શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને તહેવારો પણ ચાલુ થઈ ગયા છે ત્યારે આ વખતે ભાઈ ને અને ઘર ના બીજા બધા જ સભ્યો ને નવી નવી મીઠાઈ , ડેઝર્ટ, નાસ્તા બનાવી ખવડાવો. તો આજ આપણે સફેદ ચોકલેટ માંથી એક એવું જ ડેઝર્ટ બનાવતા શીખીશું. તો ચાલો white dry fruit chocolate – વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- સફેદ ચોકલેટ 150 ગ્રામ
- બદામ ½ કપ
- કાજુ ½ કપ
- પિસ્તા ¼ કપ
- ખાંડ ¼ કપ
- ઘી 1- 2 ચમચી
- લીંબુનો રસ 2- 3 ટીપા
- કેસરના તાંતણા 8- 10
- પીળો ફૂડ કલર 1- 2 ટીપ
- મધ 1- 2 ચમચી
- પાણી જરૂર મુજબ
white dry fruit chocolate banavani rit
વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ બદામ ને સાફ કરી ઝીણી ઝીણી સુધારી એક વાટકામાં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ ને પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો ત્યાર બાદ પિસ્તા ના પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો. ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી ઘી ગરમ થવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ નાખી ને બધા ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
હવે સફેદ ચોકલેટ ને ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક મોટી તપેલી માં એક બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એમાં એનાથી નાની તપેલી મૂકી એમાં સુધારેલી સફેદ ચોકલેટ નાખી હલાવતા રહી પીગળાવી લ્યો. હવે પીગળાવેલ ચોકલેટ ને મોલ્ડ માં એક એક ચમચી નાખતા જાઓ અને એક થી બે થપ થપાવી સેટ કરી લ્યો અને ફ્રીઝ માં સેટ થવા દયો.
હવે કડાઈમાં ખાંડ નાખી એમાં બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ , કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ચાસણી થવા લાગે એટલે એક વખત પાણી ન વાટકા માં નાખી ચેક કરો જો બરોબર થવા લાગે એટલે એમાં પીળો કલર નાખી મિક્સ કરી લ્યો અને શેકેલ ડ્રાય ફ્રૂટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ડ્રાય ફ્રૂટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો હવે એમાં મધ નાખી મિક્સ કરી લ્યો અને સેટ થયેલી ચોકલેટ પર એક એક ચમચી નાખી થોડી થોડી દબાવી લ્યો અને ત્યાર બાદ ફરીથી સેટ થવા ફ્રીઝ માં મૂકો. પંદર વીસ મિનિટ સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી ડબ્બા માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકો અને તહેવારો ની મજા માણો. તો તૈયાર છે વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવાની રીત

white dry fruit chocolate banavani rit
Equipment
- 1 મોલ્ડ
- 1 નાની મોટી તપેલી
Ingredients
- 150 ગ્રામ સફેદ ચોકલેટ
- ½ કપ બદામ
- ½ કપ કાજુ
- ¼ કપ પિસ્તા
- ¼ કપ ખાંડ
- 1-2 ચમચી ઘી
- 2-3 ટીપા લીંબુનો રસ
- 8-10 કેસરના તાંતણા
- 1-2 ટીપા પીળો ફૂડ કલર
- 1-2 ચમચી મધ
- પાણી જરૂર મુજબ
Instructions
white dry fruit chocolate banavani rit
- વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ બદામ ને સાફ કરી ઝીણી ઝીણી સુધારી એક વાટકામાં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ ને પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો ત્યાર બાદ પિસ્તા ના પણ ઝીણા ઝીણા કટકા કરી લ્યો. ગેસ પર કડાઈમાં એક થી બે ચમચી ઘી ગરમ થવા લાગે એટલે એમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ નાખી ને બધા ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
- હવે સફેદ ચોકલેટ ને ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક મોટી તપેલી માં એક બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એમાં એનાથી નાની તપેલી મૂકી એમાં સુધારેલી સફેદ ચોકલેટ નાખી હલાવતા રહી પીગળાવી લ્યો. હવે પીગળાવેલ ચોકલેટ ને મોલ્ડ માં એક એક ચમચી નાખતા જાઓ અને એક થી બે થપ થપાવી સેટ કરી લ્યો અને ફ્રીઝ માં સેટ થવા દયો.
- હવે કડાઈમાં ખાંડ નાખી એમાં બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ , કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ચાસણી થવા લાગે એટલે એક વખત પાણી ન વાટકા માં નાખી ચેક કરો જો બરોબર થવા લાગે એટલે એમાં પીળો કલર નાખી મિક્સ કરી લ્યો અને શેકેલ ડ્રાય ફ્રૂટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ડ્રાય ફ્રૂટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો હવે એમાં મધ નાખી મિક્સ કરી લ્યો અને સેટ થયેલી ચોકલેટ પર એક એક ચમચી નાખી થોડી થોડી દબાવી લ્યો અને ત્યાર બાદ ફરીથી સેટ થવા ફ્રીઝ માં મૂકો. પંદર વીસ મિનિટ સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી ડબ્બા માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકો અને તહેવારો ની મજા માણો. તો તૈયાર છે વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ.
Notes
- અહીં તમે સફેદ ચોકલેટ ની જગ્યાએ ડાર્ક ચોકલેટ કે મિલ્ક ચોકલેટ પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Panchmeva chikki banavani recipe | પંચમેવા ચીક્કી બનાવવાની રેસીપી
Singdana gol ni chikki | સીંગદાણા ગોળ ની ચીક્કી
Farali fruit salad | ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત
Soji no dudh valo halvo | સોજી નો દૂધ વાળો હલવો
Topra no mesukh paak banavani rit | ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત
kala jamun banavani rit |કાળા જાંબુ બનાવવાની રીત