શિયાળો આવી રહ્યો છે અને જેમ જેમ ઠંડી લાગવા લાગશે એમ એમ ગરમ ગરમ વાનગીઓ, વાસણા યુક્ત વાનગીઓ અને સૂપ બધાને ગમવા લાગશે. બજારમાં અલગ અલગ ઘણી પ્રકારના સૂપ તૈયાર પ્રી મિક્સ મળે છે અને આપણે ઘણી વખત એનો ઉપયોગ કરી સૂપ બનાવી મજા લેતા હોઈએ છીએ. અથવા તો હોટલ કે રેસ્ટોરેન્ટ માં જઈ મજા લેતા હોઈએ. પણ આજ આપણે ઘરે vegetable soup premix – વેજીટેબલ સૂપ પ્રી મિક્સ બનાવી જયારે સૂપ ની મજા લેવી હોય ત્યારે ખુબ ઝડપથી સૂપ તૈયાર કરી મજા લઇ શકો અને એ પણ કો પ્રકારના પ્રીઝવેટીવ વગર.
INGREDIENTS
- બીન્સ 100 ગ્રામ
 - ગાજર 100 ગ્રામ
 - મકાઈ ના દાણા 100 ગ્રામ
 - બ્રોકલી 100 ગ્રામ
 - મશરૂમ 100 ગ્રામ
 - સુકવેલ લીલા ધાણા ¼ કપ
 - ફોતરા વગરની મગ દાળ 1 કપ
 - લીંબુનો રસ ૨ચમચી
 - લસણ પાઉડર 2 ચમચી
 - મરી પાઉડર 1 ચમચી
 - સંચળ 1 ચમચી
 - સુંઠ પાઉડર 2 ચમચી
 - સ્વાદ મુજબ મીઠું
 
vegetable soup premix ni rit
વેજીટેબલ સૂપ પ્રી મિક્સ બનાવવા સૌથી પહેલા બીન્સ ને ધોઈ નાની સાઈઝમાં સુધારી લ્યો સાથે ગાજર અને બ્રોકલી ને પણ ધોઈ સાફ કરી મોટા મોટા સુધારી લેવા અને મકાઈના દાણા કાઢી અલગ કરી લ્યો અને જો મશરૂમ ખાતા હો તો એને પણ સાફ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો.
પાણી ઉકાળવા લાગે એટલે એમાં સોથી પહેલા બીન્સ ના કટકા નાખી ઢાંકી પાંચ સાત મિનીટ બાફી લ્યો અને ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો ત્યાર બાદ બ્રોકલી ના કટકા નાખી એને પણ ઢાંકી પંચ મિનીટ બાફી લ્યો અને બરોબર બાફી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો. હવે ગાજર ના કટકા નાખી એને પણ ઢાંકી સાત મિનીટ બાફી લ્યો.
આમ બધા જ શાક ને બાફી તૈયાર કરી લ્યો. હવે બાફી રાખેલ શાક ને ચાકુથી ઝીણા સુધારી મોટા વાસણમાં ફેલાવી કોરા કરી ત્રણ ચાર કલાક તડકામાં સુકાવી લ્યો. સાથે લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને બીજા વાસણમાં સુધારી ફેઅલવી સુકવી લ્યો. હવે ફોતરા વગરની મગ દાળ લઇ એને કપડાથી બરોબર લુછી લ્યો,
ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લઇ પંદર વીસ મિનીટ એમજ રહેવા દયો. અને વીસ મિનીટ પછી ગેસ પર કડાઈમાં દાળ નાખી ધીમા તાપે ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુધી શેકી લ્યો. દાળ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. શેકેલ દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને પીસેલી દાળ ને સાવ ઝીણી ચારણી થી ચાળી લ્યો.
હવે પીસેલી દાળમાં સુકવેલ શાક નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મરી પાઉડર,સુંઠ પાઉડર, સુકવેલ લીલા ધાણા, લસણ પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે વેજીટેબલ પ્રી મિક્સ સૂપ.
વેજીટેબલ પ્રી મિક્સ સૂપ માંથી સૂપ બનાવવા કડાઈમાં એકથી બે કપ પાણી લ્યો એમાં તૈયાર કરેલ પ્રી મિક્સ નાખોઅને બરોબર હલાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહી સૂપ ને ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ચેક કરી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમગરમ સૂપ ની મજા લ્યો. તો તૈયાર છે વેજીટેબલ પ્રી મિક્સ સૂપ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજીટેબલ સૂપ પ્રી મિક્સ ની રીત

vegetable soup premix ni rit
Equipment
- 1 કડાઈ
 - 1 મિક્સર
 
Ingredients
- 100 ગ્રામ બીન્સ
 - 100 ગ્રામ ગાજર
 - 100 ગ્રામ મકાઈ ના દાણા
 - 100 ગ્રામ બ્રોકલી
 - 100 ગ્રામ મશરૂમ
 - ¼ કપ સુકવેલ લીલા ધાણા
 - 1 કપ ફોતરા વગરની મગ દાળ
 - 2 ચમચી લીંબુનો રસ
 - 2 ચમચી લસણ પાઉડર
 - 1 ચમચી મરી પાઉડર
 - 1 ચમચી સંચળ
 - 2 ચમચી સુંઠ પાઉડર
 - સ્વાદ મુજબ મીઠું
 
Instructions
vegetable soup premix ni rit
- વેજીટેબલ સૂપ પ્રી મિક્સ બનાવવા સૌથી પહેલા બીન્સ ને ધોઈ નાની સાઈઝમાં સુધારી લ્યો સાથે ગાજર અને બ્રોકલી ને પણ ધોઈ સાફ કરી મોટા મોટા સુધારી લેવા અને મકાઈના દાણા કાઢી અલગ કરી લ્યો અને જો મશરૂમ ખાતા હો તો એને પણ સાફ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો.
 - પાણી ઉકાળવા લાગે એટલે એમાં સોથી પહેલા બીન્સ ના કટકા નાખી ઢાંકી પાંચ સાત મિનીટ બાફી લ્યો અને ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો ત્યાર બાદ બ્રોકલી ના કટકા નાખી એને પણ ઢાંકી પંચ મિનીટ બાફી લ્યો અને બરોબર બાફી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો. હવે ગાજર ના કટકા નાખી એને પણ ઢાંકી સાત મિનીટ બાફી લ્યો.
 - આમ બધા જ શાક ને બાફી તૈયાર કરી લ્યો. હવે બાફી રાખેલ શાક ને ચાકુથી ઝીણા સુધારી મોટા વાસણમાં ફેલાવી કોરા કરી ત્રણ ચાર કલાક તડકામાં સુકાવી લ્યો. સાથે લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને બીજા વાસણમાં સુધારી ફેઅલવી સુકવી લ્યો. હવે ફોતરા વગરની મગ દાળ લઇ એને કપડાથી બરોબર લુછી લ્યો,
 - ત્યાર બાદ એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લઇ પંદર વીસ મિનીટ એમજ રહેવા દયો. અને વીસ મિનીટ પછી ગેસ પર કડાઈમાં દાળ નાખી ધીમા તાપે ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાં સુધી શેકી લ્યો. દાળ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. શેકેલ દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને પીસેલી દાળ ને સાવ ઝીણી ચારણી થી ચાળી લ્યો.
 - હવે પીસેલી દાળમાં સુકવેલ શાક નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મરી પાઉડર,સુંઠ પાઉડર, સુકવેલ લીલા ધાણા, લસણ પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે વેજીટેબલ પ્રી મિક્સ સૂપ.
 - વેજીટેબલ પ્રી મિક્સ સૂપ માંથી સૂપ બનાવવા કડાઈમાં એકથી બે કપ પાણી લ્યો એમાં તૈયાર કરેલ પ્રી મિક્સ નાખોઅને બરોબર હલાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહી સૂપ ને ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ચેક કરી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ઉકાળી લ્યો. સૂપ ઉકાળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમગરમ સૂપ ની મજા લ્યો. તો તૈયાર છે વેજીટેબલ પ્રી મિક્સ સૂપ.
 
Notes
- અહી તમે બાફી ઝીણા સુધારેલ શાક ને ઓવેન કે એર ફાયર માં પણ સુકવી શકો છો. સૂપ માટે તમને જે શાક પસંદ હોય એ પણ એડ કરી શકો છો અને જે શાક ના પસંદ હોય એ કાઢી શકો છો.
 - તમે સૂપ માં ફ્રેશનેશ લાવવા તાજા લીલા ધાણા અથવા લીલી ડુંગળી નો ઉપયોગ પણ કરી શકો છો.
 - જો તમે લસણ કે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
 
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Tameta tambuli | ટમેટા તાંબુલી બનાવવાની રીત
Matar Mushroom nu shaak | મટર મશરૂમ નું શાક
Tameta curry banavani rit | ટામેટા કરી
Mathura na dubki aloo banavani rit | મથુરા ના ડૂબકી આલું
Drax ni chatni banavani rit | દ્રાક્ષ ની ચટણી
