અત્યારે બજારમાં દેશી અને બીજા ગુવાર ખૂબ સારો મળે છે ત્યાર જો એક નું એક શાક કંટાળી ગયા હો તો એક વખત આ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી ગુવાર ને ખીચડી, રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો Crispy Gawar Fali – ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- દેશી ગુવાર 250 ગ્રામ
- બેસન 4- 5 ચમચી
- ચોખા નો લોટ 3- 4 ચમચી
- લીલા મરચા સુધારેલા 2- 3
- આદુ પેસ્ટ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- અજમો 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Crispy Gawar Fali banavani recipe
ક્રિસ્પી ગુવાર ફળી બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી અલગ કરી નાખી સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી થોડી ચડાવી લ્યો.
ગુવાર ને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ ચારણી માં કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે અજમો મસળી ને નાખો.
ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગુવાર ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બેસન અને ચોખાનો લોટ નાખી બરોબર કોટિંગ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળા ગુવાર ને નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગુવાર બરોબર ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી ને બીજી ગુવાર તરી લ્યો. આમ બધી ગુવાર તરી લ્યો છેલ્લે એમાં ચાર્ટ મસાલો છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રિસ્પી ગુવાર ફળી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રેસીપી

Crispy Gawar Fali banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 250 ગ્રામ દેશી ગુવાર
- 4- 5 ચમચી બેસન
- 3- 4 ચમચી ચોખા નો લોટ
- 2- 3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી અજમો
- 1 ચમચી ચાર્ટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Crispy Gawar Fali banavani recipe
- ક્રિસ્પી ગુવાર ફળી બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બને બાજુની દાડી અલગ કરી નાખી સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ ગુવાર નાખી થોડી ચડાવી લ્યો.
- ગુવાર ને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ ચારણી માં કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ચારણીમાં કાઢી પાણી નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો અને એમાં આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે અજમો મસળી ને નાખો.
- ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ગુવાર ને મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બેસન અને ચોખાનો લોટ નાખી બરોબર કોટિંગ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં મસાલા વાળા ગુવાર ને નાખી ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો. ગુવાર બરોબર ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બહાર કાઢી ને બીજી ગુવાર તરી લ્યો. આમ બધી ગુવાર તરી લ્યો છેલ્લે એમાં ચાર્ટ મસાલો છાંટી મજા લ્યો. તો તૈયાર છે ક્રિસ્પી ગુવાર ફળી.
Notes
- બેસન અને ચોખા નો લોટ જરૂર મુજબ વધુ ઓછું કરી લ્યો.
- જો ગુવાર દેશી ન હોય તો ગુવાર ની લાંબી ફળી ન મીડીયમ સાઇઝ ના કાપી કટકા કરી ને પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Dahi arbi nu shaak | દહીં અરબી નું શાક બનાવવાની રીત
Ghau no mukhvas banavani rit | ઘઉં નો મુખવાસ બનાવવાની રીત
Pudina Aloo banavani recipe | ફુદીના આલું બનાવવાની રેસીપી
Kantola nu bharelu shaak recipe | કંટોલા નું ભરેલું શાક
cholar dal banavani rit | ચોલાર દાળ
rajsthani style papad nu shaak banavani rit | રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક