HomeDessert & SweetsBomboloni banavani recipe | બોમ્બોલોની બનાવવાની રેસીપી

Bomboloni banavani recipe | બોમ્બોલોની બનાવવાની રેસીપી

આ એક ઇટાલિયન સ્વીટ છે. જેને ઘણા લોકો ડોનટથી પણ ઓળખે છે. જે એક બેકરી ની વાનગી છે પણ આજ આપણે ઘરે એને બેક કર્યા વગર તારી ને તૈયાર કરીશું. આ Bomboloni – બોમ્બોલોની ખાવા ની નાના મોટા બધાને ખુબ મજા આવે છે. અંદરથી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી લાગે છે. ઘણા સ્ટફિંગ સાથે પસંદ કરે છે તો ઘણા એમજ ખાવી પસંદ કરે છે.

INGREDIENTS

  • મેંદા નો લોટ 2 કપ
  • પીસેલી ખાંડ / કેસ્ટર સુગર ¼ કપ
  • ડ્રાય યીસ્ટ ½ ચમચી
  • કનેડ્સ મિલ્ક ¼ કપ
  • મીઠું ¼ ચમચી
  • બેકિંગ પાઉડર 1/3 ચમચી 
  • તેલ જરૂર મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ 

ફીલિંગ માટેની સામગ્રી

  • વ્હીપીંગ ક્રીમ 200 ગ્રામ
  • પીસેલી ખાંડ 2-૩ ચમચી કોકો પાઉડર 1-2 ચમચી

Bomboloni banavani recipe

બોમ્બોલોની બનાવવા સૌથી પહેલા આપણે એક મોટા વાસણમાં પીસેલી ખાંડ પા કપ નાખો સાથે ડ્રાય યીસ્ટ અને અડધો કપ નવશેકું પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ યીસ્ટ ને એક્ટીવ કરવા દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો .

દસ મિનીટ પછી યીસ્ટ એક્ટીવ થઇ જાય એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક, બે ચમચી તેલ અને મેંદા નો લોટ, મીઠું અને બેકિંગ પાઉડર નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો ત્યાર બાદ એમાં થોડું થોડું નવશેકું પાણી નાખતા જઈ મીડિયમ લોટ બંધી લ્યો. બાંધેલા લોટમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લોટ ને બરોબર પંચ સાત મિનીટ મસળી લ્યો ત્યાર બાદ બરોબર ઢાંકી એક થી બે કલાક એક બાજુ મુકો.

બે કલાક પછી ફરીથી લોટને બરોબર મસળી લ્યો અને મસળી લીધા બાદ જે સાઈઝ ની બોમ્બોલોની બનાવવાની હોય એ સાઈઝ ના લુવા બનાવી લેશું. ત્યાર બાદ જેટલા લુવા બનાવ્યા છે એટલા બટર પેપર ના થોડા મોટા કટકા કરી લેશું હવે લુવાને બરોબર મસળી તિરાડ ના રહે એમ ગોળ આકાર આપી બટર પેપર પર મુક્ત જઈશું. આમ બધા ગોળા બનાવી તૈયાર કરી એના પર વાસણ ઢાંકી ફરી એકાદ કલાક એક બાજુ મૂકી દેશું.

એક કલાક પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું. તેલ મીડીયમ ગરમ થાય એટલે તૈયાર ગોળા ને ધીરે રહી તેલ માં મુકીશું અને એક બાજુ ગોલ્ડન થાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન તારી લેશું આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદકાઢી લ્યો આમ બે ત્રણ બેત્રણ જે મુજબ કડાઈમાં આવે એટલા નાખતા જઈ ગોલ્ડન તારી લઇ કાઢી લ્યો. આમ બધા જ બોમ્બોલોની ને તારી તૈયાર કરી લ્યો ને એક બાજુ ઠંડી થવા દયો.

હવે એક વાસણમાં વ્હીપીંગ ક્રીમ અને પીસેલી ખાંડ લઇ એને બિટર વડે અથવા હેન્ડ બ્લેન્ડર વડે બ્રોર્બ મિક્સ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ ગરણી થી ચાળી કોકો પાઉડર નાખો અને ફરીથી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર મિશ્રણ ને પાઈપીંગ બેગ માં મોટી નોઝલ નાખી તૈયાર કરી લ્યો.

હવે થોડા ઠંડા થયેલ બોમ્બોલોની ને પીસેલી ખાંડ માં ફેરવી ખાંડ નું કોટિંગ કરી લ્યો તને આમ તૈયાર કરેલ બોમ્બોલોની  ને પણ ખાઈ શકો છો પણ આજ આપણે એમાં એક સાઈડ કિનારી સાઈડથી કાણું કરી એમાં પાઈપીંગ થી તૈયાર કરેલ સ્ટફિંગ ભરી લ્યો. આમ બધી જ બોમ્બોલોની ભરી તૈયાર કરી લ્યો અને મજા લ્યો બોમ્બોલોની.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બોમ્બોલોની બનાવવાની રેસીપી

