પતીસા એટલે સોન પાપડી. આપણે અત્યાર સુંધી બેસન માંથી બનેલી પીડા રંગ ની સોનપાપડી તો ઘણી વાર મજા લીધી છે પાના સોન પાપડી ને ઘણા લોકો પતીસા કહે છે. અને આજ કાલ બજાર માં અલગ અલગ રંગ વાળી અને સ્વાદ / ફ્લેવર્સ વાળી સોનપાપડી મળતી થઇ ગઈ છે. અને આજ આપણે એમની જ એક સ્વાદ મિલ્ક ના સ્વાદ વાળા Milk patisa – મિલ્ક પતીસા બનાવતા શીખીશું.
INGREDIENTS
- ઘી 200 ગ્રામ
- મેંદાનો લોટ 200 ગ્રામ
- ખાંડ 200 ગ્રામ
- પાણી ½ કપ
- લીંબુનો રસ 1 ચમચી
- ગ્રીન ફૂડ કલર 1-2 ટીપા
- એલચી પાઉડર ¼ ચમચી
- મિલ્ક પાઉડર ¼ કપ
Milk patisa banavani recipe
મિલ્ક પતીસા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં ઘી નાખો અને ગેસ ચાલુ કરી ઘી ને ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં મેંદા ના લોટ ને ચાળી ને નાખો અને મીડીયમ તાપે હલાવતા રહી શેકતા રહો મેદાની કચાસ દુર થાય એટલે ગેસ બંધ કરી કડાઈ એક બાજુ મુકો. ત્યાર બાદ એક કડીમાં એક બે ચમચી ઘી લગાડી એક બાજુ મુકો.
ત્યાર બાદ એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી ચડાવી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુ નો રસ નાખી ઉકાળવા દયો ચાસણી ઉકાળવા લાગે અને રંગ ગોલ્ડન થાય એટલે એમાં ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ગેસ સાવ ધીમો કરી એક પાણી ભરેલા વાટકામાં થોડી તૈયાર ચસાણી નાખો અને એક બે મિનીટ પછી ચેક કરો જો ચાસણી માંથી સોફ્ટ ગોળી બને તો ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને ઘી થી ગ્રીસ કરેલ કડાઈમાં નાખી નવશેકી થાય ત્યાં સુંધી ઠંડી કરી લ્યો ચાસણી નવશેકી થાય એટલે ચમચાથી એક સીડ થી ભેગી કરી લ્યો.
ત્યાર બાદ તૈયાર ચાસનીના ગોળા ને મેંદા વાળા મિશ્રણ માં નાખી બને ને હાથ થી ખેચાતા જઈ મિક્સ કરતા જાઓ. ધીરે ધીરે ચાસણી પર મેંદા ના મિશ્રણ ને ચડાવી લ્યો. જેમ જેમ તમે ચાસણી ને ખેચી મેંદા નામીસ્રણ ને ચાસણી સાથે મિક્સ કરી લ્યો.આમ ખેચવા થી લોટ ચાસણીમાં ચડી જશે અને એમાં રેસા પણ બનવા લાગશે.
બને બરોબર મિક્સ થઇ જાય એટલે તૈયાર પતીસા ને ઘી થી ગ્રીસ કરેલ પાટલા પર મૂકી વેલન વડે જેટલી જાડી રાખવી હોય એટલી જાડી વણી લ્યો અને એના પર એક સરખો મિલ્ક પાઉડર લગાવી એના ચાકુથી કટકા કરી લ્યો અને કટકા પર ડ્રાય ફ્રુટ ની કતરણ લગાવી પતીસા ને ઠંડા થવા બે ત્રણ કલાક એક બાજુ મુકો. ત્રણ કલાક પછી પીસ ને ડબ્બા માં ભરી મજા લ્યો . તો તૈયાર છે મિલ્ક પતીસા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મિલ્ક પતીસા બનાવવાની રેસીપી

Milk patisa banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- 200 ગ્રામ ઘી
- 200 ગ્રામ મેંદાનો લોટ
- 200 ગ્રામ ખાંડ
- ½ કપ પાણી
- 1 ચમચી લીંબુનો રસ
- 1-2 ટીપા ગ્રીન ફૂડ કલર
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ કપ મિલ્ક પાઉડર
Instructions
Milk patisa banavani recipe
- મિલ્ક પતીસા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં ઘી નાખો અને ગેસ ચાલુ કરી ઘી ને ગરમ કરી લ્યો. ઘી ગરમ થાય એટલે એમાં મેંદા ના લોટ ને ચાળી ને નાખો અને મીડીયમ તાપે હલાવતા રહી શેકતા રહો મેદાની કચાસ દુર થાય એટલે ગેસ બંધ કરી કડાઈ એક બાજુ મુકો. ત્યાર બાદ એક કડીમાં એક બે ચમચી ઘી લગાડી એક બાજુ મુકો.
- ત્યાર બાદ એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી ચડાવી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુ નો રસ નાખી ઉકાળવા દયો ચાસણી ઉકાળવા લાગે અને રંગ ગોલ્ડન થાય એટલે એમાં ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ગેસ સાવ ધીમો કરી એક પાણી ભરેલા વાટકામાં થોડી તૈયાર ચસાણી નાખો અને એક બે મિનીટ પછી ચેક કરો જો ચાસણી માંથી સોફ્ટ ગોળી બને તો ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને ઘી થી ગ્રીસ કરેલ કડાઈમાં નાખી નવશેકી થાય ત્યાં સુંધી ઠંડી કરી લ્યો ચાસણી નવશેકી થાય એટલે ચમચાથી એક સીડ થી ભેગી કરી લ્યો.
- ત્યાર બાદ તૈયાર ચાસનીના ગોળા ને મેંદા વાળા મિશ્રણ માં નાખી બને ને હાથ થી ખેચાતા જઈ મિક્સ કરતા જાઓ. ધીરે ધીરે ચાસણી પર મેંદા ના મિશ્રણ ને ચડાવી લ્યો. જેમ જેમ તમે ચાસણી ને ખેચી મેંદા નામીસ્રણ ને ચાસણી સાથે મિક્સ કરી લ્યો.આમ ખેચવા થી લોટ ચાસણીમાં ચડી જશે અને એમાં રેસા પણ બનવા લાગશે.
- બને બરોબર મિક્સ થઇ જાય એટલે તૈયાર પતીસા ને ઘી થી ગ્રીસ કરેલ પાટલા પર મૂકી વેલન વડે જેટલી જાડી રાખવી હોય એટલી જાડી વણી લ્યો અને એના પર એક સરખો મિલ્ક પાઉડર લગાવી એના ચાકુથી કટકા કરી લ્યો અને કટકા પર ડ્રાય ફ્રુટ ની કતરણ લગાવી પતીસા ને ઠંડા થવા બે ત્રણ કલાક એક બાજુ મુકો. ત્રણ કલાક પછી પીસ ને ડબ્બા માં ભરી મજા લ્યો . તો તૈયાર છે મિલ્ક પતીસા.
Notes
- ચાસણી અને લોટ ને મિક્સ કરતા જઈ જેટલા વધારે ખેચી ભેગા કરસો એટલી વધારે રેસા બનશે.
- તમે નાના નાના પેપર કપ માં તૈયાર મિશ્રણ મૂકી સેટ કરી નાની નાની ગોળ પતીસા પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Anarsa banavani recipe | અનારસા બનાવવાની રેસીપી
Malai ladoo banavani rit | મલાઈ લાડુ
Gulkand Chocolate banavani rit | ગુલકંદ ચોકલેટ
chocolate fudge banavani rit | ચોકલેટ ફઝ
kala jamun banavani rit |કાળા જાંબુ
meethi boondi banavani rit | મીઠી બુંદી
sing chikki recipe in gujarati | સિંગ ની ચીક્કી