HomeDessert & SweetsGhau na lot ni GhevarRecipe in Gujarati | ઘઉંના લોટની ઘેવર| No...

Ghau na lot ni GhevarRecipe in Gujarati | ઘઉંના લોટની ઘેવર| No Maida Ghevar

રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઈ Ghevar (ઘેવર) સામાન્ય રીતે મેંદામાંથી બને છે, જેના કારણે તેમાં સરસ જાળી પડે છે. પરંતુ મેંદો સ્વાસ્થ્ય માટે સારો ન હોવાથી ઘણા લોકો ઘેવર ખાવાનું ટાળે છે. આજે આપણે એક એવી સિક્રેટ ટ્રીક જોઈશું જેનાથી આપણે 100% ઘઉંના લોટ (Wheat Flour) માંથી Ghau na lot ni Ghevar બનાવીશું. ખીરું બનાવવાની સાચી પદ્ધતિ અને તળતી વખતે તાપમાનનું ધ્યાન રાખશો, તો ઘઉંના લોટની ઘેવર પણ મેંદાના ઘેવર જેટલું જ ક્રિસ્પી અને એકદમ જાળીદાર બનશે. ચાલો જોઈએ Jalidar Ghevar without Maida.

Atta Ghevar Ingredients

  1. બેસન 1 ચમચી 
  2. ઘી 4-5 ચમચી
  3. ઘઉંનો લોટ 1 કપ 
  4. ઠંડુ પાણી 3 કપ
  5. બરફ ના કટકા 8-10
  6. તેલ / ઘી તરવા માટે

ચાસણી માટેની સામગ્રી

  1. ખાંડ 1 કપ
  2. પાણી ખાંડ ડૂબે એટલું

ગાર્નીશ માટેની સામગ્રી  

  1. ડ્રાય ફ્રુટની કતરણ જરૂર મુજબ
  2. ઠંડી રબડી જરૂર મુજબ

Ghau na lot ni Ghevar banavani rit

ઘઉંના લોટની ઘેવર બનાવવા સૌથી પહેલા એક વાસણમાં પીગળેલું ઘી લ્યો એમાં પાંચ સાત બરફના કટકા નાખી હાથ થી હલાવી મિક્સ કરી ઘી ને પાછુ માખણ બનાવી દયો. ઘી નું માખણ થઇ જાય ત્યાર બાદ બફર ના કટકા ને કાઢી લ્યો અને હાથ થી જ માખણ ને હલાવતા રહી સ્મૂથ કરી લ્યો માખણ સ્મૂથ થઇ જાય એટલે એમાં બેસન ચાળી ને નાખો અને એને પણ માખણ સાથે બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડો થોડો ઘઉંનો લોટ નાખતા જઈ માખણ સાથે મિક્સ કરતા જાઓ આમ બધો લોટ માખણ સાથે બરોબર મિક્સ કરી લ્યો.

હવે અમે ફ્રિઝનું ઠંડુ પાણી થોડું થોડું નાખતા જઈ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરતા જાઓ. આમ ત્રણ કપ ઠંડું પાણી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને એક વકહ્ત ગરણી થી ગાળી લ્યો જેથી કોઈ ગાંઠા હોય તો એ અલગ થઇ જાય. ત્યાર બાદ એ મિશ્રણ માં ચાર પાંચ બરફના કટકા નાખી મિશ્રણ ને અડધા કલાક માટે ફ્રીઝમાં મુકો.

અડધા કલાક પછી મીડીયમ સાઈઝ ની તપેલી માં અડધી તપેલી જેટલું ઘી અથવા તેલ ગરમ કરવા મુકો. ઘી / તેલ ફૂલ ગરમ થાય ગેસ ધીમો કરી ફ્રીઝ માંથી મિશ્રણ કાઢી એમાંથી થોડી થોડી વારે એક એક ચમચી મિશ્રણ નાખતા જાઓ આમ દસ પંદર ચમચી મિશ્રણ નાખી દયો.

ત્યાર બાદ વેલણ થી વચ્ચે કાણું કરી લ્યો અને ફરી બીજી પાંચ સાત ચમચી મીસ્તાન નાખો.ત્યાર બાદ ફરી કાણું બરોબર કરી લ્યો. હવે ફરી બીજી પાચ સાત ચમચી મિશ્રણ નાખો અને કાણું બરોબર કરી લ્યો. ત્યાર બાદ ચાકુથી કિનારી અલગ કરી લ્યો અને ચમચી ની મદદથી ઘેવર ને તેલ માંથી કાઢી લ્યો અને ઘેવર ને ચારણીમાં મુકો જેથી એમથી વધારા નું તેલ / ઘી અલગ થાય જાય.

ત્યાર બાદ ફરી ગેસ ફૂલ કરી તેલ ફૂલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ફરી ચમચી કરી મિશ્રણ નાખી બધા ઘેવર તૈયાર કરી ચારણીમાં મુક્તા જાઓ. આમ બધા ઘેવર તૈયાર કરી લ્યો. હવે ઘેવર માટેની ચાસણી કરવા એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગાળી લ્યો.

જયારે ચાસણી થોડી ચિકાસ પડતી બને એટલે ગેસ બંધ કરી લ્યો અને તૈયાર ચાસણી ને ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર ઘેવર ને ચારણીમાં મૂકી ઘેવર પર ચાસણી થોડી થોડી નાખો. આમ જેટલા ઘેવર ખાવા હોય એના પર ચાસણી નાખી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ અથવા ઠંડી રબડી મૂકી મજા લ્યો. તો તૈયાર છે ઘઉંના લોટ માંથી ઘેવર.  

No Maida Ghevar Recipe notes

  1. તમે મોટી કડાઈમાં ઘી / તેલ ગરમ કરી એમાં કાંઠો મૂકી ને પણ ઘેવર બનાવી શકો છો.
  2. તમે પહેલેથી ઘેવર બનાવી અને તારેલ ઘેવર ને ડબ્બામાં ભરી રાખી શકો છો અને જયારે ખાવા હોય ત્યારે ચાસણી અને રબડી થી ગાર્નીશ કરી મજા લઇ શો છો. 

ઘઉંના લોટની ઘેવર બનાવવાની રીત

No Maida Ghevar - Ghau na lot ni Ghevar - ઘઉંના લોટની ઘેવર

Ghau na lot ni Ghevar Recipe in Gujarati | ઘઉંના લોટની ઘેવર | No Maida Ghevar

રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઈ Ghevar(ઘેવર) સામાન્ય રીતે મેંદામાંથી બને છે, જેનાકારણે તેમાં સરસ જાળી પડે છે. પરંતુ મેંદો સ્વાસ્થ્ય માટે સારો ન હોવાથી ઘણા લોકોઘેવર ખાવાનું ટાળે છે. આજે આપણે એક એવી સિક્રેટ ટ્રીક જોઈશું જેનાથી આપણે 100% ઘઉંના લોટ (Wheat Flour) માંથી Ghau na lot ni Ghevar બનાવીશું. ખીરું બનાવવાની સાચી પદ્ધતિ અને તળતી વખતે તાપમાનનું ધ્યાન રાખશો, તો ઘઉંના લોટની ઘેવર પણ મેંદાના ઘેવર જેટલું જ ક્રિસ્પી અને એકદમ જાળીદાર બનશે. ચાલો જોઈએ Jalidar Ghevar without Maida.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 50 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 6 પીસ નાની સાઈઝ ના

Equipment

  • 1 તપેલી
  • 1 ચમચી

Ingredients

Atta Ghevar Ingredients

  • 1 ચમચી બેસન
  • 4-5 ચમચી ઘી
  • 1 કપ ઘઉંનો લોટ
  • 3 કપ ઠંડુ પાણી
  • 8-10 બરફ ના કટકા
  • તેલ / ઘી તરવા માટે

ચાસણી માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • પાણી ખાંડ ડૂબે એટલું

