
આપણે જુવાર ના લોટ માંથી એકદમ મસ્ત અને નવીજ રીત ના ઢોસા અને ઢોકળા બનાવતા શીખીશું . જે ખાવા માં એકદમ મસ્ત લાગે છે અને એક વાર બનાવશો તો બીજી વખત આ રેસિપી તમને વારંવાર બનાવવાની મજા પડી જશે એવી રેસીપી છે તો ચાલો આ નવી જ રીત ના હેલ્થી Juvar na dhosa ane dhokla – જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવતા શીખીશું.
INGREDIENTS
- જુવાર નો લોટ ½ કપ
- જીરું ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ચિલી ફલેક્સ / કાળા મરી નો પાવડર તમારી તીખાશ મુજબ
- ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
- લીલા ધાણા જીણા સુધારેલા થોડા
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- પાણી ½ કપ
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- સફેદ અડદ દાળ 1 નાની ચમચી
- ચણા ની દાળ 1 ચમચી
- લસણ ની 4-5 કણી
- આદુ મરચા ની પેસ્ટ થોડી
- ઝીણી સુધારેલી ડુંગળી ½
- સુધારેલું ટમેટું 1 નંગ
- સ્વાદ મુજબ મીઠું
- કાશ્મીરી લાલ મરચું 1 ચમચી
- ખાંડેલું લાલ મરચું ½ ચમચી
- આંબલી નો પલ્પ 1 ચમચી
ચટણી ના વગાર માટે ની સામગ્રી :-
- ચપટી હિંગ
- ચપટી રાઈ
- મીઠા લીમડાનાં પાંદ થોડા
- આખું લાલ મરચું
જુવાર ના ઢોકળા માટેની સામગ્રી :-
- જુવાર નો લોટ ½ કપ
- સોજી 2 ચમચી
- બેસન 4 ચમચી
- દહીં 2 ચમચી ,
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- હળદર પાવડર ચપટી
- ઇનો 1 પેકેટ
- તેલ ગ્રીસ કરવા માટે
- લાલ મરચું છાંટવા માટે ઢોકળા પર
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા
વઘાર કરવા માટેની સામગ્રી :-
- તેલ જરૂર મુજબ
- રાઈ જરૂર મુજબ
- જીરું જરૂર મુજબ
- હિંગ ચપટી
- લીલા મરચાં 2
- મીઠા લીમડાનાં પાંદ
Juvar na dhosa ane dhokla banavani recipe
જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં જુવાર નો લોટ ½ કપ , જીરું ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું , ચિલી ફલેક્સ તમારી તીખાશ મુજબ / કાળા મરી નો પાવડર , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા ધાણા જીણા સુધારેલા થોડા , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , પાણી ½ કપ જેટલો જુવાર નો લોટ લેશું અને એટલું જ પાણી નું પણ માપ રાખશું.
ત્યાર બાદ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે બેટર રેવા દેશું . 10 મિનિટ માટે આપણું બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી માં આપણે એક ચટણી બનાવી લેશું .
હવે ગેસ પર એક કડાઈ/પેન લેશું તેમાં થોડું તેલ નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી સફેદ અડદ ની દાળ , ચણા ની દાળ 1 ચમચી , બને વસ્તુ ને સારી રીતે તેલ માં સેકી લેશું ત્યાર બાદ તેમાં 4-5 કણી લસણ , આદુ મરચા ની પેસ્ટ થોડી , ઝીણી સુધારેલી ડુંગળી ½ બધી વસ્તુ ને સારી રીતે સાંતળી લેશું . ત્યાર બાદ તેમાં સુધારેલું ટમેટું 1 નંગ નાખી સારી રીતે ચડાવી લેશું અને ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી અને પાણી માં સારી રીતે ઉભરો આવી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બાઉલ માં કાઢી અને ઠંડું થવા દેશું .
ત્યાર પછી હવે મિશ્રણ ઠંડું થઈ ગયા પછી એક મિક્ષ્ચર જાર માં તૈયાર કરેલું ચટણી નું મિશ્રણ નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું , કાશ્મીરી લાલ મરચું 1 ચમચી , ખાંડેલું લાલ મરચું ½ ચમચી , આંબલી નો પલ્પ 1 ચમચી આ બધું નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું અને એક બાઉલ માં કાઢી લેશું . અને હવે ચટણી માં વઘાર દઈ દેશું. તેના માટે 1 વગારિયા માં થોડું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ , મીઠા લીંબડા ના પાંદ , રાઈ થોડી , અને આખું લાલ મરચું નાખી બધું બરાબર તતડી જાય એટલે આપણે તૈયાર કરેલી ચટણી પર આ વગાર નાખી દેશું તો તૈયાર છે આપણી ચટણી .
હવે ઢોસા ના મિશ્રણ ને આપણે ચેક કરીએ ત્યાં સુધી માં આપણે ગેસ પર ઢોસા ની તવી ગરમ કરવા મૂકી દેશું કારણકે આ ઢોસા આપણે ગરમ તવી કરી ને ઉતારશું એટલે . હવે બેટર ને એક બાર હલાવી લેશું અને જે ½ લોટ ના માપ થી પાણી લીધું હતું એજ માપ ફરીથી લઈ અને ઢોસા ના બેટર માં ફરીથી 1 કપ પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું .
ત્યાર બાદ તવા પર થોડું તેલ લગાવી અને અને કપડા વડે લુઈ લેશું અને ત્યાર બાદ કડછી ની મદદ થી થોડું થોડું કરી અને બેટર ને ફેલાવી ને નાખી દેશું તવી ગરમ હોવા ના કારણે ઢોસા એકદમ દમ જાળીદાર ફેલાઈ જશે . ત્યાર બાદ ઢોસા ને ચડાવવા દેશું અને એનું પાણી બળી જાય એટલે તેની સાઇડ ની કિનારી માં થોડું થોડું તેલ લગાવી દેશું અને જ્યારે તમને લાગે કે નીચે થી ઢોસો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ત્યારે આપણે તેની સાઇડ ને ફેરવી અને ચેક કરી લેશું . લગભગ 4-5 કડછી મિશ્રણ માં આપણા આખા તવા પર ઢોસા નું બેટર ફેલાઈ જશે .
તો તૈયાર છે આપણો ઢોસો જેને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું . આ ઢોસા માં જો તમે બટેકા નું ફિલિંગ ભરવા માંગતા હોવ તો તમે તે પણ ભરી શકો છો . તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ જુવાર ના ઢોસા જેને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું.
જુવાર ના ઢોકળા બનાવવાની રીત :-
હવે આજ જુવાર ના લોટ માંથી આપણે ઢોકળા બનાવીશું તેના માટે એક બાઉલ માં આપણે જુવાર ના ½ કપ લોટ ને ચારણી માં નાખી ચાળી લેશું , સોજી 2 ચમચી ચાળી લેશું આ રેસિપી માં જો તમે ટોટલી ગ્લુટન ફ્રી ખાવા માંગતા હોવ તો તમે સોજી સ્કીપ કરવી હોય તો કરી સકો છો . ત્યાર બાદ બેસન 4 ચમચી , દહીં 2 ચમચી , આદુ મરચાની પેસ્ટ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , હળદર પાવડર ચપટી , થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેશું . અત્યારે આ બેટર ને થોડું જાડું રહેવા દઇશું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે બેટર ની ફુલવા દેશું .
ત્યાર બાદ ત્યાર બાદ ઈડલી વાળા સ્ટીમર માં કે પછી કડાઈ માં થાળી મૂકી ને પણ તમે ઢોકળા બનાવી શકો છો આજે આપણે એક સ્ટીમર માં નાની નાની વાટકી માં આ ઢોકળા તૈયાર કરીશું જેના માટે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકી દેશું અને વાટકી માં ચારે બાજુ થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું .
હવે 10 મિનિટ બાદ આપણે બેટર માં થોડું પાણી અને લીલા ધાણા અને 1 ઇનો નું પેકેટ નાખી બધી વસ્તુ ને ફરીથી સારી રીતે મિક્સ કરી લેશું . હવે ગ્રીસ કરેલી વાટકી માં આપણે આ બેટર નાખી દેશું . ઉપર થી થોડું લાલ મરચું છાંટી દેશું અને ત્યાર બાદ સ્ટીમર ના ઢાંકણ માં એક કપડું બાંધી અને ઢાંકણ ઢાંકી દેશું . કપડું લગાવવાથી જે બાફ થશે તેનું પાણી ઢોકળા ઉપર નઈ પડે 10-12 મિનિટ માટે ઢોકળા સ્ટીમ થવા દેશું .
ત્યાર બાદ હવે ઢાંકણ ખોલી સ્ટીમર માંથી વાટકી કાઢી અને વાટકી માંથી ઢોકળા કાઢી લેશું અને હવે તેના પર આપણે વગાર કરીશું . જેના માટે વાઘરિયા માં થોડું તેલ , રાઈ , જીરું , હિંગ , મીઠા લીંબડા ના પાંદ , લીલા મરચા નાખી અને બરાબર તતડી જાય એટલે તૈયાર કરેલા ઢોકળા માં આ વગાર નાખી દેશું .
તો તૈયાર છે આપણા જુવાર ના લોટ ના ઢોકળા પણ જેને ગરમ ગરમ જ સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવવાની રેસીપી

Juvar na dhosa ane dhokla banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 સ્ટીમર/ઈડલી મશીન
- 1 વાઘરીયું
- 1 કડાઈ / પેન
Ingredients
INGREDIENTS
- ½ કપ જુવાર નો લોટ
- ½ ચમચી જીરું
- સ્વાદ મુજબ મીઠું
- ચિલી ફલેક્સ / કાળા મરી નો પાવડર તમારી તીખાશ મુજબ
- 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી
- લીલા ધાણા જીણા સુધારેલા થોડા
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ½ કપ પાણી
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- 1 નાની ચમચી સફેદ અડદ દાળ
- 1 ચમચી ચણા ની દાળ
- 4-5 કણી લસણ ની
- આદુ મરચા ની પેસ્ટ થોડી
- ½ ઝીણી સુધારેલી ડુંગળી
- 1 નંગ સુધારેલું ટમેટું
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
- ½ ચમચી ખાંડેલું લાલ મરચું
- 1 ચમચી આંબલી નો પલ્પ
ચટણી ના વગાર માટે ની સામગ્રી :-
- ચપટી હિંગ
- ચપટી રાઈ
- મીઠા લીમડાનાં પાંદ થોડા
- આખું લાલ મરચું
જુવાર ના ઢોકળા માટેની સામગ્રી :-
- ½ કપ જુવાર નો લોટ
- 2 ચમચી સોજી
- 4 ચમચી બેસન
- 2 ચમચી દહીં
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- સ્વાદ મુજબ મીઠું
- હળદર પાવડર ચપટી
- 1 પેકેટ ઇનો
- તેલ ગ્રીસ કરવા માટે
- લાલ મરચું છાંટવા માટે ઢોકળા પર
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા
વઘાર કરવા માટેની સામગ્રી :-
- તેલ જરૂર મુજબ
- રાઈ જરૂર મુજબ
- જીરું જરૂર મુજબ
- હિંગ ચપટી
- 2 લીલા મરચાં
- મીઠા લીમડાનાં પાંદ
Instructions
Juvar na dhosa ane dhokla banavani recipe
- જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં જુવાર નો લોટ ½ કપ , જીરું ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું , ચિલી ફલેક્સ તમારી તીખાશ મુજબ / કાળા મરી નો પાવડર , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા ધાણા જીણા સુધારેલા થોડા , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , પાણી ½ કપ જેટલો જુવાર નો લોટ લેશું અને એટલું જ પાણી નું પણ માપ રાખશું.
- ત્યાર બાદ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે બેટર રેવા દેશું . 10 મિનિટ માટે આપણું બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી માં આપણે એક ચટણી બનાવી લેશું .
- હવે ગેસ પર એક કડાઈ/પેન લેશું તેમાં થોડું તેલ નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી સફેદ અડદ ની દાળ , ચણા ની દાળ 1 ચમચી , બને વસ્તુ ને સારી રીતે તેલ માં સેકી લેશું ત્યાર બાદ તેમાં 4-5 કણી લસણ , આદુ મરચા ની પેસ્ટ થોડી , ઝીણી સુધારેલી ડુંગળી ½ બધી વસ્તુ ને સારી રીતે સાંતળી લેશું . ત્યાર બાદ તેમાં સુધારેલું ટમેટું 1 નંગ નાખી સારી રીતે ચડાવી લેશું અને ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી અને પાણી માં સારી રીતે ઉભરો આવી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બાઉલ માં કાઢી અને ઠંડું થવા દેશું .
- ત્યાર પછી હવે મિશ્રણ ઠંડું થઈ ગયા પછી એક મિક્ષ્ચર જાર માં તૈયાર કરેલું ચટણી નું મિશ્રણ નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું , કાશ્મીરી લાલ મરચું 1 ચમચી , ખાંડેલું લાલ મરચું ½ ચમચી , આંબલી નો પલ્પ 1 ચમચી આ બધું નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું અને એક બાઉલ માં કાઢી લેશું . અને હવે ચટણી માં વઘાર દઈ દેશું. તેના માટે 1 વગારિયા માં થોડું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ , મીઠા લીંબડા ના પાંદ , રાઈ થોડી , અને આખું લાલ મરચું નાખી બધું બરાબર તતડી જાય એટલે આપણે તૈયાર કરેલી ચટણી પર આ વગાર નાખી દેશું તો તૈયાર છે આપણી ચટણી .
- હવે ઢોસા ના મિશ્રણ ને આપણે ચેક કરીએ ત્યાં સુધી માં આપણે ગેસ પર ઢોસા ની તવી ગરમ કરવા મૂકી દેશું કારણકે આ ઢોસા આપણે ગરમ તવી કરી ને ઉતારશું એટલે . હવે બેટર ને એક બાર હલાવી લેશું અને જે ½ લોટ ના માપ થી પાણી લીધું હતું એજ માપ ફરીથી લઈ અને ઢોસા ના બેટર માં ફરીથી 1 કપ પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું .
- ત્યાર બાદ તવા પર થોડું તેલ લગાવી અને અને કપડા વડે લુઈ લેશું અને ત્યાર બાદ કડછી ની મદદ થી થોડું થોડું કરી અને બેટર ને ફેલાવી ને નાખી દેશું તવી ગરમ હોવા ના કારણે ઢોસા એકદમ દમ જાળીદાર ફેલાઈ જશે . ત્યાર બાદ ઢોસા ને ચડાવવા દેશું અને એનું પાણી બળી જાય એટલે તેની સાઇડ ની કિનારી માં થોડું થોડું તેલ લગાવી દેશું અને જ્યારે તમને લાગે કે નીચે થી ઢોસો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ત્યારે આપણે તેની સાઇડ ને ફેરવી અને ચેક કરી લેશું . લગભગ 4-5 કડછી મિશ્રણ માં આપણા આખા તવા પર ઢોસા નું બેટર ફેલાઈ જશે .
- તો તૈયાર છે આપણો ઢોસો જેને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું . આ ઢોસા માં જો તમે બટેકા નું ફિલિંગ ભરવા માંગતા હોવ તો તમે તે પણ ભરી શકો છો . તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ જુવાર ના ઢોસા જેને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું.
ઢોકળા બનાવવાની રીત :-
- હવે આજ જુવાર ના લોટ માંથી આપણે ઢોકળા બનાવીશું તેના માટે એક બાઉલ માં આપણે જુવાર ના ½ કપ લોટ ને ચારણી માં નાખી ચાળી લેશું , સોજી 2 ચમચી ચાળી લેશું આ રેસિપી માં જો તમે ટોટલી ગ્લુટન ફ્રી ખાવા માંગતા હોવ તો તમે સોજી સ્કીપ કરવી હોય તો કરી સકો છો . ત્યાર બાદ બેસન 4 ચમચી , દહીં 2 ચમચી , આદુ મરચાની પેસ્ટ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , હળદર પાવડર ચપટી , થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેશું . અત્યારે આ બેટર ને થોડું જાડું રહેવા દઇશું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે બેટર ની ફુલવા દેશું .
- ત્યાર બાદ ત્યાર બાદ ઈડલી વાળા સ્ટીમર માં કે પછી કડાઈ માં થાળી મૂકી ને પણ તમે ઢોકળા બનાવી શકો છો આજે આપણે એક સ્ટીમર માં નાની નાની વાટકી માં આ ઢોકળા તૈયાર કરીશું જેના માટે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકી દેશું અને વાટકી માં ચારે બાજુ થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું .
- હવે 10 મિનિટ બાદ આપણે બેટર માં થોડું પાણી અને લીલા ધાણા અને 1 ઇનો નું પેકેટ નાખી બધી વસ્તુ ને ફરીથી સારી રીતે મિક્સ કરી લેશું . હવે ગ્રીસ કરેલી વાટકી માં આપણે આ બેટર નાખી દેશું . ઉપર થી થોડું લાલ મરચું છાંટી દેશું અને ત્યાર બાદ સ્ટીમર ના ઢાંકણ માં એક કપડું બાંધી અને ઢાંકણ ઢાંકી દેશું . કપડું લગાવવાથી જે બાફ થશે તેનું પાણી ઢોકળા ઉપર નઈ પડે 10-12 મિનિટ માટે ઢોકળા સ્ટીમ થવા દેશું .
- ત્યાર બાદ હવે ઢાંકણ ખોલી સ્ટીમર માંથી વાટકી કાઢી અને વાટકી માંથી ઢોકળા કાઢી લેશું અને હવે તેના પર આપણે વગાર કરીશું . જેના માટે વાઘરિયા માં થોડું તેલ , રાઈ , જીરું , હિંગ , મીઠા લીંબડા ના પાંદ , લીલા મરચા નાખી અને બરાબર તતડી જાય એટલે તૈયાર કરેલા ઢોકળા માં આ વગાર નાખી દેશું .
- તો તૈયાર છે આપણા જુવાર ના લોટ ના ઢોકળા પણ જેને ગરમ ગરમ જ સર્વ કરીશું .
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Kadai ma gujarati handvo | કડાઈ માં ગુજરાતી હાંડવો
cheese shakarpara banavani rit | ચીઝ શક્કરપારા બનાવવાની રીત
soji ni idli banavani rit | સોજી ઈડલી
Mithi puri banavani rit | મીઠી પૂરી બનાવાની રીત
Batata soji ni chakri banavani rit | બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત