Home Dessert & Sweets Gol ane ghau na lot ni Walnut Brownie | ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની

Gol ane ghau na lot ni Walnut Brownie | ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની

Gol ane ghau na lot ni Walnut Brownie | ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની
Image credit – Youtube/Vanilla Trails

આજે આપણે Gol ane ghau na lot ni Walnut Brownie – ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીશું. આ બ્રાઉની હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બની ને તૈયાર થાય છે જે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો અને બહાર ની બ્રાઉની ખાવા નું ભૂલી જસો. તો ચાલો ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીએ.

બ્રાઉની બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • અખરોટ કટકા 1 કપ
  • છીણેલો ગોળ ¾ કપ
  • ડાર્ક ચોકલેટ. ઝીણી સુધારેલી 150 ગ્રામ
  • કોકો પાઉડર ⅓ કપ
  • દૂધ ½ કપ
  • ઘી ¼ કપ
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • મીઠું ⅛ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી

ગોળ ચોકલેટ સીરપ બનાવવા માટેની સામગ્રી

  • છીણેલો ગોળ ½ કપ
  • ફ્રેશ ક્રીમ ¼ કપ
  • ડાર્ક ચોકલેટ છનેલી 25 ગ્રામ
  • ઘી 1-2 ચમચી
  • પાણી 2-3 ચપટી

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવા સૌપ્રથમ એક થાળી માં ઘઉંનો લોટ ચાળી  ને લ્યો એમાં કોકો પાઉડર, અખરોટ ના કટકા , બેકિંગ સોડા, મીઠું  નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં દૂધ લ્યો. દૂધ ને ગરમ કરી લ્યો અને ગેસ બંધ કરી દૂધ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો.

ગોળ ઓગળી જાય એટલે એમાં ડાર્ક ચોકલેટ છીણેલી નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી, વેનીલા એસેંસ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલા મિશ્રણ માં ઘઉંનું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઓવેન માં 180 ડિગ્રી પર વીસ મિનિટ બેક કરી લ્યો.

અથવા કડાઈ માં કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી ગરમ કરી લ્યો ત્યાર બાદ મોલ્ડ મૂકી ઢાંકી ધીમા તાપે વીસ મિનિટ ચડાવી લ્યો અને બ્રાઉની ચડી જાય એટલે ઠંડી કરવા મૂકો. બ્રાઉની ઠંડી થાય ત્યાં સુંધી ચોકલેટ સીરપ બનાવી તૈયાર કરી લઈએ.

ગોળ ચોકલેટ સીરપ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં છીણેલી ચોકલેટ નાખો એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં ઘી અને છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સીરપ તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો.

બ્રાઉની ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો અને કટકા ને પ્લેટ માં મૂકી એના પર તૈયાર કરેલ ચોકલેટ સીરપ નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની.

Brownie recipe notes

  • ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો.
  • મીઠાસ મુજબ ખાંડ કે ગોળ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત

Gol ane ghau na lot ni Walnut Brownie - ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

આજે આપણે Gol ane ghau na lot ni Walnut Brownie – ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીશું.આ બ્રાઉની હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બની ને તૈયાર થાય છે જે એક વખત બનાવશોતો વારંવાર બનાવશો અને બહાર ની બ્રાઉની ખાવા નું ભૂલી જસો. તોચાલો ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બ્રાઉની બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ અખરોટ કટકા
  • ¾ કપ છીણેલો ગોળ
  • 150 ગ્રામ ડાર્ક ચોકલેટ ઝીણી સુધારેલી
  • કપ કોકો પાઉડર
  • ½ કપ દૂધ
  • ¼ કપ ઘી
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ચમચી મીઠું
  • ½ ચમચી બેકિંગ સોડા

ગોળ ચોકલેટ સીરપ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ કપ ફ્રેશ ક્રીમ
  • 25 ગ્રામ ડાર્ક ચોકલેટ છનેલી
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ચપટી પાણી

Instructions

Gol ane ghau na lot ni Walnut Brownie banavani rit

  • ગોળ અને ઘઉંના લોટ ની વોલન્ટ બ્રાઉની બનાવવા સૌપ્રથમ એક થાળી માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં કોકો પાઉડર, અખરોટ ના કટકા , બેકિંગ સોડા, મીઠું નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ એક તપેલી માં દૂધ લ્યો. દૂધ ને ગરમ કરી લ્યો અને ગેસ બંધ કરી દૂધ ને થોડું ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને ઓગળી લ્યો.
  • ગોળ ઓગળી જાય એટલે એમાં ડાર્ક ચોકલેટ છીણેલી નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી, વેનીલા એસેંસ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર થયેલા મિશ્રણ માં ઘઉંનું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઓવેન માં 180 ડિગ્રી પર વીસ મિનિટ બેક કરી લ્યો.
  • અથવા કડાઈ માં કાંઠો મૂકી ઢાંકણ બંધ કરી ગરમ કરી લ્યો ત્યાર બાદ મોલ્ડ મૂકી ઢાંકી ધીમા તાપે વીસ મિનિટ ચડાવી લ્યો અને બ્રાઉની ચડી જાય એટલે ઠંડી કરવા મૂકો. બ્રાઉની ઠંડી થાય ત્યાં સુંધી ચોકલેટ સીરપ બનાવી તૈયાર કરી લઈએ.
  • ગોળ ચોકલેટ સીરપ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં છીણેલી ચોકલેટ નાખો એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહો અને ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી એમાં ઘી અને છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સીરપ તૈયાર કરી લ્યો અને ઠંડી થવા દયો.
  • બ્રાઉની ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો અને કટકા કરી લ્યો અને કટકા ને પ્લેટ માં મૂકી એના પર તૈયાર કરેલ ચોકલેટ સીરપ નાખી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઘઉંના લોટ અને ગોળ માંથી વોલન્ટ બ્રાઉની.

Brownie recipe notes

  • ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો.
  • મીઠાસ મુજબ ખાંડ કે ગોળ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here