આપણે Falodi – ફલોદી બનાવવાની રીત શીખીશું. જે રાજસ્થાની મીઠાઈ છે જેને ઘણા લોકો પરોડી પણ કહે છે. આ ફલોદી ખાસ શિયાળા દરમ્યાન બનાવવામાં આવે છે કેમ કે આમાં સારી માત્રામાં ઘી, ડ્રાય ફ્રુટ અને ખાવાનો ગુંદર નાખવામાં આવે છે. બનાવવો ખુબ સરળ છે અને એક વખત બનાવ્યા પછી આઠ દસ દિવસ સુંધી એની મજા લઇ શકી છીએ.
INGREDIENTS
- ઘઉંનો લોટ 1 કપ
- પીસેલી ખાંડ ¼ કપ
- ખાવા નો ગુંદર ¼ કપ
- કાજુ ¼ કપ
- બદામ ¼ કપ
- ઘી ½ કપ
- અખરોટ ¼ કપ
- મરી પાઉડર ¼ ચમચી
Falodi banavani rit
ફલોદી બનાવવા સૌથી પહેલા ખાંડ ને પીસી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ અને બાદમ નાખી ચાર પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં અખરોટ નાખી બધી સામગ્રી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો. ડ્રાય ફ્રુટ ઠંડા થાય ત્યાં સુંધી એજ ગરમ કડાઈમાં બીજી બે ચાર ચમચી ઘી નાખી એમાં થોડો થોડો ખાવા નો ગુંડ નાખી બરોબર તારી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અને તારેલ ગુંડ ને પણ પીસી તૈયાર કરો.
હવે ગેસ પર ફરી કડાઈમાં ઘી નાખી એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખો અને હલાવતા રહો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાસુંધી હલાવતા રહી શેકવો.
લોટ ગોલ્ડન બ્રૌઅન થાય એટલે એમાં મરી પાઉડર, પીસેલા ડ્રાય ફ્રુટ, પીસેલ ગુંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ઠંડું થવા દયો.મિશ્રણ ઠંડું થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફલોદી.
ફલોદી બનાવવાની રીત

Falodi banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- ¼ કપ પીસેલી ખાંડ
- ¼ કપ ખાવા નો ગુંદર
- ¼ કપ કાજુ
- ¼ કપ બદામ
- ½ કપ ઘી
- ¼ કપ અખરોટ
- ¼ ચમચી મરી પાઉડર
Instructions
Falodi banavani rit
- ફલોદી બનાવવા સૌથી પહેલા ખાંડ ને પીસી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ અને બાદમ નાખી ચાર પાંચ મિનીટ શેકી લીધા બાદ એમાં અખરોટ નાખી બધી સામગ્રી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા દયો. ડ્રાય ફ્રુટ ઠંડા થાય ત્યાં સુંધી એજ ગરમ કડાઈમાં બીજી બે ચાર ચમચી ઘી નાખી એમાં થોડો થોડો ખાવા નો ગુંડ નાખી બરોબર તારી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અને તારેલ ગુંડ ને પણ પીસી તૈયાર કરો.
- હવે ગેસ પર ફરી કડાઈમાં ઘી નાખી એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખો અને હલાવતા રહો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રોઉંન થાય ત્યાસુંધી હલાવતા રહી શેકવો.
- લોટ ગોલ્ડન બ્રૌઅન થાય એટલે એમાં મરી પાઉડર, પીસેલા ડ્રાય ફ્રુટ, પીસેલ ગુંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ઠંડું થવા દયો.મિશ્રણ ઠંડું થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપર થોડા ડ્રાય ફ્રુટ છાંટી મજા લ્યો. તો તૈયાર છે ફલોદી.
Notes
- ખાંડ અને ઘી ની માત્રા થોડી ઓછી કે વધુ કરી શકો છો.
- ડ્રાય ફ્રુટની કતરણ કરી અથવા કુટી ને પણ વાપરી શકો છો.
- તમને તારેલ ગુંદપસંદ હોય તો પીસવાની જરૂર નથી તમે એમજ તારી ને પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Bomboloni banavani recipe | બોમ્બોલોની બનાવવાની રેસીપી
Maa ladoo banavani rit | મા લાડુ
Akhrot no halvo banavani rit | અખરોટ નો હલવો
Aathelo khajur banavani rit | આથેલો ખજૂર
mava vagar adadiya banavani rit | માવા વગરના અડદિયા
katlu pak recipe in gujarati | કાટલું | બત્રીસુ
gundar pak recipe in gujarati | ગુંદર પાક
