આજે આપણે Dakor na gota – ડાકોર ના ગોટા બનાવવાની રીત શીખીશું. ડાકોર ના ગોટા ખૂબ પ્રખ્યાત છે જે પણ ડાકોર જાય એ ત્યાંના ગોટા ની મજા લીધા વગર પાછા ના આવે. અને આજ કાલ તો તૈયાર પેકેટ પણ બજારમાં મળે છે જેને વાપરી તમે ઘરે ગોટા બનાવી શકો છો. પણ આજ આપણે ઘરે જ ઘરમાં રહેલ સામગ્રી માંથી ડાકોર ના પ્રસિદ્ધ ગોટા બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.
INGREDIENTS
- ચણાદાળ 1 કપ
- જીરું 1- 2 ચમચી
- સૂકા લાલ મરચા 2- 3
- તજ નો ટુકડો 1 ઇંચ
- તમાલપત્ર 1
- મરી 1 ચમચી
- લવિંગ 5- 6
- વરિયાળી 1 – 2 ચમચી
- સફેદ તલ 1- 2 ચમચી
- ઝીણા સુધારેલ લીલા મરચા 1- 2 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- ક્રશ કરેલ આખા સૂકા ધાણા 1 ચમચી
- ઝીણી સુધારેલ લીલી મેથી ½ કપ
- દૂધ જરૂર મુજબ
- બેકિંગ સોડા ½ ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- ગરમ તેલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Dakor na gota banavani rit
ડાકોર ના ગોટા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લ્યો અને ઝીણી સુધારી પાણી નીતરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, વરિયાળી, સૂકા લાલ મરચા અને સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી બધા મસાલા ને શેકી ક્રિસ્પી તરી લઈ બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ મિક્સર જારમાં ચણા ની દાળ નાખી એને પણ કરકરી પીસી લ્યો અને કથરોટ માં નાખો. પીસેલી ચણા દાળ માં લીલા મરચા સુધારેલ, લીલી મેથી સુધારેલ, પીસેલા મસાલો, મરી પાઉડર, ખાંડ, સૂકા આખા ધાણા , લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ , બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઇ મિશ્રણ ને મિક્સ કરી લ્યો.
ગોટા માટેનું મીડિયમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એક બાજુ મૂકી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી નાની સાઇઝ ના ગોટા બનાવી તેલ માં નાખતા જાઓ.
ગોટા નાખી દીધા બાદ ગેસ મીડિયમ કરી ગોટા ને બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. ગોટા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધા જ ગોટા તૈયાર કરી લ્યો. તૈયાર ગોટા ને કઢી, ચટણી કે દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડાકોર ના ગોટા.
ડાકોર ના ગોટા બનાવવાની રીત

Dakor na gota banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
- 1 મિક્સર
Ingredients
- 1 કપ ચણાદાળ
- 1-2 ચમચી જીરું
- 2-3 સૂકા લાલ મરચા
- 1 ઇંચ તજ નો ટુકડો
- 1 તમાલપત્ર
- 1 ચમચી મરી
- 5-6 લવિંગ
- 1-2 ચમચી વરિયાળી
- 1-2 ચમચી સફેદ તલ
- 1-2 ચમચી ઝીણા સુધારેલ લીલા મરચા
- 1 ચમચી આદુ પેસ્ટ
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી ક્રશ કરેલ આખા સૂકા ધાણા
- ½ કપ ઝીણી સુધારેલ લીલી મેથી
- દૂધ જરૂર મુજબ
- ½ ચમચી બેકિંગ સોડા
- 2 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ગરમ તેલ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Dakor na gota banavani rit
- ડાકોર ના ગોટા બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી પાણીથી બરોબર ધોઈ લ્યો અને ઝીણી સુધારી પાણી નીતરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં જીરું, મરી, લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, વરિયાળી, સૂકા લાલ મરચા અને સફેદ તલ નાખી ધીમા તાપે હલાવતા રહી બધા મસાલા ને શેકી ક્રિસ્પી તરી લઈ બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
- ત્યાર બાદ મિક્સર જારમાં ચણા ની દાળ નાખી એને પણ કરકરી પીસી લ્યો અને કથરોટ માં નાખો. પીસેલી ચણા દાળ માં લીલા મરચા સુધારેલ, લીલી મેથી સુધારેલ, પીસેલા મસાલો, મરી પાઉડર, ખાંડ, સૂકા આખા ધાણા , લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ, આદુ પેસ્ટ , બેકિંગ સોડા અને ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખતા જઇ મિશ્રણ ને મિક્સ કરી લ્યો.
- ગોટા માટેનું મીડિયમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એક બાજુ મૂકી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી નાની સાઇઝ ના ગોટા બનાવી તેલ માં નાખતા જાઓ.
- ગોટા નાખી દીધા બાદ ગેસ મીડિયમ કરી ગોટા ને બધી બાજુથી ગોલ્ડન તારી લ્યો. ગોટા ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધા જ ગોટા તૈયાર કરી લ્યો. તૈયાર ગોટા ને કઢી, ચટણી કે દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડાકોર ના ગોટા.
Notes
- અહીં તમે તીખાશ માત્ર મરી ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Masala soya Tofu banavani recipe | મસાલા સોયા ટોફુ બનાવવાની રેસીપી
Cheese cigar roll banavani rit | ચીઝ સિગાર રોલ
Thecha paneer tika banavani recipe | ઠેંચા પનીર ટિક્કા
Bacheli rotli na samosa | બચેલી રોટલી ના સમોસા
Methi na Sharley banavani rit | પંજાબ ના ફેમસ મેથી ના શર્લે
ghau na lot na biscuit banavani rit | ઘઉંના લોટના બિસ્કિટ
