આ સુખડી ખાવા માં જેટલી ટેસ્ટી લાગે છે એટલી જ હેલ્થી હોય છે જેને નાના મોટા રોજ થોડી માત્રા મળ લે તો સ્વાસ્થ્ય ખૂબ સારું થાય છે. આ સુખડી સુવાવડ માં પણ બનાવી આપવામાં આવે છે જેથી માતા ને તાકાત મળે. તો ચાલો આજ આપણે Vasana ane gund thi banel sukhdi – વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ઘઉંનો લોટ 1 કપ
- સાવ ઝીણો છીણેલો ગોળ ½ કપ
- ઘી ¾ કપ
- દૂધ 2- 3 ચમચી
- કાજુ 10- 12
- બદામ 10- 12
- પિસ્તા 8- 10
- અખરોટ 4- 5
- સૂકા નારિયળ નું છીણ 3 ચમચી
- સૂંઠ પાઉડર 2 ચમચી
- પીપળી ગંઠોડા નો પાઉડર 2 ચમચી
- ગુંદ 4- 5 ચમચી
Vasana ane gund thi banel sukhdi banavani rit
વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવા સૌપ્રથમ એક થાળી માં એક ચમચી ઘી નાખી ફેલાવી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ ને નાખી દરદરા પીસી એક બાજુ મૂકો. અને ગોળ ને સાવ ઝીણો ઝીણો સમારી લ્યો.
હવે ગેસ પર પા કપ જેટલું ઘી ગરમ કરો ત્યાર બાદ એમાં થોડો થોડો ગુંદ નાખી તરી લ્યો. આમ બધો જ ગુંદ તારી લઈ એક બાજુ મૂકો. હવે કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ કરી એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ અને ઘી ને હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં એક ચમચી દૂધ નાખી મિક્સ કરી હલવો.
દૂધ નું પાણી બરી જાય એટલે ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ ફ્રી એક ચમચી દૂધ નાખી શેકી લ્યો અને દૂધ બિલકુલ બારી જાય એટલે ગેસ બંધ કરી એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રૂટ, તરી રાખેલ ગુંદ, પીપળી ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, સૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં ઝીણો સમારેલા ગોળ ને નાખી ગોળ બરોબર ઓગળી ને મિક્સ થઈ જાય ત્યાં સુંધી હલાવી લ્યો ( જો લોટ થોડો ઠંડો થઈ ગયો હોય તો સાવ ધીમા તાપે બે ત્રણ મિનિટ ગરમ કરી લીધા બાદ એમાં ગોળ નાખી મિક્સ કરવો. ) ગોળ બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો.
ફેલાવેલા મિશ્રણ માં ચાકુથી મનગમતા આકાર ના કાપા કરી તૈયાર સુખડી ને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા ઉપર કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે વસાણા અને ગુંદથી બનેલ સુખડી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવાની રીત

Vasana ane gund thi banel sukhdi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- ½ કપ સાવ ઝીણો છીણેલો ગોળ
- ¾ કપ ઘી
- 2-3 ચમચી દૂધ
- 10- 12 કાજુ
- 10- 12 બદામ
- 8- 10 પિસ્તા
- 4- 5 અખરોટ
- 3 ચમચી સૂકા નારિયળ નું છીણ
- 2 ચમચી સૂંઠ પાઉડર
- 2 ચમચી પીપળી ગંઠોડા નો પાઉડર
- 4-5 ચમચી ગુંદ
Instructions
Vasana ane gund thi banel sukhdi banavani rit
- વસાણા અને ગુંદથી બનેલ સુખડી બનાવવા સૌપ્રથમ એક થાળી માં એક ચમચી ઘી નાખી ફેલાવી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ ને નાખી દરદરા પીસી એક બાજુ મૂકો. અને ગોળ ને સાવ ઝીણો ઝીણો સમારી લ્યો.
- હવે ગેસ પર પા કપ જેટલું ઘી ગરમ કરો ત્યાર બાદ એમાં થોડો થોડો ગુંદ નાખી તરી લ્યો. આમ બધો જ ગુંદ તારી લઈ એક બાજુ મૂકો. હવે કડાઈમાં બાકી નું ઘી નાખી ગરમ કરી એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ અને ઘી ને હલાવતા રહી શેકી લ્યો. લોટ શેકાઈ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં એક ચમચી દૂધ નાખી મિક્સ કરી હલવો.
- દૂધ નું પાણી બરી જાય એટલે ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ ફ્રી એક ચમચી દૂધ નાખી શેકી લ્યો અને દૂધ બિલકુલ બારી જાય એટલે ગેસ બંધ કરી એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રૂટ, તરી રાખેલ ગુંદ, પીપળી ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, સૂકા નારિયળ નું છીણ નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં ઝીણો સમારેલા ગોળ ને નાખી ગોળ બરોબર ઓગળી ને મિક્સ થઈ જાય ત્યાં સુંધી હલાવી લ્યો ( જો લોટ થોડો ઠંડો થઈ ગયો હોય તો સાવ ધીમા તાપે બે ત્રણ મિનિટ ગરમ કરી લીધા બાદ એમાં ગોળ નાખી મિક્સ કરવો. ) ગોળ બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો.
- ફેલાવેલા મિશ્રણ માં ચાકુથી મનગમતા આકાર ના કાપા કરી તૈયાર સુખડી ને એક બે કલાક ઠંડી થવા દયો. સુખડી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા ઉપર કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે વસાણા અને ગુંદથી બનેલ સુખડી.
Notes
- ગોળ,વસાણા અને ગુંદ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sakar papadi banavani recipe | સાકર પાપડી બનાવવાની રેસીપી
Pineapple shiro banavani rit | પાયનેપલ શીરો
Akhrot no halvo banavani rit | અખરોટ નો હલવો બનાવવાની રીત
Shahi sandwich mithai banavani rit | શાહી સેન્ડવીચ મીઠાઈ
milk powder na gulab jambu banavani rit | મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ
Kukar ma gajar no halvo banavan rit | કુકરમાં ગાજર નો હલવો
custard barfi banavani rit | કસ્ટર્ડ બરફી બનાવવાની રીત