HomeGujaratiFanas nu Athanu Recipe in Gujarati | ફણસનું અથાણું | Kathal Pickle

Fanas nu Athanu Recipe in Gujarati | ફણસનું અથાણું | Kathal Pickle

ગુજરાતમાં અથાણાંની વાત આવે એટલે સૌથી પહેલા કેરી, ગુંદા કે લીંબુ જ યાદ આવે. પરંતુ શું તમે ક્યારેય Fanas nu Athanu (કાચા ફણસનું અથાણું) ખાધું છે? ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ‘કઠલ કા અચાર’ (Kathal ka Achar) ખૂબ જ લોકપ્રિય છે. કાચા ફણસનું ટેક્સચર એકદમ માંસલ (Meaty) અને રેસાવાળું હોય છે, જેના કારણે તે મસાલાને પોતાનામાં ખૂબ સારી રીતે શોષી લે છે. આ અથાણું પૂરી, પરાઠા કે દાળ-ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે. ચાલો જોઈએ આખું વર્ષ બગડે નહિ તેવું ફણસનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત.

Ingredients

  1. ફણસ 2 કિલો
  2. રાઈ 3-4 ચમચા
  3. વરીયાળી 3-4 ચમચા
  4. જીરું 2 ચમચા
  5. મેથી દાણા 1 ચમચી
  6. અજમો 2 ચમચી
  7. કલોંજી 1 ચમચી
  8. હિંગ 1 ચમચી
  9. સરસો તેલ /તેલ 300 એમ. એલ.
  10. લાલ મરચાનો પાઉડર 4-5 ચમચા
  11. મીઠું સ્વાદ મુજબ
  12. હળદર 1 +1/2  ચમચી
  13. વિનેગર ¼ કપ
  14. પાણી જરૂર મુજબ

Fanas nu Athanu banavani rit

ફણસનું અથાણું બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં પાણી લઇ એમાં એક લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મુકો. હવે હાથ પર તેલ લગાવી ફણસ ને મોટા ચાર ભાગમાં કાપી પાણીમાં નાખી દયો. હવે હાથ પર તેલ લગાવી લ્યો અને એક ભાગ લઇ એને ચાકુથી બરોબર છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એના નાના નાના કટકા કરી પાણીમાં નાખી દયો. આમ બધા ભાગ ને કાઢી છોલી કટકા કરી પાણીમાં નાખતા જાઓ. આમ બધા કટકા થઇ જાય એટલે પાણી થી બરોબર ધોઈ ચારણીમાં કાઢી લ્યો.

હવે ગેસ પર કડાઈમાં પાણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર  નાખી પાણી ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ફણસ ના કટકા નાખી આઠ દસ મિનીટ બાફી લીધા બાદ ચારણીમાં કાઢી લ્યો. અને કપડા પર ફેલાવી ને પાંચ છ કલાક તડકમાં અથવા પંખા નીચે સુકવી દયો.

હવે ગેસ પર કડાઈમાં જીરું, રાઈ, મેથી દાણા અને વરીયાળી નાખી બધી સામગ્રી ને સુંગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં અજમો નાખી મિક્સ કરી એને પણ થોડી વાર શેકી લ્યો ત્યાર બાદ સેકેલ મસાલા ને બીજા વાસણમાં કાળી ઠંડા કરી લ્યો અને એ કડાઈમાં તેલ નાખી ફૂલ દુમાળા નીકળે ત્યાં સુંધી ગરમ કરી ગેસ બંધ કરી તેલ ને ઠંડું થવા દયો. તેલ મીડીયમ ગરમ રહે ત્યારે એમાં હિંગ નાખી દેવી.

ત્યારબાદ શેકેલ મસાલા ઠંડા થાય એટલે  મિક્સર જારમાં નાખી એમાં હળદર, અને લાલ મરચાનો પાઉડર નાખી પ્લસ મોડ માં એક બે વખત ફેરવી દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક મોટા વાસણમાં કાઢો એમાં કલોંજી,  સ્વાદ મુજબ મીઠું(3-4 ચમચી ) નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ગરમ તેલ માંથી અડધું તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તેલ વાળી કડાઈમાં બચેલા તેલ માં સુકવેલ ફણસ ના કટકા નાખી મિક્સ કરી ફૂલ તાપે પાંચ સાત મિનીટ માટે હલાવતા રહી ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ ફણસ ને થોડી ઠંડા કરી મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો. અને  ત્યાર બાદ એમાં વિનેગર નાખી ફરી બરોબર મિક્સ કરી અથાણું ઠંડું થાય એટલે કાંચ ની બરણી માં ભરી લ્યો અને ત્યાર બાદ જરૂર લાગે તો તેલ ને ગરમ કરી ઠંડું કરી અથાણું દુબે એટલું નાખી દયો. અને ત્યાર બાદ અઠવાડિયા દસ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે ફણસ નું અથાણું. 

ફણસનું અથાણું બનાવવાની રીત

Fanas nu Athanu - ફણસનું અથાણું બનાવવાની રીત

Fanas nu Athanu Recipe in Gujarati | ફણસનું અથાણું | Kathal Pickle

ગુજરાતમાં અથાણાંની વાત આવે એટલે સૌથી પહેલા કેરી, ગુંદા કે લીંબુ જ યાદ આવે. પરંતુ શું તમે ક્યારેય Fanas nu Athanu (કાચા ફણસનું અથાણું) ખાધુંછે? ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં 'કઠલ કા અચાર' (Kathal ka Achar) ખૂબજ લોકપ્રિય છે.કાચા ફણસનું ટેક્સચર એકદમ માંસલ (Meaty)અને રેસાવાળું હોય છે, જેનાકારણે તે મસાલાને પોતાનામાં ખૂબ સારી રીતે શોષી લે છે. આ અથાણું પૂરી, પરાઠા કે દાળ-ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે. ચાલો જોઈએ આખુંવર્ષ બગડે નહિ તેવું ફણસનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 2 કિલો આશરે

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચની બરણી
  • 1 મિક્સર

Ingredients

  • 2 કિલો ફણસ
  • 3-4 ચમચા રાઈ
  • 3-4 ચમચા વરીયાળી
  • 2 ચમચા જીરું
  • 1 ચમચી મેથી દાણા
  • 2 ચમચી અજમો
  • 1 ચમચી કલોંજી
  • 1 ચમચી હિંગ
  • 300 એમ. એલ. સરસો તેલ /તેલ
  • 4-5 ચમચા લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચી હળદર
  • ¼ કપ વિનેગર
  • પાણી જરૂર મુજબ

Instructions

Fanas nu Athanu banavani rit

  • ફણસનું અથાણું બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં પાણી લઇ એમાં એક લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મુકો. હવે હાથ પર તેલ લગાવી ફણસ ને મોટા ચાર ભાગમાં કાપી પાણીમાં નાખી દયો. હવે હાથ પર તેલ લગાવી લ્યો અને એક ભાગ લઇ એને ચાકુથી બરોબર છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એના નાના નાના કટકા કરી પાણીમાં નાખી દયો. આમ બધા ભાગ ને કાઢી છોલી કટકા કરી પાણીમાં નાખતા જાઓ. આમ બધા કટકા થઇ જાય એટલે પાણી થી બરોબર ધોઈ ચારણીમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં પાણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી પાણી ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ફણસ ના કટકા નાખી આઠ દસ મિનીટ બાફી લીધા બાદ ચારણીમાં કાઢી લ્યો. અને કપડા પર ફેલાવી ને પાંચ છ કલાક તડકમાં અથવા પંખા નીચે સુકવી દયો.
  • હવે ગેસ પર કડાઈમાં જીરું, રાઈ, મેથી દાણા અને વરીયાળી નાખી બધી સામગ્રી ને સુંગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં અજમો નાખી મિક્સ કરી એને પણ થોડી વાર શેકી લ્યો ત્યાર બાદ સેકેલ મસાલા ને બીજા વાસણમાં કાળી ઠંડા કરી લ્યો અને એ કડાઈમાં તેલ નાખી ફૂલ દુમાળા નીકળે ત્યાં સુંધી ગરમ કરી ગેસ બંધ કરી તેલ ને ઠંડું થવા દયો. તેલ મીડીયમ ગરમ રહે ત્યારે એમાં હિંગ નાખી દેવી.
  • ત્યારબાદ શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી એમાં હળદર, અને લાલ મરચાનો પાઉડર નાખી પ્લસ મોડ માં એક બે વખત ફેરવી દર્દરા પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક મોટા વાસણમાં કાઢો એમાં કલોંજી, સ્વાદ મુજબ મીઠું(3-4 ચમચી ) નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ગરમ તેલ માંથી અડધું તેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તેલ વાળી કડાઈમાં બચેલા તેલ માં સુકવેલ ફણસ ના કટકા નાખી મિક્સ કરી ફૂલ તાપે પાંચ સાત મિનીટ માટે હલાવતા રહી ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ ફણસ ને થોડી ઠંડા કરી મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો. અને ત્યાર બાદ એમાં વિનેગર નાખી ફરી બરોબર મિક્સ કરી અથાણું ઠંડું થાય એટલે કાંચ ની બરણી માં ભરી લ્યો અને ત્યાર બાદ જરૂર લાગે તો તેલ ને ગરમ કરી ઠંડું કરી અથાણું દુબે એટલું નાખી દયો. અને ત્યાર બાદ અઠવાડિયા દસ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે ફણસ નું અથાણું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular