આપણે બધાએ અલગ અલગ મંદિરોમાં ભગવાન ની પ્રસાદીમાં રેવડી નો પ્રસાદ તો લીધો જ હશે અને આપણે બધાએ ખાંડ ગોળ ની ચીક્કી ની પણ મજા લીધી છે પણ આજ આપણે ચીક્કી અને રેવડી બને ને સાથે મિક્સ કરી એક નવી રેવડી નો સ્વાદ લેશું. જે બનાવી ને રાખી દયો અને જયારે ભૂખ લાગે ત્યારે મજા લ્યો અથવા બાળકો ને ચોકલેટ ની જગ્યાએ પણ આપી શકો છો. તો ચાલો Badam Revdi – બદામ રેવડી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બદામ 1 કપ
- ખાંડ ½ કપ
- સફેદ તલ 1 કપ
- મીઠું 1-2 ચપટી
- એલચી પાઉડર ½ ચમચી
Badam Revdi banavani rit
બદામ રેવડી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં બટર પેપર કે સાફ કપડા માં કાઢી ઠંડા કરવા મુકો. ત્યાર બાદ એજ કડાઈમાં બાદમ નાખી ધીમા તાપે હલાવતા રહી બદામને શેકો. બદામ શેકાઈ ને ક્રિસ્પી થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. બાદમ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખો અને હલાવતા રહી ખાંડ અને બદામ ને શેકો.
ખાંડ ઓગળી ને કેરેમલ થવા લાગે એટલે એમાં મીઠું, એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બદામ ને તલ માં નાખી કપડું કે બટર પેપર હલાવતા રહી બધી બદામ પર તલ નું કોટિંગ કરી લ્યો ,
થોડી વાર એમજ કપડા કે પેપરમાં ફરેવી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકો એટલે હાથ માં થોડી વધારાના તલ અલગ કરી બદામ ને બિલકુલ ઠંડી થવા દયો. તૈયાર રેવડી ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બદામ રેવડી.
ખાંડ ઓગળી ને આપણે ચીક્કી માટે જેવી કેરેમલ કરીએ એવી કેરેમલ થાય પછી જ તલ માં નાખવી.
બદામ રેવડી બનાવવાની રીત

Badam Revdi banavani rit – બદામ રેવડી
Equipment
- 1 કડાઈ
- 1 બટર પેપર / કપડું
Ingredients
- 1 કપ બદામ
- ½ કપ ખાંડ
- 1 કપ સફેદ તલ
- 1-2 ચપટી મીઠું
- ½ ચમચી એલચી પાઉડર
Instructions
Badam Revdi banavani rit
- બદામ રેવડી બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો. તલ શેકાઈ ને તતડવા લાગે એટલે બીજા વાસણમાં બટર પેપર કે સાફ કપડા માં કાઢી ઠંડા કરવા મુકો. ત્યાર બાદ એજ કડાઈમાં બાદમ નાખી ધીમા તાપે હલાવતા રહી બદામને શેકો. બદામ શેકાઈ ને ક્રિસ્પી થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. બાદમ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ નાખો અને હલાવતા રહી ખાંડ અને બદામ ને શેકો.
- ખાંડ ઓગળી ને કેરેમલ થવા લાગે એટલે એમાં મીઠું, એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બદામ ને તલ માં નાખી કપડું કે બટર પેપર હલાવતા રહી બધી બદામ પર તલ નું કોટિંગ કરી લ્યો ,
- થોડી વાર એમજ કપડા કે પેપરમાં ફરેવી લ્યો ત્યાર બાદ હાથ લગાવી શકો એટલે હાથ માં થોડી વધારાના તલ અલગ કરી બદામ ને બિલકુલ ઠંડી થવા દયો. તૈયાર રેવડી ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે બદામ રેવડી.
Notes
- ખાંડ ઓગળી ને આપણે ચીક્કી માટે જેવી કેરેમલ કરીએ એવી કેરેમલ થાય પછી જ તલ માં નાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
adadiya no lachko – અડદિયા નો લચકો
rajgara no shiro recipe in gujarati | રાજગરાનો નો શીરો
ghau na lot ni sukhdi – ઘઉં ના લોટ ની સુખડી
strawberry jam – સ્ટ્રોબેરી જામ
Khajur akhrot barfi – ખજૂર અખરોટ બરફી
Chocolate sing chikki – ચોકલેટ સિંગ ચીક્કી
