અત્યારે લોકો ને વ્રત ઉપવાસ તો કરવા હોય છે પણ સાવ ભૂખ્યા કે ફળ ફ્રૂટ પર નથી કરી શકતા એટલે હાલ માં બજાર માં અલગ અલગ ઘણી પ્રકારના ફરાળી વાનગીઓ અને ફરાળી લોટ માથી બનાવેલ વાનગીઓ મળતી થઈ ગઈ છે પણ અત્યાર ના સમય માં બજાર માં મળતી ઘણી સામગ્રીઓ માં ખૂબ ભેળશેળ જોવા મળતી હોય છે ત્યારે વ્રત ઉપવાસ માં જે ચોખાઈ જોઈએ એ હશે કે નહીં એ પ્રશ્ન થતો હોય છે તો આજ આપણે ખૂબ સરળ રીતે ઘરે Farali lot – ફરાળી લોટ બનાવતા શીખીશું. જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે અને બજાર કરતા શુદ્ધ પણ હશે.
INGREDIENTS
- સામો/ મોરૈયો 500 ગ્રામ
- સાબુદાણા 250 ગ્રામ
- રાજગરો / રાજગરા નો લોટ 100 ગ્રામ
- ડ્રાય શિંગોડા / શિંગોડા લોટ 50 ગ્રામ
Farali lot banavani recipe
ફરાળી લોટ બનાવવા સૌપ્રથમ સામા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ને પણ સાફ કરી લ્યો અને જો તમારી પાસે રાજગરો અને સૂકા શિંગોડા હોય તો એને પણ સાફ કરી લ્યો. હવે મિક્સર જાર માં સૌથી પહેલા સામા ને થોડો થોડો નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો.
ત્યાર બાદ થોડા થોડા કરી ને સાબુદાણા ને પણ મિક્સર જાર નાખી પીસી પાઉડર બનાવી ઝીણી ચારણી વડે સામા ના લોટ સાથે ચાળી લ્યો. હવે રાજગરા ને મિક્સર જાર માં નાખી પીસી એને પણ સામા સાથે ચાળી લ્યો અને છેલ્લે શિંગોડા ના કટકા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી બાકી ના લોટ સાથે ચાળી લ્યો. આમ બધી જ સામગ્રી ને બરોબર ઝીણી પીસી ઝીણી ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
બધો લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ફરી એક વખત ચાળી લ્યો જેથી લોટ બધા મિક્સ બરોબર થાય અને છેલ્લે એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો અને જે ફરાળી રોટલી, ઢોસા, પરોઠા, ઈડલી, કચોરી જે પણ બનાવવું હોય એ બનાવી શકો છો. તો તૈયાર છે ફરાળી લોટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી લોટ બનાવવાની રેસીપી

Farali lot banavani recipe
Equipment
- 1 મિક્સર
- 1 એર ટાઇટ ડબ્બો
- 1 ઝીણી ચારણી
Ingredients
- 500 ગ્રામ સામો/ મોરૈયો
- 250 ગ્રામ સાબુદાણા
- 100 ગ્રામ રાજગરો / રાજગરા નો લોટ
- 50 ગ્રામ ડ્રાય શિંગોડા / શિંગોડા લોટ
Instructions
Farali lot banavani recipe
- ફરાળી લોટ બનાવવા સૌપ્રથમ સામા ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ને પણ સાફ કરી લ્યો અને જો તમારી પાસે રાજગરો અને સૂકા શિંગોડા હોય તો એને પણ સાફ કરી લ્યો. હવે મિક્સર જાર માં સૌથી પહેલા સામા ને થોડો થોડો નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને ઝીણી ચારણી વડે એક વાસણમાં ચાળી લ્યો.
- ત્યાર બાદ થોડા થોડા કરી ને સાબુદાણા ને પણ મિક્સર જાર નાખી પીસી પાઉડર બનાવી ઝીણી ચારણી વડે સામા ના લોટ સાથે ચાળી લ્યો. હવે રાજગરા ને મિક્સર જાર માં નાખી પીસી એને પણ સામા સાથે ચાળી લ્યો અને છેલ્લે શિંગોડા ના કટકા ને મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી બાકી ના લોટ સાથે ચાળી લ્યો. આમ બધી જ સામગ્રી ને બરોબર ઝીણી પીસી ઝીણી ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
- બધો લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ફરી એક વખત ચાળી લ્યો જેથી લોટ બધા મિક્સ બરોબર થાય અને છેલ્લે એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો અને જે ફરાળી રોટલી, ઢોસા, પરોઠા, ઈડલી, કચોરી જે પણ બનાવવું હોય એ બનાવી શકો છો. તો તૈયાર છે ફરાળી લોટ.
Notes
- જો તમને રાજગરો અને શિંગોડા ન મળતા હોય તો તમે એના લોટ ને પણ ચાળી ને નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Dahi sabudana banavani recipe | દહીં સાબુદાણા બનાવવાની રેસીપી
Farali aloo paratha | ફરાળી આલું પરોઠા
Sabudana ni sandwich banavani rit | સાબુદાણા ની સેન્ડવીચ
Sabudana Thalipeeth banavani rit | સાબુદાણા થાલીપીઠ
Farali appam banavani rit | ફરાળી અપ્પમ
singoda na lot no shiro | શિંગોડા ના લોટ નો શીરો