
આ ભજીયા ખંભાત માં ખૂબ પ્રખ્યાત છે ચોમાસુ શરૂ થતા જ આપણે બધા ને અલગ અલગ પ્રકારના ભજીયા, પકોડા, ગોલા વગેરે તરી ને બનાવેલ નાસ્તા ખૂબ પસંદ આવતા હોય છે તો આજ આપણે ખંભાત બાજુ બનતા અને ખાવા માં ખૂબ ટેસ્ટી એવા ભજીયા બનાવશું જે ખાટી મીઠી કઢી સાથે ખૂબ સરસ લાગે છે તો ચાલો Bataka na dabda bhajiya sathe kadhi – બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ભજીયા માટેનું બેસન ની મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બેસન 1 કપ
- ચોખા નો લોટ 2 ચમચી
- હિંગ ⅛ ચમચી
- હળદર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બટાકા 1 મોટું
કઢી બનાવવા માટેની સામગ્રી
- બેસન 2- 3 ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- લીંબુનો રસ ½ ચમચી
- ખાંડ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- સેવ / ભાવનગરી ગાંઠિયા, પાપડી ગાંઠિયા ½ કપ
- લસણ ની કણી 10- 15
- મરી ½ ચમચી
- લવિંગ 1- 2
- સૂકા આખા ધાણા 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
Bataka na dabda bhajiya sathe kadhi banavani rit
બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવા સૌપ્રથમ કઢી બનાવી લેશું ત્યાર બાદ દાબડા બનાવવા માટેનો મસાલો બનાવાઈ બેસન નું મિશ્રણ બનાવી તૈયાર કરીશુ છેલ્લે ભજીયા ને સ્ટફ કરી બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી લઈશું.
કઢી બનાવવાની રીત
એક તપેલી માં બેસન માં થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી બરોબર ચડાવી લ્યો. તૈયાર કઢી બરોબર ચડી જઈ ઉકળવા થવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો તો ચટણી માટેની કઢી તૈયાર છે
ભજીયા માં સ્ટફિંગ માટે નો મસાલો બનાવવાની રીત
મસાલો બનાવવા મિક્સર જારમાં સેવ, સફેદ તલ, આખા સૂકા ધાણા, મરી, લવિંગ, લસણ ની કણી, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ ની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, લીંબુનો રસ, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી પાઉડર બનાવી લઈ મસાલો બનાવી તૈયાર કરી લ્યો.
હવે ભજીયા માટે નું બેસન નું મિશ્રણ બનાવવા એક તપેલી માં બેસન , ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લઈ પાંચ સાત મિનિટ એક સાઇડ હલાવતા રહી મિશ્રણ ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
ત્યાર બટાકા ને છોલી સાફ કરી લઈ ચિપ્સ સ્લાઇસ કરી તૈયાર કરી લ્યો અને ચિપ્સ ને પાણી માં નાખી દયો. બટાકા ને પાણી માંથી લ્યો અને એક સ્લાઈસ લઈ એના પર તૈયાર કરેલ મસાલો ફેલાવી દયો ત્યાર બાદ બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી પ્લેટ માં મૂકો આમ એક એક કરી બધા બટાકા ની સ્લાઈસ ને મસાલો લગાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી લ્યો. બેસન ના મિશ્રણ માં બટાકા ને બોળી ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલા કડાઈમાં આવે એટલા ભજીયા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ બારે કાઢી ગરમ ગરમ કઢી સાથે સર્વ કરો. તો તૈયાર છે બટાકા ના દાબડા ભજીયા વિથ કઢી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવાની રીત

Bataka na dabda bhajiya sathe kadhi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ઝરો
- 1 મિક્સર
Ingredients
ભજીયા માટેનું બેસન ની મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બેસન
- 2 ચમચી ચોખા નો લોટ
- ⅛ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
- 1 બટાકા મોટું
કઢી બનાવવા માટેની સામગ્રી
- 2- 3 ચમચી બેસન
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લીંબુનો રસ
- ¼ ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
મસાલો બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ સેવ / ભાવનગરી ગાંઠિયા / પાપડી ગાંઠિયા
- 10-15 લસણ ની કણી
- ¼ ચમચી મરી
- 1-2 લવિંગ
- 1 ચમચી સૂકા આખા ધાણા
- 1 ચમચી સફેદ તલ
- ½ ચમચી આદુ પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
Bataka na dabda bhajiya sathe kadhi banavani rit
- બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવા સૌપ્રથમ કઢી બનાવી લેશું ત્યાર બાદ દાબડા બનાવવા માટેનો મસાલો બનાવાઈ બેસન નું મિશ્રણ બનાવી તૈયાર કરીશુ છેલ્લે ભજીયા ને સ્ટફ કરી બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી લઈશું.
કઢી બનાવવાની રીત
- એક તપેલી માં બેસન માં થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી બરોબર ચડાવી લ્યો. તૈયાર કઢી બરોબર ચડી જઈ ઉકળવા થવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો તો ચટણી માટેની કઢી તૈયાર છે
ભજીયા માં સ્ટફિંગ માટે નો મસાલો બનાવવાની રીત
- મસાલો બનાવવા મિક્સર જારમાં સેવ, સફેદ તલ, આખા સૂકા ધાણા, મરી, લવિંગ, લસણ ની કણી, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ ની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, લીંબુનો રસ, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી પાઉડર બનાવી લઈ મસાલો બનાવી તૈયાર કરી લ્યો.
- હવે ભજીયા માટે નું બેસન નું મિશ્રણ બનાવવા એક તપેલી માં બેસન , ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લઈ પાંચ સાત મિનિટ એક સાઇડ હલાવતા રહી મિશ્રણ ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
- ત્યાર બટાકા ને છોલી સાફ કરી લઈ ચિપ્સ સ્લાઇસ કરી તૈયાર કરી લ્યો અને ચિપ્સ ને પાણી માં નાખી દયો. બટાકા ને પાણી માંથી લ્યો અને એક સ્લાઈસ લઈ એના પર તૈયાર કરેલ મસાલો ફેલાવી દયો ત્યાર બાદ બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી પ્લેટ માં મૂકો આમ એક એક કરી બધા બટાકા ની સ્લાઈસ ને મસાલો લગાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી લ્યો. બેસન ના મિશ્રણ માં બટાકા ને બોળી ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલા કડાઈમાં આવે એટલા ભજીયા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ બારે કાઢી ગરમ ગરમ કઢી સાથે સર્વ કરો. તો તૈયાર છે બટાકા ના દાબડા ભજીયા વિથ કઢી.
Notes
- બટાકા ની સ્લાઈસ ને પાતળી રાખવી જેથી ભજીયા માં તરતી વખતે બરોબર ચડી જાય.
- બેસન નું મિશ્રણ ન ઘણું પાતળું કે ન ઘણું ઘટ્ટ રાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Desi chana na crispy pakoda | દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવાની રેસીપી
Broccoli Tikki banavani rit | બ્રોકલી ટિક્કી બનાવવાની રીત
Pauva usal banavani rit | પૌવા ઉસળ બનાવવાની રીત
White Sauce Macaroni Pasta | વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત
Aloo palak pakoda recipe | આલું પાલક પકોડા બનાવવાની રીત