ગાર્નીશ માટેની સામગ્રી

  • ડ્રાય ફ્રુટની કતરણ જરૂર મુજબ
  • ઠંડી રબડી જરૂર મુજબ

Instructions

Ghau na lot ni Ghevar banavani rit

  • ઘઉંના લોટની ઘેવર બનાવવા સૌથી પહેલા એક વાસણમાં પીગળેલું ઘી લ્યો એમાં પાંચ સાત બરફના કટકા નાખી હાથ થી હલાવી મિક્સ કરી ઘી ને પાછુ માખણ બનાવી દયો. ઘી નું માખણ થઇ જાય ત્યાર બાદ બફર ના કટકા ને કાઢી લ્યો અને હાથ થી જ માખણ ને હલાવતા રહી સ્મૂથ કરી લ્યો માખણ સ્મૂથ થઇ જાય એટલે એમાં બેસન ચાળી ને નાખો અને એને પણ માખણ સાથે બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડો થોડો ઘઉંનો લોટ નાખતા જઈ માખણ સાથે મિક્સ કરતા જાઓ આમ બધો લોટ માખણ સાથે બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે અમે ફ્રિઝનું ઠંડુ પાણી થોડું થોડું નાખતા જઈ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરતા જાઓ. આમ ત્રણ કપ ઠંડું પાણી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને એક વકહ્ત ગરણી થી ગાળી લ્યો જેથી કોઈ ગાંઠા હોય તો એ અલગ થઇ જાય. ત્યાર બાદ એ મિશ્રણ માં ચાર પાંચ બરફના કટકા નાખી મિશ્રણ ને અડધા કલાક માટે ફ્રીઝમાં મુકો.
  • અડધા કલાક પછી મીડીયમ સાઈઝ ની તપેલી માં અડધી તપેલી જેટલું ઘી અથવા તેલ ગરમ કરવા મુકો. ઘી / તેલ ફૂલ ગરમ થાય ગેસ ધીમો કરી ફ્રીઝ માંથી મિશ્રણ કાઢી એમાંથી થોડી થોડી વારે એક એક ચમચી મિશ્રણ નાખતા જાઓ આમ દસ પંદર ચમચી મિશ્રણ નાખી દયો.
  • ત્યાર બાદ વેલણ થી વચ્ચે કાણું કરી લ્યો અને ફરી બીજી પાંચ સાત ચમચી મીસ્તાન નાખો.ત્યાર બાદ ફરી કાણું બરોબર કરી લ્યો. હવે ફરી બીજી પાચ સાત ચમચી મિશ્રણ નાખો અને કાણું બરોબર કરી લ્યો. ત્યાર બાદ ચાકુથી કિનારી અલગ કરી લ્યો અને ચમચી ની મદદથી ઘેવર ને તેલ માંથી કાઢી લ્યો અને ઘેવર ને ચારણીમાં મુકો જેથી એમથી વધારા નું તેલ / ઘી અલગ થાય જાય.
  • ત્યાર બાદ ફરી ગેસ ફૂલ કરી તેલ ફૂલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ફરી ચમચી કરી મિશ્રણ નાખી બધા ઘેવર તૈયાર કરી ચારણીમાં મુક્તા જાઓ. આમ બધા ઘેવર તૈયાર કરી લ્યો. હવે ઘેવર માટેની ચાસણી કરવા એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગાળી લ્યો.
  • જયારે ચાસણી થોડી ચિકાસ પડતી બને એટલે ગેસ બંધ કરી લ્યો અને તૈયાર ચાસણી ને ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર ઘેવર ને ચારણીમાં મૂકી ઘેવર પર ચાસણી થોડી થોડી નાખો. આમ જેટલા ઘેવર ખાવા હોય એના પર ચાસણી નાખી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ની કતરણ અથવા ઠંડી રબડી મૂકી મજા લ્યો. તો તૈયાર છે ઘઉંના લોટ માંથી ઘેવર.

No Maida Ghevar Recipe notes

  • તમે મોટી કડાઈમાં ઘી / તેલ ગરમ કરી એમાં કાંઠો મૂકી ને પણ ઘેવર બનાવી શકો છો.
  • તમે પહેલેથી ઘેવર બનાવી અને તારેલ ઘેવર ને ડબ્બામાં ભરી રાખી શકો છો અને જયારે ખાવા હોય ત્યારે ચાસણી અને રબડી થી ગાર્નીશ કરી મજા લઇ શો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular