રાધાષ્ટમી પર રાધાજી ને ભોગ ચડાવવા માટે બનાવશું રાધાજી ને પ્રિય એવું અરબી નું શાક જે પૂરી, માલપુવા સાથે રાધાજી ને ભોગ અર્પણ કરવાથી રાધાજી ની વિશેષ કૃપા મેળવી શકીશું. તો ચાલો આજે આપણે Dahi arbi nu shaak – દહીં અરબી નું શાક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- અરબી 200 ગ્રામ
- ઘી જરૂર મુજબ
- જીરું ½ ચમચી
- અજમો ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2- 3
- આદુ પેસ્ટ ½ ચમચી
- સમારેલા ટામેટા 2
- દહીં ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
- પાણી જરૂર મુજબ
Dahi arbi nu shaak banavani rit
દહીં અરબી નું શાક બનાવવા સૌપ્રથમ અરબી ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ ને કોરી કરી લ્યો. ત્યાર બાદ અરબી ના ગોળ અને પાતળી પાતળી સુધારી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાટકામાં દહીં લઈ એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં સુધારેલ ટમેટા પીસી પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકો. ઘી મીડીયમ તાપે ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ અરબી ના કટકા થોડા થોડા નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. અરબી ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી જ અરબી ને તરી લ્યો.
હવે કડાઈમાં બે ત્રણ ચમચી ઘી રહેવા દઈ બાકી નું ઘી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ નું ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં પીસેલા ટમેટા નાખી મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ટમાટર માંથી ઘી અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ અરબી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
સાત મિનિટ પછી શાક બરોબર ચળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી શાક બરોબર હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહીં અરબી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દહીં અરબી નું શાક બનાવવાની રીત

Dahi arbi nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 200 ગ્રામ અરબી
- ઘી જરૂર મુજબ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી અજમો
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 2- 3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 2 સમારેલા ટામેટા
- ¼ દહીં ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- 3- 4 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
Instructions
Dahi arbi nu shaak banavani rit
- દહીં અરબી નું શાક બનાવવા સૌપ્રથમ અરબી ને બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ ને કોરી કરી લ્યો. ત્યાર બાદ અરબી ના ગોળ અને પાતળી પાતળી સુધારી કટકા કરી એક બાજુ મૂકો. હવે એક વાટકામાં દહીં લઈ એમાં પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં સુધારેલ ટમેટા પીસી પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકો. ઘી મીડીયમ તાપે ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલ અરબી ના કટકા થોડા થોડા નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. અરબી ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધી જ અરબી ને તરી લ્યો.
- હવે કડાઈમાં બે ત્રણ ચમચી ઘી રહેવા દઈ બાકી નું ઘી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કડાઈ નું ઘી ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ એમાં પીસેલા ટમેટા નાખી મિક્સ કરી ઘી અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ટમાટર માંથી ઘી અલગ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા શેકી લ્યો. મસાલા શેકી લીધા બાદ ગેસ ધીમો કરી એમાં દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને દહીં ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. દહીં ઉકાળવા લાગે એટલે એમાં તરી રાખેલ અરબી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- સાત મિનિટ પછી શાક બરોબર ચળી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી શાક બરોબર હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહીં અરબી.
Notes
- ઘી ની જગ્યાએ તમે તેલ વાપરી શકો છો.
- જો તમે વ્રત ઉપવાસ માટે બનાવતા હો તો અજમો ન નાખવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Limbu marcha nu athanu | લીંબુ મરચા નું અથાણું બનાવવાની રેસીપી
Karela nu gravy varu shaak | કારેલા નું ગ્રેવી વાળું શાક
Bataka Capsicum Rice banavani recipe | બટાકા કેપ્સીકમ રાઈસ
Mogri ringna nu shaak | મોગરી રીંગણા નું શાક
Mula daal nu shaak banavani recipe | મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી
Tameto methambo banavani rit | ટમેટા મેથંબો બનાવવાની રીત