Bomboloni - બોમ્બોલોની

Bomboloni banavani recipe

આ એક ઇટાલિયન સ્વીટ છે. જેને ઘણા લોકો ડોનટથી પણ ઓળખે છે. જે એક બેકરી ની વાનગી છે પણ આજ આપણે ઘરે એને બેકકર્યા વગર તારી ને તૈયાર કરીશું. આ Bomboloni- બોમ્બોલોની ખાવાની નાના મોટા બધાને ખુબ મજા આવે છે. અંદરથી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી લાગે છે. ઘણાસ્ટફિંગ સાથે પસંદ કરે છે તો ઘણા એમજ ખાવી પસંદ કરે છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 બટરપેપર
  • 1 કડાઈ
  • 1 પાઈપીંગબેગ
  • 1 હેન્ડ બ્લેન્ડર/ વ્હીશ્પર

Ingredients

  • 2 કપ મેંદા નો લોટ
  • ¼ કપ પીસેલી ખાંડ / કેસ્ટર સુગર
  • ½ ચમચી ડ્રાય યીસ્ટ
  • ¼ કપ કનેડ્સ મિલ્ક
  • ¼ ચમચી મીઠું
  • ચમચી બેકિંગ પાઉડર
  • તેલ જરૂર મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ

ફીલિંગ માટેની સામગ્રી

  • 200 ગ્રામ વ્હીપીંગ ક્રીમ
  • 2-૩ ચમચી પીસેલી ખાંડ
  • 1-2 ચમચી કોકો પાઉડર

Instructions

Bomboloni banavani recipe

  • બોમ્બોલોની બનાવવા સૌથી પહેલા આપણે એક મોટા વાસણમાં પીસેલી ખાંડ પા કપ નાખો સાથે ડ્રાય યીસ્ટ અને અડધો કપ નવશેકું પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ યીસ્ટ ને એક્ટીવ કરવા દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો .
  • દસ મિનીટ પછી યીસ્ટ એક્ટીવ થઇ જાય એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક, બે ચમચી તેલ અને મેંદા નો લોટ, મીઠું અને બેકિંગ પાઉડર નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લો ત્યાર બાદ એમાં થોડું થોડું નવશેકું પાણી નાખતા જઈ મીડિયમ લોટ બંધી લ્યો. બાંધેલા લોટમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લોટ ને બરોબર પંચ સાત મિનીટ મસળી લ્યો ત્યાર બાદ બરોબર ઢાંકી એક થી બે કલાક એક બાજુ મુકો.
  • બે કલાક પછી ફરીથી લોટને બરોબર મસળી લ્યો અને મસળી લીધા બાદ જે સાઈઝ ની બોમ્બોલોની બનાવવાની હોય એ સાઈઝ ના લુવા બનાવી લેશું. ત્યાર બાદ જેટલા લુવા બનાવ્યા છે એટલા બટર પેપર ના થોડા મોટા કટકા કરી લેશું હવે લુવાને બરોબર મસળી તિરાડ ના રહે એમ ગોળ આકાર આપી બટર પેપર પર મુક્ત જઈશું. આમ બધા ગોળા બનાવી તૈયાર કરી એના પર વાસણ ઢાંકી ફરી એકાદ કલાક એક બાજુ મૂકી દેશું.
  • એક કલાક પછી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું. તેલ મીડીયમ ગરમ થાય એટલે તૈયાર ગોળા ને ધીરે રહી તેલ માં મુકીશું અને એક બાજુ ગોલ્ડન થાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન તારી લેશું આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદકાઢી લ્યો આમ બે ત્રણ બેત્રણ જે મુજબ કડાઈમાં આવે એટલા નાખતા જઈ ગોલ્ડન તારી લઇ કાઢી લ્યો. આમ બધા જ બોમ્બોલોની ને તારી તૈયાર કરી લ્યો ને એક બાજુ ઠંડી થવા દયો.
  • હવે એક વાસણમાં વ્હીપીંગ ક્રીમ અને પીસેલી ખાંડ લઇ એને બિટર વડે અથવા હેન્ડ બ્લેન્ડર વડે બ્રોર્બ મિક્સ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ ગરણી થી ચાળી કોકો પાઉડર નાખો અને ફરીથી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર મિશ્રણ ને પાઈપીંગ બેગ માં મોટી નોઝલ નાખી તૈયાર કરી લ્યો.
  • હવે થોડા ઠંડા થયેલ બોમ્બોલોની ને પીસેલી ખાંડ માં ફેરવી ખાંડ નું કોટિંગ કરી લ્યો તને આમ તૈયાર કરેલ બોમ્બોલોની ને પણ ખાઈ શકો છો પણ આજ આપણે એમાં એક સાઈડ કિનારી સાઈડથી કાણું કરી એમાં પાઈપીંગ થી તૈયાર કરેલ સ્ટફિંગ ભરી લ્યો. આમ બધી જ બોમ્બોલોની ભરી તૈયાર કરી લ્યો અને મજા લ્યો બોમ્બોલોની.

Notes

  • યીસ્ટ બરોબર એક્ટીવ કરવું જેથી લોટ બરોબર પૃવિંગ થાય.
  • સ્ટફિંગ માં તમે વ્હીપક્રીમ સાથે તમારી પસંદ નું મિશ્રણ નાખી તમારી પસંદ ની ફ્લેવર આપી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular