HomeGujaratiDudhi ni Kadhi Recipe in Gujarati | દૂધીની કઢી બનાવવાની રીત

Dudhi ni Kadhi Recipe in Gujarati | દૂધીની કઢી બનાવવાની રીત

ગુજરાતી થાળીમાં દાળ અને કઢીનું સ્થાન સૌથી મહત્વનું છે. આપણે રોજિંદા ભોજનમાં સાદી ખાટી-મીઠી કઢી તો બનાવતા જ હોઈએ છીએ, પણ જો તેમાં દૂધી ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અને પોષણ બંને બમણા થઈ જાય છે. Dudhi ni Kadhi (દૂધીની કઢી) પચવામાં એકદમ હળવી હોય છે. આ જ આપણે રેગુલર ગુજરાતી કઢી કે પંજાબી કાઢી કે રાજસ્થાની કાઢી ની જગ્યાએ થોડી અલગ રીતે કઢી બનાવતા શીખીશું. દૂધીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને વજન ઘટાડવામાં (Weight loss) પણ મદદરૂપ છે. જે બાળકો દૂધીનું શાક ખાવાની ના પાડે છે, તેઓ આ ખાટી-મીઠી કઢી સાથે ભાત હોંશે-હોંશે ખાઈ જશે. દેશી ઘી ના વઘારવાળી આ કઢી બનાવવી ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ દૂધીની કઢી બનાવવાની રીત.

Ingredients

  1.  દુધી 1 મીડીયમ સાઈઝ
  2. દહીં 1 કપ
  3. રાઈ નું તેલ / તેલ 3-4 ચમચી
  4. જીરું 1 ચમચી
  5. મેથી દાણા ½ ચમચી
  6. હિંગ ¼ ચમચી
  7. લીલા મરચા સુધારેલ 2-3
  8. મીઠા લીમડાના પાંદ 5-7
  9. લસણ આદુની પેસ્ટ 2 ચમચી
  10. ઝીણી સુધારેલ ડુંગળી 1
  11. ઝીણા સુધારેલ ટામેટા 2
  12. હળદર ½ +1/2 ચમચી
  13. લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  14. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  15. પાણી જરૂર મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  1. તેલ 2 ચમચી
  2. લસણ ની પેસ્ટ 1 ચમચી
  3. મીઠા લીમડાના પાંદ 4-5
  4. સુકા લાલ મરચા 2
  5. લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  6. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી

Dudhi ni Kadhi banavani rit

દૂધીની કઢી બનાવવા સૌથી પહેલા દુધી ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એને સુધારી કટકા કરી લ્યો. કટકાને તપેલીમાં નાખો સાથે અડધો  ગ્લાસ પાણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી ઢાંકી પંદર વીસ મિનીટ બાફી લ્યો. ત્યાર બાદ એને ઠંડું કરી એને મિક્સર જારમાં નાખો સાથે દહીં નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. અને એક બાજુ મુકો. હવે ડુંગળી અને ટામેટા સુધારી લ્યો સાથે લસણ આદુની પેસ્ટ અને લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે મેથી દાણા અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને ત્યાર બાદ લસણ આદુની પેસ્ટ, મીઠા લીમડાના પાંદ નાખી શેકો. પેસ્ટ થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ દુન્ગદુઈ નાખી ડુંગળી ને પણ શેકી લ્યો.

ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટામેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટામેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને પણ શેકી લ્યો.

મસાલા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પીસી રાખેલ દુધી  અને એક કપ થી દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ધીમા તાપે દસ મિનીટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં લસણ ની પેસ્ટ, સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો. લસણ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર કઢી ઉપર નાખો અને સાથે લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો. તો તૈયાર છે લૌકી કી કઢી.    

દૂધીની કઢી બનાવવાની રીત

Dudhi ni Kadhi Recipe in Gujarati - દૂધીની કઢી બનાવવાની રીત

Dudhi ni Kadhi Recipe in Gujarati | દૂધીની કઢી બનાવવાની રીત

ગુજરાતી થાળીમાં દાળ અને કઢીનું સ્થાન સૌથી મહત્વનું છે. આપણેરોજિંદા ભોજનમાં સાદી ખાટી-મીઠી કઢી તો બનાવતા જ હોઈએ છીએ, પણજો તેમાં દૂધી ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અને પોષણ બંને બમણા થઈ જાય છે. Dudhi ni Kadhi (દૂધીની કઢી) પચવામાં એકદમ હળવી હોય છે. આ જ આપણે રેગુલર ગુજરાતી કઢી કે પંજાબી કાઢી કે રાજસ્થાની કાઢી ની જગ્યાએ થોડી અલગ રીતે કઢી બનાવતા શીખીશું. દૂધીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે,જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને વજન ઘટાડવામાં (Weight loss) પણ મદદરૂપ છે. જે બાળકો દૂધીનું શાકખાવાની ના પાડે છે, તેઓ આ ખાટી-મીઠી કઢી સાથે ભાતહોંશે-હોંશે ખાઈ જશે. દેશી ઘી ના વઘારવાળી આ કઢી બનાવવી ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ દૂધીની કઢી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 29 minutes
Total Time: 49 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 દુધી મીડીયમ સાઈઝ
  • 1 કપ દહીં
  • 3-4 ચમચી રાઈ નું તેલ / તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 2 ચમચી લસણ આદુની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 2 ઝીણા સુધારેલ ટામેટા
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • પાણી જરૂર મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 4-5 મીઠા લીમડાના પાંદ
  • 2 સુકા લાલ મરચા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ

Instructions

Dudhi ni Kadhi banavani rit

  • દૂધીની કઢી બનાવવા સૌથી પહેલા દુધી ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એને સુધારી કટકા કરી લ્યો. કટકાને તપેલીમાં નાખો સાથે અડધો ગ્લાસ પાણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી ઢાંકી પંદર વીસ મિનીટ બાફી લ્યો. ત્યાર બાદ એને ઠંડું કરી એને મિક્સર જારમાં નાખો સાથે દહીં નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. અને એક બાજુ મુકો. હવે ડુંગળી અને ટામેટા સુધારી લ્યો સાથે લસણ આદુની પેસ્ટ અને લીલા મરચા સુધારી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે મેથી દાણા અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને ત્યાર બાદ લસણ આદુની પેસ્ટ, મીઠા લીમડાના પાંદ નાખી શેકો. પેસ્ટ થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલ દુન્ગદુઈ નાખી ડુંગળી ને પણ શેકી લ્યો.
  • ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટામેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટામેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને પણ શેકી લ્યો.
  • મસાલા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પીસી રાખેલ દુધી અને એક કપ થી દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ ઉકાળવા લાગે એટલે ગેસ ધીમો કરી ધીમા તાપે દસ મિનીટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  • હવે વઘારીયા માં તેલ ગરમ કરી એમાં લસણ ની પેસ્ટ, સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો. લસણ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર કઢી ઉપર નાખો અને સાથે લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો. તો તૈયાર છે લૌકી કી કઢી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular