અત્યારે બજારમાં ખુબ સરસ જામફળ મળે છે અને આપણે જામફળ માંથી શોર્ટ્સ, આઈસ ક્રીમ, શાક, ચટણી તો ઘણી વખત બનાવેલ છે પણ આજ આપણે એમાંથી એમ મીઠી બનાવશું જે બધાને ખુબ પસંદ આવશે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી જ તૈયાર થઇ જશે. તો ચાલો Jamfal no halvo – જામફળ નો હલવો બનવવાની રીત શીખીએ.
INGREDIENTS
- પાકેલા જામફળ 3-4
- ખાંડ 1 ½ કપ
- લીંબુનો રસ 1 ચમચી
- ઘી 2-3 ચમચી
- બીટ નો રસ 2-3 ચમચી
- બદામની કતરણ 3-4 ચમચી
Jamfal no halvo banavani reicpe
જામફળ નો હલવો બનાવવા સૌથ પહેલા પાકેલા અને કડક જામફળ ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં નાનો કાંઠો મૂકી એના પર તપેલી મૂકી તપેલીમાં સાફ કરેલ જામફળ મૂકી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
હવે એક મોલ્ડ કે થાળીમાં ઘી એના પર બટર પેપર મૂકી એના પર ફરી ઘી લગાવી એમાં બાદમ ની કતરણ ફેલાવી તૈયાર કરી એક બાજુ મકો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને તપેલી બહાર કાઢી લ્યો.
હવે બાફેલા જામફળ ઠંડા થાય એટલે બે કટકા કરી ચમચી થી બીજ અલગ કરી લ્યો અને બાકી રહેલ જામફળ ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ જે બીજ અલગ કરેલ હતા એને પણ ગરણી માં મેસ કરી એમથી પણ પલ્પ અલગ કરી લ્યો.
તૈયાર પલ્પ ને વાટકામાં નાખી માપી લ્યો અને કડાઈમાં નાખો સાથે જેટલા વાટકા પલ્પ હોય એટલી જ ખાંડ નાખો અને ત્યાર બાદ બરોર્બ મિક્સ કરી લીધા બાદ ગેસ ચાલુ કરી લ્યો.
પહેલા ફૂલ તાપે હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીત નો રસ નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણચમચી નાખી હ્લ્વાને હલાવતા રહો. હલવો કડાઈ મુકવા લાગે એટલે બીજી એક થી બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ હલવો એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર હાલવાને ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળીમાં નાખઈ એક સરખું ફેલાવી દયો અને સેટ થવા બે ત્રણ કલાક મુકો. ત્રણ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જામફળ માંથી હલવો.
જામફળ નો હલવો બનાવવાની રેસીપી

Jamfal no halvo banavani reicpe
Equipment
- 1 કડાઈ
- 1 ગરણી
- 1 મિક્સર
- 1 કુકર
Ingredients
- 3-4 પાકેલા જામફળ
- 1 ½ કપ ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 2-3 ચમચી ઘી
- 2-3 ચમચી બીટ નો રસ
- 3-4 ચમચી બદામની કતરણ
Instructions
Jamfal no halvo banavani reicpe
- જામફળ નો હલવો બનાવવા સૌથ પહેલા પાકેલા અને કડક જામફળ ને પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર કુકર માં એક ગ્લાસ પાણી નાખી એમાં નાનો કાંઠો મૂકી એના પર તપેલી મૂકી તપેલીમાં સાફ કરેલ જામફળ મૂકી કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- હવે એક મોલ્ડ કે થાળીમાં ઘી એના પર બટર પેપર મૂકી એના પર ફરી ઘી લગાવી એમાં બાદમ ની કતરણ ફેલાવી તૈયાર કરી એક બાજુ મકો. કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને તપેલી બહાર કાઢી લ્યો.
- હવે બાફેલા જામફળ ઠંડા થાય એટલે બે કટકા કરી ચમચી થી બીજ અલગ કરી લ્યો અને બાકી રહેલ જામફળ ને મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. અને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ જે બીજ અલગ કરેલ હતા એને પણ ગરણી માં મેસ કરી એમથી પણ પલ્પ અલગ કરી લ્યો.
- હવે તૈયાર પલ્પ ને વાટકામાં નાખી માપી લ્યો અને કડાઈમાં નાખો સાથે જેટલા વાટકા પલ્પ હોય એટલી જ ખાંડ નાખો અને ત્યાર બાદ બરોર્બ મિક્સ કરી લીધા બાદ ગેસ ચાલુ કરી લ્યો.
- પહેલા ફૂલ તાપે હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ફરી ઘટ્ટ થવા લાગે એટલે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીત નો રસ નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણચમચી નાખી હ્લ્વાને હલાવતા રહો. હલવો કડાઈ મુકવા લાગે એટલે બીજી એક થી બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ હલવો એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર હાલવાને ગ્રીસ કરેલ મોલ્ડ કે થાળીમાં નાખઈ એક સરખું ફેલાવી દયો અને સેટ થવા બે ત્રણ કલાક મુકો. ત્રણ કલાક પછી ચાકુથી મનગમતા આકાર માં કાપી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જામફળ માંથી હલવો.
Notes
- અહી તમે ખાંડ થોઈ ઓછી કે વધુ તમારી પસંદ મુજબ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Badam Revdi banavani rit | બદામ રેવડી બનાવવાની રીત
dry fruit basundi banavani rit | ડ્રાયફ્રૂટ બાસુંદી
ghau na lot na gulab jamun | ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ
Anjeer Khajur Vedmi banavani rit | અંજીર ખજૂર વેડમી
