથી સામેલ કરજો. જો તમને આ Gujarati Recipe ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ!
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દેશી ગાજર અને લસણનું અથાણું – Desi Gajar Lasan nu Athanu Recipe in Gujarati
Kaju lasan nu shaak banavani rit | કાજુ લસણ નું શાક
chyawanprash banavani rit | ચ્યવનપ્રાશ બનાવવાની રીત
Potli daal dhokli | પોટલી દાળ ઢોકળી બનાવવાની રેસીપી
Ghau na lot ni tandoori roti | ઘઉંના લોટની તંદુરી રોટી
Palak na muthiya banavani rit | પાલક ના મુઠીયા












