કાઠિયાવાડી શાક રોટલી , રોટલા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને આ શાક તમને સૌરાષ્ટ માં ઢાબા કે હોટલ માં મંગાવી ને મજા લેતા હોઈએ છીએ પણ હવે આપણે ઘરે બનાવી મજા લેશું. તો ચાલો Ganthiya bhaji nu shaak – ગાંઠિયા ભાજી નું શાક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ચંપાકલી ગાંઠિયા 150 ગ્રામ
- તેલ 2- 3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ઝીણા સમારેલા ટામેટા 2- 3
- આદુ, મરચા અને લસણ ની પેસ્ટ 1 ચમચી છાસ 2 ગ્લાસ
Ganthiya bhaji nu shaak banavani rit
ગાંઠિયા ભાજી નું શાક બનાવવા મિક્સર જાર માં ત્રણ ચાર ચમચી ગાંઠીયા નાખો સાથે અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો.
રાઈ જીરું તતડી જાય એટલે સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો. લસણ આદુ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો.
ટમેટા બરોબર ચળી જાય એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં છાસ નાખો અને હલાવી લ્યો ત્યાર બાદ જ્યાં સુંધી બરોબર ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. ગ્રેવી ઉકાળવા લાગે એટલે એમાં ગાંઠિયા અને ગરમ મસાલો નાખી ગેસ બંધ ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ગાંઠિયા ભાજી નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાંઠિયા ભાજી નું શાક બનાવવાની રીત

Ganthiya bhaji nu shaak banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
- 150 ગ્રામ ચંપાકલી ગાંઠિયા
- 2- 3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 ઝીણા સમારેલા ટામેટા
- 1 ચમચી આદુ મરચા અને લસણ ની પેસ્ટ
- 2 ગ્લાસ છાસ
Instructions
Ganthiya bhaji nu shaak banavani rit
- ગાંઠિયા ભાજી નું શાક બનાવવા મિક્સર જાર માં ત્રણ ચાર ચમચી ગાંઠીયા નાખો સાથે અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર, પા ચમચી હળદર નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો.
- રાઈ જીરું તતડી જાય એટલે સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો. લસણ આદુ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ચડાવી લ્યો.
- ટમેટા બરોબર ચળી જાય એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં છાસ નાખો અને હલાવી લ્યો ત્યાર બાદ જ્યાં સુંધી બરોબર ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. ગ્રેવી ઉકાળવા લાગે એટલે એમાં ગાંઠિયા અને ગરમ મસાલો નાખી ગેસ બંધ ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ગાંઠિયા ભાજી નું શાક.
Notes
- ગાંઠિયા તમે ભાવનગરી કે ચંપાકલી વાપરી શકો છો.
- ગાંઠિયા તમે શાક સર્વ કરતી વખતે પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Karamda ni chatni banavani recipe | કરમદા ની ચટણી બનાવવાની રેસીપી
methi na rasiya muthiya banavani rit | મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત
ubadiyu banavani rit | ઉંબાડિયું બનાવવાની રીત
phulka roti banavani rit | ફૂલકા રોટલી બનાવવાની રીત
tameta ni chatni banavani rit | ટામેટા ની ચટણી બનાવવાની રીત