Home Nasta Dahi ni kachori banavani rit | દહીં ની કચોરી બનાવવાની રીત

Dahi ni kachori banavani rit | દહીં ની કચોરી બનાવવાની રીત

Dahi ni kachori banavani rit | દહીં ની કચોરી બનાવવાની રીત
Image credit – Youtube/bharatzkitchen HINDI

આજે આપણે તેલ માં તર્યા વગરની દહીં ની કચોરી બનાવીશું જયારે પણ ઘરમાં કોઈ મેહમાન આવ્યા હોય તો આ નાસ્તો તમે એક વખત બનાવશો તો બધા ને ખાવાની મજા પડી જાય એવો નાસ્તો છે . તો ચાલો દહીં માંથી એકદમ નવીજ રીત નો નાસ્તો Dahi ni kachori – દહીં ની કચોરી બનાવતા શીખીએ.

સ્ટફિંગ માટે ની સામગ્રી :-

  • દહીં 400 ગ્રામ
  • ડુંગળી 1 નંગ
  • આદુ 2 ઇંચ
  • લીલા મરચાં 2-3 નંગ
  • તાજા ધાણાના પાંદ
  • સમારેલા કાજુ 2 ચમચી
  • સમારેલી સૂકી દ્રાક્ષ 2 ચમચી
  • મીઠું 1 ચમચી
  • દળેલી ખાંડ 2 ચમચી
  • એલચી પાવડર 1 ચમચી
  • શેકેલું જીરું ½ ચમચી
  • ચાટ મસાલો ½ ચમચી
  • કાળા મરી પાવડર 1 ચમચી
  • કાળું મીઠું ½ ચમચી
  • બેસન 1-2 ચમચી
  • ચીઝ ક્યુબ 1
  • 50 ગ્રામ પનીર

લોટ માટે ની સામગ્રી :-

  • પાણી 2 કપ
  • તેલ 1 ચમચી
  • તલ 1 ચમચી
  • ચિલી ફલેક્સ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • તાજા ધાણાના પાંદ
  • સુજી 1 કપ

Dahi ni kachori banavani rit

દહીં ની કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં મોટી ગરણી રાખી તેના પર એક મલ-મલ નું કપડું રાખી અને 400 ગ્રામ દહીં નાખી અને કપડા ને ચારે બાજુ થી પોટલી જેવું વાળી દબાવી અને દહીં માંથી પાણી નિતારી લેશું . પાણી નિતારી લીધા બાદ ઈ પોટલી પર થાળી મૂકી અને કોઈક વજન વાળી વસ્તુ રાખી અને 7-8 કલાક માટે ફ્રીઝ માં મૂકી દેશું .

ત્યાર બાદ બીજા દિવસે સવારે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 2 કપ પાણી , થોડું તેલ , તલ 1 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી , જીરું 1 ચમચી , મીઠું 1 ચમચી , લીલા ધાણા ના પાંદ નાખી પાણી થોડું જ ગરમ થાય એટલે તેમાં તરત જ 1 કપ સોજી નાખી અને સતત હલાવતા જશું જેથી તેમાં ગાંઠા ના થઈ જાય સોજી ને પાણી પીવા માં થોડો ટાઈમ લાગશે કારણકે આપણે ઉકળતા પાણી માં સોજી નથી નાખી માટે હવે થોડી વાર પછી આપણી સોજી એકદમ સારી રીતે લોટ બાંધીએ એવી થઈ જશે . જ્યારે આપણે સોજી નરમ લોટ જેવી લાગે ત્યારે ગેસ બંધ કરી અને ઉપર થી થોડું તેલ નાખી હલાવી અને ઢાંકણ બંધ કરી દેશું જેથી આપણો લોટ નરમ જ રેસે . આપણો લોટ જેટલો નરમ હશે એટલી જ કચોરી બનાવવા માં સરળ રેસે.

હવે આપણે ફ્રીઝ માં જે દહીં મૂક્યું હતું તેને કાઢી અને બાઉલ માં નાખી દેશું . ખાસ ધ્યાન રાખશું કે દહીં કાઢી લીધા બાદ તરત જ આપણે દહીં ની તૈયારી કરી લેશું નહીંતર આપણું દહીં ખાટું થઈ જશે . અને હજી બીજી વસ્તુ જો આપણે દહીં વધારે વાર બારે રાખી દેશું તો તેમાં પાણી પણ નિકળશે તો તમારે જે કઈ પણ સુધારવાનું હોય તેની તૈયારી થઈ ગયા બાદ જ દહીં ને કાઢવું .

ત્યાર બાદ હવે દહીં માં આદુ 2 ઇંચ જીણું સમારેલું , લીલા મરચાં 2-3 જીણા સમારેલાં , લીલા ધાણા થોડા જીણા સુધારેલા , 2 ચમચી કાજુ , 2 ચમચી કીસમીસ , ડુંગળી 1 નંગ ઝીણી સુધારેલી , છીણેલું ચીઝ 1 નંગ , 50 ગ્રામ પનીર ખમણેલું , પીસેલી ખાંડ 2 ચમચી , મીઠું 1 ચમચી , શેકેલું જીરું ½ ચમચી , ચાટ મસાલો ½ ચમચી , એલચી પાવડર 1 ચમચી , કાળા મરી નો પાવડર 1 ચમચી , સંચળ પાવડર ½ ચમચી , બેસન 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . જો તમને લાગે કે દહીં માંથી પાણી વધારે નીકળે છે તો તમે 2 ચમચી બેસન લઈ સકો છો . તો તૈયાર છે આપણું લોટ માટેનું ફિલિંગ

હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેને હાથથી મસળી લેશું અને તેના લૂઆ તૈયાર કરી લેશું એક લૂઆ નું માપ આશરે તમે 30 ગ્રામ જેટલો એક લુઓ લઈ સકો છો . ત્યાર બાદ હાથ માં થોડું તેલ લગાવી અને એક લુઓ લઈ લેશું અને તેને હાથે થી દબાવી અને કટોરી જેવો સેપ આપી દેશું જેથી આપણે તેમાં સ્ટફિંગ ભરી શકીએ . હવે કટોરી જેવો આકાર આપી દીધા બાદ આપણે તેમાં થોડું ફિલિંગ ભરી દેશું અને કચોરી ની સાઇડ બધી લેતા જશું અને સારી રીતે પેક કરી દેશું . આવીજ રીતે બધી કચોરી તૈયાર કરી લેશું.

ત્યાર બાદ બધી કચોરી ને પંખા નીચે રાખી અને કપડું ઢાંકી અને 5 મિનિટ જેવી થોડી સુકાવી દેશું . ત્યાર બાદ ગેસ પર એક અપ્પમ પાત્ર લેશું ગેસ ને ફુલ તાપે મૂકી અને થોડું તેલ નાખી અને બધી કચોરી ને મૂકી દેશું કચોરી ની એક બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બીજી બાજુ ફેરવી લેશું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણી કચોરી તૈયાર છે . અંદાજે 5 મિનિટ જેવું લાગે છે બધી કચોરી ને તૈયાર કરવામાં .

તો તૈયાર છે આપણી દહીં ની કચોરી જેને તમે લીલી ચટણી, સોસ કે ચાય સાથે સર્વ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં ની કચોરી બનાવવાની રીત

Dahi ni kachori - દહીં ની કચોરી

Dahi ni kachori banavani rit

આપણે તેલ માં તર્યા વગરની દહીં ની કચોરી બનાવીશું જયારે પણ ઘરમાં કોઈ મેહમાન આવ્યા હોય તો આ નાસ્તો તમે એક વખત બનાવશો તો બધા ને ખાવાની મજાપડી જાય એવો નાસ્તો છે . તો ચાલો દહીં માંથી એકદમ નવીજ રીત નોનાસ્તો Dahi ni kachori – દહીં ની કચોરી બનાવતા શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 15 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન
  • 1 મલ મલ નું કપડું
  • 1 અપ્પમ પાત્ર
  • 1 ગરણી
  • 1 છીણી
  • 1 બાઉલ

Ingredients

સ્ટફિંગ માટે ની સામગ્રી :-

  • 400 ગ્રામ દહીં
  • 1 નંગ ડુંગળી
  • 2 ઇંચ આદુ
  • 2-3 નંગ લીલા મરચાં
  • તાજા ધાણાના પાંદ
  • 2 ચમચી સમારેલા કાજુ
  • 2 ચમચી સમારેલી સૂકી દ્રાક્ષ
  • 1 ચમચી મીઠું
  • 2 ચમચી દળેલી ખાંડ
  • 1 ચમચી એલચી પાવડર
  • ½ ચમચી શેકેલું જીરું
  • ½ ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી કાળા મરી પાવડર
  • ½ ચમચી કાળું મીઠું
  • 1-2 ચમચી બેસન
  • 1 ચીઝ ક્યુબ
  • 50 ગ્રામ પનીર

લોટ માટે ની સામગ્રી :-

  • 2 કપ પાણી
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી તલ
  • 1 ચમચી ચિલી ફલેક્સ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી મીઠું
  • તાજા ધાણાના પાંદ
  • 1 કપ સુજી

Instructions

Dahi ni kachori banavani rit

  • દહીં ની કચોરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં મોટી ગરણી રાખી તેના પર એક મલ-મલ નું કપડું રાખી અને 400 ગ્રામ દહીં નાખી અને કપડા ને ચારે બાજુ થી પોટલી જેવું વાળી દબાવી અને દહીં માંથી પાણી નિતારી લેશું . પાણી નિતારી લીધા બાદ ઈ પોટલી પર થાળી મૂકી અને કોઈક વજન વાળી વસ્તુ રાખી અને 7-8 કલાક માટે ફ્રીઝ માં મૂકી દેશું .
  • ત્યાર બાદ બીજા દિવસે સવારે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 2 કપ પાણી , થોડું તેલ , તલ 1 ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી , જીરું 1 ચમચી , મીઠું 1 ચમચી , લીલા ધાણા ના પાંદ નાખી પાણી થોડું જ ગરમ થાય એટલે તેમાં તરત જ 1 કપ સોજી નાખી અને સતત હલાવતા જશું જેથી તેમાં ગાંઠા ના થઈ જાય સોજી ને પાણી પીવા માં થોડો ટાઈમ લાગશે કારણકે આપણે ઉકળતા પાણી માં સોજી નથી નાખી માટે હવે થોડી વાર પછી આપણી સોજી એકદમ સારી રીતે લોટ બાંધીએ એવી થઈ જશે . જ્યારે આપણે સોજી નરમ લોટ જેવી લાગે ત્યારે ગેસ બંધ કરી અને ઉપર થી થોડું તેલ નાખી હલાવી અને ઢાંકણ બંધ કરી દેશું જેથી આપણો લોટ નરમ જ રેસે . આપણો લોટ જેટલો નરમ હશે એટલી જ કચોરી બનાવવા માં સરળ રેસે.
  • હવે આપણે ફ્રીઝ માં જે દહીં મૂક્યું હતું તેને કાઢી અને બાઉલ માં નાખી દેશું . ખાસ ધ્યાન રાખશું કે દહીં કાઢી લીધા બાદ તરત જ આપણે દહીં ની તૈયારી કરી લેશું નહીંતર આપણું દહીં ખાટું થઈ જશે . અને હજી બીજી વસ્તુ જો આપણે દહીં વધારે વાર બારે રાખી દેશું તો તેમાં પાણી પણ નિકળશે તો તમારે જે કઈ પણ સુધારવાનું હોય તેની તૈયારી થઈ ગયા બાદ જ દહીં ને કાઢવું .
  • ત્યાર બાદ હવે દહીં માં આદુ 2 ઇંચ જીણું સમારેલું , લીલા મરચાં 2-3 જીણા સમારેલાં , લીલા ધાણા થોડા જીણા સુધારેલા , 2 ચમચી કાજુ , 2 ચમચી કીસમીસ , ડુંગળી 1 નંગ ઝીણી સુધારેલી , છીણેલું ચીઝ 1 નંગ , 50 ગ્રામ પનીર ખમણેલું , પીસેલી ખાંડ 2 ચમચી , મીઠું 1 ચમચી , શેકેલું જીરું ½ ચમચી , ચાટ મસાલો ½ ચમચી , એલચી પાવડર 1 ચમચી , કાળા મરી નો પાવડર 1 ચમચી , સંચળ પાવડર ½ ચમચી , બેસન 1 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . જો તમને લાગે કે દહીં માંથી પાણી વધારે નીકળે છે તો તમે 2 ચમચી બેસન લઈ સકો છો . તો તૈયાર છે આપણું લોટ માટેનું ફિલિંગ
  • હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેને હાથથી મસળી લેશું અને તેના લૂઆ તૈયાર કરી લેશું એક લૂઆ નું માપ આશરે તમે 30 ગ્રામ જેટલો એક લુઓ લઈ સકો છો . ત્યાર બાદ હાથ માં થોડું તેલ લગાવી અને એક લુઓ લઈ લેશું અને તેને હાથે થી દબાવી અને કટોરી જેવો સેપ આપી દેશું જેથી આપણે તેમાં સ્ટફિંગ ભરી શકીએ . હવે કટોરી જેવો આકાર આપી દીધા બાદ આપણે તેમાં થોડું ફિલિંગ ભરી દેશું અને કચોરી ની સાઇડ બધી લેતા જશું અને સારી રીતે પેક કરી દેશું . આવીજ રીતે બધી કચોરી તૈયાર કરી લેશું.
  • ત્યાર બાદ બધી કચોરી ને પંખા નીચે રાખી અને કપડું ઢાંકી અને 5 મિનિટ જેવી થોડી સુકાવી દેશું . ત્યાર બાદ ગેસ પર એક અપ્પમ પાત્ર લેશું ગેસ ને ફુલ તાપે મૂકી અને થોડું તેલ નાખી અને બધી કચોરી ને મૂકી દેશું કચોરી ની એક બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય એટલે બીજી બાજુ ફેરવી લેશું બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણી કચોરી તૈયાર છે . અંદાજે 5 મિનિટ જેવું લાગે છે બધી કચોરી ને તૈયાર કરવામાં .
  • તો તૈયાર છે આપણી દહીં ની કચોરી જેને તમે લીલી ચટણી, સોસ કે ચાય સાથે સર્વ કરી શકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here