માર્કેટમાં શિયાળોઆવતા જ લીલા વટાણા (Green Peas) પુષ્કળ મળે છે. સામાન્ય રીતે આપણે દાળ-ચોખાની ઈડલી તો બનાવીએ જ છીએ, પણ આજે આપણે બનાવીશું Instant Soji Vatana Idli. આ ઈડલીમાં દાળ-ચોખા પલાળવાની કે આથો લાવવાની કોઈ જફા નથી. . સોજી વટાણાની ઈડલી બનાવવા માં ખુબ સર અને ખાવા માં ટેસ્ટી ઈડલી ને તમે બાળકો ને ટીફીનમાં પણ બનાવી આપી શકો છો.માત્ર 15-20 મિનિટમાં તૈયાર થતી આ Green Peas Idli ખાવામાં સોફ્ટ, જાળીદાર અને ટેસ્ટી લાગે છે. બાળકોના લંચબોક્સ માટે પણ આ એક ઉત્તમ વિકલ્પ છે. તો ચાલો નોંધી લો Soji Vatana ni Idli Banavani Rit.
Green Peas Idli ingredients
- સોજી 1 ½ કપ
- પૌવા 1 કપ
- લીલા વટાણા 1 કપ + 2-3 ચમચી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- ચણા દાળ 2 ચમચી
- લીલા મરચા 2-3
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- આદુનો ટુકડો 1
- છાસ / દહીં 1 કપ
- સફેદ તલ 1-2 ચમચી
- ઈનો 1 પેકેટ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Soji Vatana Idli Recipe in Gujarati
સોજી વટાણાની ઈડલી બનાવવા સૌથી પહેલા વટાણા ને કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં પુવા નાખી પીસી પાઉડર બનાવી લ્યો. હવે એક કપ વટાણા ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ અને આદુનો ટુકડો નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ, ચણા દાળ નાખી ને શેકી લ્યો. ચણા દાળ શેકાઈ જાય એટલે એમાં સફેદ તલ નાખી મિક્સ કરી સોજી નાખી મિક્સ કરી શેકી લ્યો અને યાર બાદ એમાં પીસેલા પૌવ નાખી બને ને બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો.
હવે શેકી રાખેલ સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં પીસેલા વટાણા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં દહીં કે છાસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી અડધા કલાક માટે એક બાજુ ઢાંકી ને રાખો.
અડધા કલાક પછી ગેસ પર ઢોકરીયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગ્રામ કરવા મુકો. અને ઈડલી ના સ્ટેન્ડ માં મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે સોજી ના મિશ્રણમાં બીજી બે ત્રણ ચમચી વટાણા નાખો. ત્યાર બાદ એમાં જરૂર મુજબ પા કપ થી અડધો કપા પાણી નાખી મિક્સ કરી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એમાં ઈનો નું પેકેટ નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ઈડલી સ્ટેન્ડ માં નાખી સ્ટેન્ડ ઢોકારીયા માં મૂકી ઢાંકી પંદર વીસ મિનીટ ચડાવી લ્યો અને વીસ મિનીટ પછી સ્ટેન્ડ બહાર કાઢી ને તૈયાર ઈડલી ને થોડી ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો આમ બધી જ ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે સોજી મટર ઈડલી.
સોજી વટાણાની ઈડલી બનાવવાની રીત

Soji Vatana Idli Recipe in Gujarati | લીલા વટાણાની ઈડલી
Equipment
- 1 ઢોકારીયા
- 1 ઈડલી સ્ટેન્ડ
- 1 કડાઈ
Ingredients
Green Peas Idli ingredients
- 1 ½ કપ સોજી
- 1 કપ પૌવા
- 1 કપ લીલા વટાણા + 2-3 ચમચી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 2 ચમચી ચણા દાળ
- 2-3 લીલા મરચા
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- 1 આદુનો ટુકડો
- 1 કપ છાસ / દહીં
- 1-2 ચમચી સફેદ તલ
- 1 પેકેટ ઈનો
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Soji Vatana Idli Recipe in Gujarati
- સોજી વટાણાની ઈડલી બનાવવા સૌથી પહેલા વટાણા ને કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં પુવા નાખી પીસી પાઉડર બનાવી લ્યો. હવે એક કપ વટાણા ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ અને આદુનો ટુકડો નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ અને મીઠા લીમડાના પાંદ, ચણા દાળ નાખી ને શેકી લ્યો. ચણા દાળ શેકાઈ જાય એટલે એમાં સફેદ તલ નાખી મિક્સ કરી સોજી નાખી મિક્સ કરી શેકી લ્યો અને યાર બાદ એમાં પીસેલા પૌવ નાખી બને ને બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો.
- હવે શેકી રાખેલ સામગ્રી ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં પીસેલા વટાણા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં દહીં કે છાસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી અડધા કલાક માટે એક બાજુ ઢાંકી ને રાખો.
- અડધા કલાક પછી ગેસ પર ઢોકરીયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગ્રામ કરવા મુકો. અને ઈડલી ના સ્ટેન્ડ માં મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે સોજી ના મિશ્રણમાં બીજી બે ત્રણ ચમચી વટાણા નાખો. ત્યાર બાદ એમાં જરૂર મુજબ પા કપ થી અડધો કપા પાણી નાખી મિક્સ કરી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એમાં ઈનો નું પેકેટ નાખી મિક્સ કરી લ્યો
- ત્યારબાદ તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ઈડલી સ્ટેન્ડ માં નાખી સ્ટેન્ડ ઢોકારીયા માં મૂકી ઢાંકી પંદર વીસ મિનીટ ચડાવી લ્યો અને વીસ મિનીટ પછી સ્ટેન્ડ બહાર કાઢી ને તૈયાર ઈડલી ને થોડી ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો આમ બધી જ ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે સોજી મટર ઈડલી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
તિરંગા સેન્ડવીચ – Tiranga Sandwich Recipe in Gujarati
Dakor na gota banavani rit | ડાકોર ના ગોટા બનાવવાની રીત
Green Manchurian banavani recipe | ગ્રીન મંચુરિયન બનાવવાની રેસીપી
Soya chili 65 recipe | સોયા ચીલી 65 બનાવવાની રીત
Kabuli chana no salad | કાબુલી ચણા નો સલાડ
bundi nu raitu banavani rit | બુંદી નું રાયતું બનાવવાની રીત












